Bharuch : પવિત્ર નર્મદા નદીની માટીમાંથી બંગાળના મૂર્તિકારો દ્વારા તૈયાર થઈ રહી છે શ્રીજીની પ્રતિમા
અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ
ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવ મનાવવા માટે શ્રીજી યુવક મંડળો પણ ઉત્સુક છે જેમાં ઇકો ફેન્ડલી શ્રીજીની પ્રતિમા તૈયાર કરવા માટે પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ ભરૂચમાં ધામા નાખી પવિત્ર નર્મદા નદીની માટીમાંથી શ્રીજીની અવનવા સ્વરૂપ સાથેની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજીની પ્રતિમાને રંગ રોગાન સાથે નયનરમ્ય સ્વરૂપ આપી શ્રીજી આયોજકોને પૂરી પાડનાર છે
ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળના મૂર્તિકારો શ્રીજીની પ્રતિમાઓ નર્મદા નદીની માટીમાંથી તૈયાર કરી શ્રીજી આયોજકોને શ્રીજીની પ્રતિમાઓ પહોંચાડતા હોય છે પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ શ્રીજી ઉત્સવના ત્રણ મહિના પહેલા ભરૂચમાં ધામા નાખી દે છે અને પવિત્ર નર્મદા નદીની માટીમાંથી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં જોતરાઈ જાય છે પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ છેલ્લા એક મહિનાથી ભરૂચની શ્રવણ ચોકડી નજીક નર્મદા નદીની માટીમાંથી સંખ્યાબંધ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી છે અને આ પ્રતિમાઓને રંગ રોગાન સાથે નયન રમ્ય સ્વરૂપ આપી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજી આયોજકોને આકર્ષનાર છે અને પશ્ચિમ બંગાળના મૂર્તિ કાળો પણ શ્રીજી ઉત્સવ અને દુર્ગાષ્ટમીએ દુર્ગાષ્ટમીમાં સ્થાપિત દુર્ગામાં સાથે વિવિધ દેવી દેવતાઓની પ્રતિમાઓ નર્મદા નદીની માટીમાંથી તૈયાર કરી આખા વર્ષની રોજગારી મેળવી લેતા હોય છે.
પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા તૈયાર કરવામાં આવતી શ્રીજીની પ્રતિમાઓ ઇકોફ્રેન્ડલી હોય છે નર્મદા નદીની માટીનો ઉપયોગ કરવા સાથે શ્રીજીની પ્રતિ માને કરાતા રંગ રોકાણ પણ કલર ઈકો ફ્રેન્ડલી હોય છે અને આ કલરથી નર્મદા નદીમાં રહેલા જળચર જીવોને પણ નુકસાન કરતા નથી અને શ્રીજીની પ્રતિમા નર્મદા નદીમાં વિસર્જન કરતા જ 1 થી 2 કલાકમાં જ પ્રતિમા ઓગળી જતી હોવાનું માનવામાં આવતું હોય છે અને એટલા માટે જ ભરૂચમાં શ્રીજી આયોજકો પણ નર્મદા નદીની માટીમાંથી તૈયાર થતા શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવાનો આગ્રહ રાખી રહ્યા છે
પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા સરળતાથી તૈયાર થાય છે પરંતુ તે વહેલી ઓગળતી નથી
પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા ગણતરીના કલાકોમાં તૈયાર કરવામાં આવે છે અને તે પ્રતિમા બનાવવામાં મહેનત ઓછી હોય છે નર્મદા નદીની માટીમાંથી શ્રીજીની પ્રતિમા તૈયાર કરવા પાછળ મહેનત વધુ હોય છે પ્રતિમા વજન પણ વધુ હોય છે પરંતુ આ પ્રતિમાને વિસર્જન કરવાથી ગણતરીની મિનિટોમાં જ પ્રતિમા ઓગળી જાય છે અને ભક્તોની આ સ્થાને ઠેસ પણ પહોંચતી નથી પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા કરતા નર્મદા નદીની માટીમાંથી તૈયાર થતી પ્રતિમા થોડી મોંઘી હોય છે પરંતુ શ્રદ્ધા અને આસ્થા વધુ મજબૂત હોય છે
નદીની માટીમાંથી તૈયાર કરેલી શ્રીજીની પ્રતિમા ઘરમાં વિસર્જન કરી તેની માટી તુલસી ક્યારામાં પણ ઉપયોગ કરી શકાય છે
કોરોના કાળમાં નર્મદા નદીના કાંઠે શ્રીજી વિસર્જન માટે લોકો એકત્ર ન થાય તે માટે શ્રીજી ભક્તો ઘરે જ એક મોટા સાધનોમાં પાણી ભરી શ્રીજી નું વિસર્જન કરતા હતા જો આ જ પરંપરા જાળવી રાખવામાં આવે તો નર્મદા નદીની માટીમાંથી તૈયાર થતી શ્રીજીની પ્રતિમા ઘરે જ વિસર્જન કરી તે જ માટીનો ઉપયોગ તુલસી ક્યારામાં ઉપયોગ કરવામાં આવે તો પણ ૧૦ દિવસ શ્રીજી નીકળેલી પૂજા અર્ચના ફળી શકે તેમ છે
આ પણ વાંચો : ટેલીવુડની લોકપ્રિય ANUPAMA SERIAL ફેમ RUPALI GANGULY એ AMBAJI TEMPLE ના દર્શન કર્યા



