Mehsana માં રખડતા ઢોરે કિશોરને શીંગડે લઈ નીચે પટકાવ્યો, જુઓ video
- પીલાજી ગંજ પાસે કિશોરને હવામાં ફંગોળ્યો
- કિશોર નીચે પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત
- માથામાં ઈજાને પગલે હોસ્પિટલમાં દાખલ કરાયો
- વંશ આર્યબંધુ નામનો કિશોર થયો ઈજાગ્રસ્ત
Mehsana: મહેસાણામાં રખડતા ઢોરે કિશોરને શીંગડે (PiilajiGanj)લઈ નીચે પટકાવ્યો હતો જેના કારણે કિશોરને (AnimalAttack)માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી,મહેસાણાના પીલાજી ગંજમાં આ ઘટના બની હતી હાલમાં યુવકની હાલત ગંભીર છે અને તે જીવન-મરણના ઝોલા ખાઈ રહ્યો છે,રાત્રીના સમયે આ ઘટના બની હતી સાથે સાથે સ્થાનિકોએ નગરપાલિકાને આ બાબતે ધ્યાન દોર્યુ છે.
શેરીમાં બની ઘટના
રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે વધુ એક ઘટના મહેસાણામાં બની છે જેમાં રખડતા ઢોરે યુવકને અડફેટે લઈ લીધો છે,યુવક શેરીમાં હતો તે દરમિયાન અચાનક સામેથી ઢોર આવે છે અને તેને શીંગડા પર બેસાડીને નીચે પછાડે છે,યુવક થોડીવાર તો ઢળેલો જ રહે છે અને આસપાસના લોકો ત્યાં આવીને તેને ઉભો કરે છે અને સારવાર માટે ખસેડે છે,જો યુવક એકલો હોત અને તેને કોઈ સારવાર માટે ના લઈ ગયુ હોત તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકી હોત.
Mahesana માં રખડતા ઢોરનો આતંક | GujaratFirst
પીલાજી ગંજ પાસે કિશોરને હવામાં ફંગોળ્યો
કિશોર નીચે પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત
માથામાં ઈજાને પગલે હોસ્પિટલમાં દાખલ કરાયો
વંશ આર્યબંધુ નામનો કિશોર થયો ઈજાગ્રસ્ત#Mahesana #PiilajiGanj #AnimalAttack #Injured #AnimalControl #AnimalIssue… pic.twitter.com/XWn8yisJVf— Gujarat First (@GujaratFirst) December 15, 2024
આ પણ વાંચો -VADODARA : ફાર્મા લેબની ગુપ્ત માહિતી લીક નહીં કરવા રૂ. 2 કરોડની ખંડણી મંગાઇ
રખડતા ઢોરનો ફરી વધ્યો ત્રાસ
રખડતા ઢોરનો ત્રાસ ઘટવાને બદલે વધી રહ્યો છે,ત્યારે સ્થાનિકોને પણ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.મહેસાણામાં જે ઘટના બની તે ઘટના જોઈને લાગે છે કે જો કોઈ નાનું બાળક હોત તો તેનું મોત નિપજયું હોત,હાલમાં બાળકની તબિયત થોડી સુધારા પર છે ત્યારે પરિવારજનોએ તેમજ સ્થાનિકોએ નગરપાલિકાની કામગીરી પર સવાલ ઉભા કર્યા હતા,સ્થાનિકોનો આક્ષેપ છે કે ઢોરને લઈ અવાર-નવાર રજૂઆત નગરપાલિકામાં કરી હતી તો પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી.
આ પણ વાંચો -Rajkot માં ગુરુદ્દત જયંતિની ભવ્ય ઉજવણી, CM સહિત અગ્રણીઓ આપશે હાજરી
અંકલેશ્વરમાં પણ રખડતા ઢોરનો વધ્યો ત્રાસ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રખડતા પશુઓના ત્રાસને પગલે ગતરોજ અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી હરકતમાં આવી હતી.નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જે આજે એટલે કે બીજા દિવસે પણ યથાવત રહી હતી. નોટિફાઇડ એરીયા ઓથોરિટીની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરી રસ્તે રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા.આ દરમિયાન પશુપાલકો સાથે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.


