ગોંડલના વોરા કોટડાગમના યુવા ખેડૂતે કરી ઓર્ગેનિક ઘઉંની ખેતી, ખરીદવા ઉમટે છે લોકોની ભીડ
આજના સમયમાં યુવા ખેડૂત ખેતી કરે એ બહુ ઓછું જોવા મળે છે. કારણ આજના ફાસ્ટ યુગમાં અને ખાસ કરી મોટા શહેરોમાં લાઈફસ્ટાઈલ ખુબ જ ઝડપી બની છે. ત્યારે ગોંડલના વોરા કોટડાગામના પ્રગતિશીલ યુવા ખેડૂત હેમંતભાઈ દેવજીભાઈ ભંડેરી ઓર્ગેનિક ઘઉંની ખેતી કરી છે. જેમાં જંતુનાશક દવા વગર વિવિધ દેશી ખાતરોનો જ ઉપયોગ કરી આ પાકને તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગોંડલના વોરાકોટડા ગામના યુવા ખેડૂત હેમંતભાઈ ભંડેરી એ જણાવ્યું હતું કે, આજના ઝડપી સમયની સાથે સાથે લોકો સ્વાથ્યને પણ એટલુંજ પ્રાધન્ય આપે છે. વળી ખેડૂતો પણ ઉચ્ચ ક્વોલિટી અને જંતુનાશક દવા ના છટકાવ વગર વિવિધ પાકો તૈયાર કરી રહ્યા છે. અમો સીઝનમાં વિવિધ પાકો તૈયાર કરી છીએ, જેમાં મગ - મગફળી અને શિયાળુ પાકોમાં ઘઉંનું વાવેતર કર્યું છે. છેલ્લા બે વર્ષથી હું નોકરી ઉપરાંત ઓર્ગેનિક પદ્ધતિ થી પાકો લેવાનું મને વધુ પસંદ પડ્યું.
ઓર્ગેનિક ખેતી કરવાથી ખર્ચમાં અને સ્વાથ્યમાં ફાયદો - હેમંતભાઈ ભંડેરી
આજના મોર્ડન સમયમાં ઝડપથી માલ મળે તે માટે કે ટૂંકા સમયમાં વધુ પૈસા મળે તે માટે વિવિધ કીમિયાથી ક્યાંકને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં કરતા હોઈ છે. પરંતુ આજે અનેક ખેડૂતો એવા પણ છે જે પુરી મહેનત અને કોઈ પણ જાતના પેસ્ટિસાઇડ વગર વિવિધ પાકોની જણસીઓ તૈયાર કરે છે. હું છેલ્લા બે વર્ષથી ઓર્ગેનિક ઘઉંનું વાવેતર કરું છું. 18 વીઘામાં ઓર્ગેનિક ઉચ્ચ ક્વોલિટીના ટુકડા ઘઉંનું વાવેતર કર્યું છે અત્યારે 1 વીઘે અંદાજે 42 મણ ઘઉંનો પાક ઉતરે છે. ઓર્ગેનિક ખેતી થી પેસ્ટિસાઇડ કે જંતુનાશક દવાઓ ની જરૂર પડતી નથી માત્ર વિવિધ ખાતર જેવા કે છાણ - ગૌમૂત્ર - દેશી ગોળ - કઠોળ નો લોટ તેમજ વડ નીચે ની માટી જેવી વસ્તુઓ થી નહિવત ખર્ચે તૈયાર થઇ છે તેનો જ ઉપયોગ કરી ઉચ્ચ ક્વોલિટી નાં ઘાઉં નો પાક તૈયાર કરી છીએ.
બે વર્ષની મહેનત રંગ લાવી ગામે ગામથી લોકો ખરીદવા આવે છે
ગોંડલના યુવા ખેડૂત હેમંતભાઈ એ જણાવ્યું હતું કે, આજે દરેક ક્ષેત્રે મિલાવટ ઘર કરી ગયું છે. ગમે તેટલા રૂપિયા ખર્ચીએ તો પણ શુદ્ધ અને ચોખ્ખું ખાનારા લોકો માટે સ્વાથ્ય સંબંધે ચિંતા સતાવતી રહે છે. મેં માત્ર 2 વર્ષથી ઓર્ગેનિક ખેતીમાં હાથ અજમાવ્યો હતો. હું નોકરી ઉપરાંત અમારી વાડી ખેતીએ પણ જાવ છું. આજે 18 વીઘા જગ્યામાં અમે ઘઉંનું વાવેતર કર્યું છે. જે 100% શુદ્ધ અને ઉચ્ચ ક્વોલિટીના ટુકડા ઘઉં પકવ્યા છે. ગત વર્ષે ઘઉં ઘઉંની ખરીદી કરવા ગામેગામથી લોકો વાડીએથી જ સીધા ખરીદ કરવા ઉમટ્યા હતા આ વર્ષે પણ લોકોની ધૂમ માંગ છે.
બંને આમતો સરખા સમયમાંજ તૈયાર થાય છે. લગભગ 12 થી 15 દિવસ ઓર્ગેનિક ખેતીમાં વધુ લાગે છે. બીજી બાજુ પાણીની માત્ર પણ બંનેમાં સરખી જ રહે છે સાથે સાથે પાકનો ઉતારો પણ સરખોજ આવે છે. જયારે ખર્ચની દ્રષ્ટિએ ઓર્ગેનિક ખેતીમાં દવાઓ કે અન્યની જરુના હોવાથી ખર્ચ ઓછો થાય છે અને ઓર્ગેનિક ઘઉંમાં નફો વધુ મળે છે.
આજના સમયમાં સ્વાસ્થ્ય સાથે લોકો બાંધછોડ કરતા નથી વળી દવાથી પકાવેલ અનાજ કરતા ઓર્ગેનિક ધન્યમાં વધુ મીઠાસ હોઈ છે અને સ્વાથ્ય માટે પણ સારું રહે છે. આવું અભ્યાસમાં જાણવા માંડ્યું હતું. એટલે મેં ઓર્ગેનિક ખેતી વધુ પસંદ કરી આવનારી સીઝનમાં મગ પણ ઓર્ગેનક જ વાવીશું.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો : Ahmedabad Police: આધુનિક અમદાવાદમાં મહિલા સુરક્ષા અંગે અલૌકિક સુવિધા કરાઈ તૈયાર