ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગાય અને ગોબર પ્રત્યેના પ્રેમનું અનોખું ઉદાહરણ, કન્યાએ પોતાના જ હાથે ગોબરથી સજાવ્યો લગ્નનો માંડવો

અહેવાલ : કૌશિક છાયા આપણાં સમાજની કહેવતો કયારેક કયારેક સાચી ઠરતી હોય છે. આપણે નાનપણથી એ કહેવત સાંભળતા આવ્યાં છીએ કે, "દિકરી ને ગાય દોરે ત્યાં જાય" દિકરીનો ગાય પ્રત્યેના પ્રેમનો અનોખો કિસ્સો ભુજ તાલુકાના સુખપર ગામે જોવા મળ્યું. ભાગ્યે...
02:13 PM May 07, 2023 IST | Dhruv Parmar
અહેવાલ : કૌશિક છાયા આપણાં સમાજની કહેવતો કયારેક કયારેક સાચી ઠરતી હોય છે. આપણે નાનપણથી એ કહેવત સાંભળતા આવ્યાં છીએ કે, "દિકરી ને ગાય દોરે ત્યાં જાય" દિકરીનો ગાય પ્રત્યેના પ્રેમનો અનોખો કિસ્સો ભુજ તાલુકાના સુખપર ગામે જોવા મળ્યું. ભાગ્યે...

અહેવાલ : કૌશિક છાયા

આપણાં સમાજની કહેવતો કયારેક કયારેક સાચી ઠરતી હોય છે. આપણે નાનપણથી એ કહેવત સાંભળતા આવ્યાં છીએ કે, "દિકરી ને ગાય દોરે ત્યાં જાય" દિકરીનો ગાય પ્રત્યેના પ્રેમનો અનોખો કિસ્સો ભુજ તાલુકાના સુખપર ગામે જોવા મળ્યું.

ભાગ્યે જ ક્યારે કયારે બનતું હોય છે કે, જે દિકરી લાડી બનવાની હોય એ પોતાના લગ્ન માટે પોતાની "માં" અને બહેનપણીઓ સાથે ગોબરમાં હાથ રગદોડીને લગ્નનો માંડવો શણગારતી હોય. સુખપરના ખેડુત રવજીભાઈ મેપાણી પરીવારની લાડકી દીકરી કુ. નિશાએ જ્યારે પોતાના લગ્નની કંકોત્રી ગોબરથી બનાવી ત્યારે સમજાય કે એ શોખનો વિષય હોઈ શકે. પરંતુ આ તો ગૌ માતા સાથેના અનેરા પ્રેમનો ઉલ્લેખ કરવો એટલે જરુરી બને છે કે, સામાન્ય રીતે પ્રિવેડીંગ નું શુટિંગ અને ફોટોગ્રાફી થતી હોય એવા સમયે લાડકડી લાડી "નિશા" માતા સવિતાબેન, નાનપણની સખીઓ અને પરિવારજનો સાથે ગાયના ગોબરથી પોતાના જ લગ્નનો ગોબરમય માંડવો તૈયાર કરતી નજરે પડે છે.

આજે ધાર્મિક પરંપરા મુજબ લીલાં તોરણે માંડવો રોપાયો અને આજરોજ આ ગાય માટે આદર ધરાવતી દિકરી "નિશા" પોતાના હાથે શણગારેલ લગ્ન મંડપેથી પવિત્ર ફેરા ફરીને દાંપત્યજીવનનો પ્રારંભ કરશે.

ગત એપ્રિલમાં જ પૂર્ણ થયેલ ભુજના શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ગાયના વિષયને લઈને આકર્ષણનું કેન્દ્ર બનેલ ગૌ મહિમા પ્રદર્શનમાં એક લાખ ફુટ કંતાનના ગોબરના લીપણ અને વિવિધ તોરણના શણગારમાં અતિ મહત્વની ભુમિકામાં રહેલ કુમારી નિશા અને તેમની બહેનપણીઓએ સાથે મળીને ભારતીય સંસ્કૃતિ સાથે ગૌ - પ્રેમને આજે પણ જીવંત રાખ્યો છે. મેપાણી પરીવારના લગ્ન આવતીકાલે સુખપર ગામે જોવા મળશે.

આ પણ વાંચો : ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો, રાજકોટમાં વધુ 2 ના મોત

Tags :
BridecowdecoratesGujaratWedding
Next Article