Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch Triple Accident : બેફામ આવતી ST વોલ્વો બસે વર્તાવ્યો કહેર! વિદ્યાર્થિનીનું મોત, બેની હાલત ગંભીર

ST ની વોલ્વો બસ, એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક્ટિવા સવાર વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હોવાની પ્રાથમિક માહિતી છે.
kutch triple accident   બેફામ આવતી st વોલ્વો બસે વર્તાવ્યો કહેર  વિદ્યાર્થિનીનું મોત  બેની હાલત ગંભીર
Advertisement
  1. રાજ્યમાં રફતારના કહેરનો વધુ એક પુરાવો સામે આવ્યો (Kutch Triple Accident)
  2. ગાંધીધામના ટાગોર રોડ પર ત્રિપલ અકસ્માતની ઘટના બની
  3. ઘટનાનાં હચમચાવે એવા CCTV ફૂટેજ આવ્યા સામે
  4. ST ની વોલ્વો બસ, એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત
  5. એક્ટિવા સવાર વિદ્યાર્થિનીનું મોત, અન્ય એક વિદ્યાર્થિની, યુવકને ગંભીર ઇજાઓ

રાજ્યમાં રફતારનાં કહેરનો વધુ એક પુરાવો આપતી ઘટના સામે આવી છે. કચ્છ જિલ્લાનાં ગાંધીધામ વિસ્તારમાં ટાગોર રોડ પર ત્રિપલ અકસ્માતની ગોઝારી ઘટના (Kutch Triple Accident) બની છે. ST ની વોલ્વો બસ, એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક્ટિવા સવાર વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હોવાની પ્રાથમિક માહિતી છે. જ્યારે, અન્ય એક વિદ્યાર્થિની તથા યુવકને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા છે. આ મામલે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Juhapura ના ચકચારી અકસ્માત મુદ્દે ACP નું નિવેદન, "મારને કારણે કાર ચાલકનું થયું મૃત્યુ"

Advertisement

ગાંધીધામના ટાગોર રોડ પર ત્રિપલ અકસ્માતની ઘટના

રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં આજે સિટી બસનાં ચાલકે કેટલાક વાહનોને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માતની (Rajkot City Bus Accident) ઘટના બની હતી, જેમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ હવે રાજ્યનાં કચ્છ જિલ્લામાંથી હચમચાવે એવા અકસ્માતનો બનાવ (Kutch Triple Accident) સામે આવ્યો છે. માહિતી અનુસાર, જિલ્લાના ગાંધીધામનાં (Gandhidham) ટાગોર રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. ST ની વોલ્વો બસ, એક્ટિવા અને બાઇક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા છે. આ ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Surat Police : ઝેરી દવા પીનાર યુવતીને ખભે ઊંચકી PCR વાન સુધી પહોંચ્યા, સમયસર સારવાર મળતા બચ્યો જીવ

એક્ટિવા સવાર વિદ્યાર્થિનીનું મોત, અન્ય વિદ્યાર્થિની અને યુવક ઇજાગ્રસ્ત

CCTV ફૂટેજમાં દેખાય છે કે સામેથી પૂરઝડપે આવતી વોલ્વો બસનો ચાલક અચાનક સ્ટીયરિંગ પરનું સંતુલન ગુમાવે છે અને બસ ડિવાઇડર કૂદીને સામેથી આવતા વાહનોને અડફેટે લે છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ત્રિપલ અકસ્માતની ઘટનામાં એક્ટિવા સવાર વિદ્યાર્થિનીનું ગંભીર ઇજાઓનાં કારણે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે, અન્ય એક વિદ્યાર્થિની અને યુવક ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે રોડ પર લોકોનું ટોળું ભેગું થયું હતું. જ્યારે સ્થાનિક પોલીસની (Kutch Police) ટીમ પણ બનાવના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થિનીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Gandhinagar : સરકારી કર્મચારીઓ આનંદો..! સરકારે લીધો આ મોટો નિર્ણય

Tags :
Advertisement

.

×