ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતની હસ્તકલા અને કારીગરોનું સંવર્ધન કરીને ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરાશે

અહેવાલ - સંજય જોશી  આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદ દ્વારા 8મી ડિસેમ્બરે થોટ લીડરશિપ સેમિનાર અને થીમેટિક ફેશન શો અને 8મી અને 9મી ડિસેમ્બર, 2023ના રોજ એચએસબીસીના સમર્થનથી પ્રોજેક્ટ હેન્ડમેડ ઇન ઈન્ડિયા હેઠળ (એચએમઆઈ) વર્લ્ડ ટ્રેડ સેન્ટર, કોલાબા,...
04:32 PM Dec 11, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - સંજય જોશી  આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદ દ્વારા 8મી ડિસેમ્બરે થોટ લીડરશિપ સેમિનાર અને થીમેટિક ફેશન શો અને 8મી અને 9મી ડિસેમ્બર, 2023ના રોજ એચએસબીસીના સમર્થનથી પ્રોજેક્ટ હેન્ડમેડ ઇન ઈન્ડિયા હેઠળ (એચએમઆઈ) વર્લ્ડ ટ્રેડ સેન્ટર, કોલાબા,...
અહેવાલ - સંજય જોશી 
આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદ દ્વારા 8મી ડિસેમ્બરે થોટ લીડરશિપ સેમિનાર અને થીમેટિક ફેશન શો અને 8મી અને 9મી ડિસેમ્બર, 2023ના રોજ એચએસબીસીના સમર્થનથી પ્રોજેક્ટ હેન્ડમેડ ઇન ઈન્ડિયા હેઠળ (એચએમઆઈ) વર્લ્ડ ટ્રેડ સેન્ટર, કોલાબા, મુંબઈ ખાતે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદ ભારતમાં હેન્ડમેડ પ્રોજેક્ટમાં ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટનર છે. આસામમાં કામરૂપ, ઓરિસ્સામાં બરગઢ, ગુજરાતમાં ભુજ અને સુરેન્દ્રનગર, મધ્ય પ્રદેશમાં મહેશ્વર અને તમિલનાડુમાં સલેમ એમ છ ક્લસ્ટરોને હેન્ડમેડ ઇન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ટેકો આપવામાં આવી રહ્યો છે.
એક્ઝિબિશનમાં પ્રોજેક્ટ એચએમઆઈ હેઠળ આવરી લેવામાં આવેલા છ ક્લસ્ટરોની પ્રોડક્ટ્સ પ્રદર્શનમાં છે. ઈડીઆઈઆઈ દ્વારા પ્રશિક્ષિત તેમાં ભાગ લઈ રહેલા કારીગરો અને કસબીઓ સાથે કુલ 25 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
ઈવેન્ટનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન એચએસબીસીના કોર્પોરેટ સસ્ટેનેબિલિટીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રોમિત સેન અને અતિથિ વિશેષ મુંબઈના ટેક્સટાઇલ્સ કમિટીના સીઈઓ અને એડિશનલ ટેક્સટાઇલ કમિશ્નર શ્રી સત્ય પ્રસાદ વર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રસંગે ઈડીઆઈઆઈના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લા, ઈડીઆઈઆઈના પ્રોજેક્ટ્સ વિભાગના (કોર્પોરેટ) ડિરેક્ટર ડો. રમણ ગુજરાલ અને સરકારી મંત્રાલયો/વિભાગોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ તથા જાણીતા સંસ્થાઓના કોર્પોરેટ નેતાઓ અને ઉદ્યોગસાહસિકો પણ ઉપસ્થિત હતા.
ઈવેન્ટની શરૂઆત થીમ આધારિત ફેશન શોથી થઈ હતી જેમાં ‘ક્રાફ્ટિંગ અ સસ્ટેનેબલ ફ્યુચર: હેન્ડમેડ ઈન ઈન્ડિયા’ અને ‘ઇન્સ્પાઇરિંગ હેરિટેજ, એમ્પાવરિંગ ફ્યુચરઃ હેન્ડલૂમ્સ ઈન મોર્ડન ઈન્ડિયા’ થીમ હેઠળ ટકાઉપણા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ટકાઉપણા અને સશક્તિકરણને અપનાવવાનો સંદેશ આપતી વખતે દરેક સમૂહે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સન્માનિત કરતાં કાલાતીત કલા-કારીગરીની વાત રજૂ કરી હતી. ડિઝાઇનરોએ મોડેલ્સ માટે વસ્ત્રો બનાવવા માટે પ્રોજેક્ટ એચએમઆઈ હેઠળ ઈડીઆઈઆઈ પ્રશિક્ષિત કારીગરો દ્વારા વિકસિત કાપડનો ઉપયોગ કર્યો હતો.
ફેશન શો પછી એક થોટ લીડરશીપ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નીતિ ઘડનારાઓ, ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ, પ્રેક્ટિશનર્સ, વણકરો અને કારીગરો સહિતના હિતધારકોએ હાજરી આપી હતી. પેનલ ચર્ચાના વિષયોમાં ‘ઈન્સ્પાઇરિંગ હેરિટેજ, એમ્પાવરિંગ ફ્યુચર્સઃ હેન્ડલૂમ્સ ઇન મોડર્ન ઇન્ડિયા’ અને ‘ક્રાફ્ટિંગ અ સસ્ટેનેબલ ફ્યુચરઃ હેન્ડમેડ ઇન ઈન્ડિયા’નો સમાવેશ થાય છે. લુપ્ત થવાની આરે આવેલી અમુક હસ્તકલાને પુનર્જીવિત કરવાના ઈડીઆઈઆઈનું મોડલ વિસ્તૃત રીતે શેર કરવામાં આવ્યું હતું. વિવિધ રાજ્યોમાં વિવિધ હસ્તકલા માટેના મોડેલની પ્રતિકૃતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમજ શ્રેષ્ઠ પદ્ધતિઓની સમીક્ષા કરવામાં આવી હતી.
પોતાના સંબોધનમાં, મુખ્ય અતિથિપદે રહેલા એચએસબીસી ઈન્ડિયાના કોર્પોરેટ સસ્ટેનેબિલિટીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રોમિત સેને જણાવ્યું હતું કે, “એચએસબીસીના એચએમઆઈ પ્રોજેક્ટે કારીગરોને ટકાઉ આજીવિકાના વિકલ્પો સુનિશ્ચિત કરીને કૌશલ્ય અને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે આ પ્રશિક્ષિત કારીગરો આર્થિક રીતે સ્વતંત્ર છે અને સર્જનાત્મક રીતે વિચારવા અને વૃદ્ધિ માટે શ્રેષ્ઠ બિઝનેસ વ્યૂહરચનાઓ અમલમાં મૂકવા માટે સ્થિત છે. તેઓ ભારતની કલા અને હસ્તકલાના રક્ષકો છે.”
ટેક્સટાઇલ કમિટિ, મુંબઈના સીઈઓ અને એડિશનલ ટેક્સટાઇલ કમિશ્નર શ્રી સત્ય પ્રસાદ વર્માએ જણાવ્યું હતું કે, “ટેક્ષટાઈલ સેક્ટર આપણા રાષ્ટ્રના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સંયુક્ત પ્રયાસો અને વ્યૂહાત્મક પહેલ દ્વારા, અમે આ ક્ષેત્રમાં મૂર્ત પ્રગતિના સાક્ષી છીએ. વિવિધ ક્લસ્ટરોમાંથી પ્રોડક્ટ્સ દર્શાવતું પ્રદર્શન એ સહયોગી પ્રયાસોની સફળતાનો પુરાવો છે. સરકાર આવી પહેલોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે.”
ઈડીઆઈઆઈના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ તેમની પ્રારંભિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે, "ટકાઉ ભવિષ્યની શોધમાં, ઈડીઆઈઆઈ પ્રોજેક્ટ એચએમઆઈ હેઠળ તેની વિવિધ પહેલો દ્વારા કારીગરોના જીવનમાં પ્રગતિ અને વિકાસ લાવવા માટે પ્રતિબદ્ધ છે. દેશના વણકરો તથા કારીગરોનું પોષણ અને સશક્તિકરણની સખત જરૂર છે કારણ કે આ એકમાત્ર રસ્તો છે જેનાથી આપણે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સાચવી શકીએ છીએ.”
 રમણ ગુજરાલે જણાવ્યું હતું કે, “હું આ કાર્યક્રમની સફળતાથી ખુશ છું. ફેશન શો અને પ્રદર્શન આપણા હસ્તકલા અને કારીગરોની સંભવિતતા દર્શાવે છે. આપણે તેમના કૌશલ્યોનું સંવર્ધન કરવાની જરૂર છે અને બિઝનેસ સમુદાય તરીકે તેમની વૃદ્ધિ સુનિશ્ચિત કરવી જોઈએ.”
આ પણ વાંચો -- સાયન્સ સિટી ખાતે બાયોટેકનોલોજી પ્રી-વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ
Tags :
crafts and artisansExhibitionProject HMIsustainable future
Next Article