ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Navsari માં ડીજેની ગાડી પરથી નીચે પટકાતા યુવાનનું ઘટનાસ્થળે મોત,બીજા યુવક ગંભીર ઇજાગ્રસ્ત

Navsari ના માણેકપોર ગડત વિસ્તારથી ચંદનવન ખાતે ડીજે જઇ રહયો હતો ત્યારે બે યુવકો ડીજે ગાડી પરથી પટકાયા હતા
09:03 PM Aug 25, 2025 IST | Mustak Malek
Navsari ના માણેકપોર ગડત વિસ્તારથી ચંદનવન ખાતે ડીજે જઇ રહયો હતો ત્યારે બે યુવકો ડીજે ગાડી પરથી પટકાયા હતા
Navsari

નવસારી શહેરમાંથી ડીજે પરથી પડી જતા એક વ્યક્તિના મોત થયાના સમાચાર સામે આવ્યા નવસારી શહેરના ડીજે માણેકપોર ગડત વિસ્તારથી ચંદનવન ખાતે ડીજે જઇ રહયો હતો, એ દરમિયાન યુવાનો ડીજે ગાડી પર નાચી રહ્યા હતા ત્યારે  રાધા કૃષ્ણ મંદિર નજીક ડીજે ગાડી પરથી બે યુવાનો નીચે પટકાયા હતા, જેમાંથી એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે બીજો યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો છે, તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. . નવસારી ટાઉન પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.

 Navsari શહેરમાં ડીજે પરથી યુવાન નીચે પટકાતા મોત

નોંધનીય છે કે નવસારી શહેરમાં ડીજે ગાડી પર યુવાનો નાચી રહ્યા હતા તે દરમિયાન અચાનક બે યુવાનોનું બેલેન્સ ગાડી પર ન જળવાતા તેઓ નીચે પટકાયા હતા, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું ,જયારે બીજો યુવક ગંભીર ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને યુવાનનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો,જયારે ઘાયલ યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. . પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ડીજે ગાડીની ઊંચાઈ અને નાચવાની ધમાલ દરમિયાન બેદરકારીને કારણે આ દુર્ઘટના બની હોઈ શકે.

 Navsari પોલીસે તપાસ હાથ ધરી 

નવસારી ટાઉન પોલીસ આ ઘટનાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેમાં ડીજે ગાડીની સલામતીના ધોરણો, આયોજકોની જવાબદારી અને અન્ય પાસાઓની ચકાસણી કરવામાં આવશે. આ ઘટનાએ ડીજે કાર્યક્રમો દરમિયાન સલામતીના પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈ શોકની લાગણી વ્યાપી ગઈ છે, અને પોલીસે લોકોને આવા કાર્યક્રમોમાં સાવચેતી રાખવા અપીલ કરી છે.

આ પણ વાંચો :   Ahmedabad : Sabarmati Riverfront નો વોકવે આજે પણ બંધ, તંત્રની પ્રવેશ ન કરવાની અપીલ

Tags :
DJ AccidentGujarat FirstNavsariNavsari NewsNavsari PoliceRadha-Krishna templeYouth Death
Next Article