Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહેસાણાથી અમેરિકા ગયેલો યુવક લાપતા...! પોલીસમાં એજન્ટો સામે ફરિયાદ

અહેવાલ---મુકેશ જોશી, મહેસાણા રુપિયા 75 લાખમાં અમેરિકા રવાના થયેલ યુવક સંપર્ક વિહોણો 3 શખ્શો એ 75 લાખમાં સોદો નક્કી કરી 10 લાખ પડાવ્યા મહેસાણાના હેડુવા નજીક હરિહર હોટલ ચલાવતા યુવક સાથે બનેલી ઘટના સુધીર હસમુખભાઈ પટેલ નામનો યુવક યુવક અમેરિકા...
મહેસાણાથી અમેરિકા ગયેલો યુવક લાપતા     પોલીસમાં એજન્ટો સામે ફરિયાદ
Advertisement
અહેવાલ---મુકેશ જોશી, મહેસાણા
  • રુપિયા 75 લાખમાં અમેરિકા રવાના થયેલ યુવક સંપર્ક વિહોણો
  • 3 શખ્શો એ 75 લાખમાં સોદો નક્કી કરી 10 લાખ પડાવ્યા
  • મહેસાણાના હેડુવા નજીક હરિહર હોટલ ચલાવતા યુવક સાથે બનેલી ઘટના
  • સુધીર હસમુખભાઈ પટેલ નામનો યુવક યુવક અમેરિકા જવા રવાના થયો હતો
  • સુધીર ને પહેલા મુંબઈ લઈ જવાયો હતો
  • મુંબઈથી એમસ્ટરડમ (નેધરલેન્ડ) પાર્ટ ઓફ સ્પેન લઈ જવાયો
  • એમસ્ટરડમ થી સુધીર ને ડોમિનિકા લઈ જવાયો
  • ડોમિનિકા થી સુધીરને અમેરિકા નહિ મોકલી કરાઈ છેતરપિંડી
  • રૂપિયા 10 લાખ એડવાન્સ લઈ સુધીરને અમેરિકા મોકલાયો જ નહિ
  • અત્યારે સુધીર ક્યાં છે તેની કોઈ માહિતી નહિ 
  • દિવ્યેશ ઉર્ફે જોની મનોજ પટેલ, શૈલેષ પટેલ, મહેન્દ્ર ઉર્ફે એમ. ડી. બળદેવભાઈ પટેલ નામના 3 શખ્શો વિરૂદ્ધ ફરિયાદ
  • સુધીરના ભાઇ સુનીલ પટેલે નોંધાવી ફરિયાદ
  • મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
રૂપિયા 75 લાખ માં અમેરિકા (America)જવાની લ્હાયમાં યુવકે 10 લાખ તો ગુમાવ્યા પણ યુવક પણ હાલ સંપર્ક વિહોણો થઈ ગયો છે. મહેસાણા (Mehsana) થી અમેરિકા ગયેલ યુવકનો હાલમાં સંપર્ક નહિ થતાં યુવકના ભાઈ એ 3 એજન્ટો વિરૂદ્ધ મહેસાણા તાલુકા પોલીસ (Police) મથકે ફરિયાદ નોંધાવી છે.
75 લાખમાં અમેરિકા મોકલવાની લાલચ આપી
મહેસાણા હેડુઆ રાજગર ખાતે રહેતા અનેહરિહર રેસ્ટોરન્ટ ચલાવતા સુધીર ભાઈ પટેલને અમેરિકા જવું હતું. તે મહેસાણા ખાતે રહેતો દિવ્યેશ કુમાર ઉર્ફ જોની મનોજ કુમાર પટેલ સંપર્કમાં આવ્યો હતો. જેને સુધીર પટેલ ને અમેરિકા મોકલવાની લાલચ આપી હતી. મહેસાણાનો દિવ્યેશ અમદાવાદના એજન્ટ શૈલેષ અને મહેન્દ્ર ઉર્ફ એમ.ડી બળદેવભાઈ પટેલ સાથે અમેરિકા મોકલવાનું કામ કરતો હતો. એજન્ટએ સુધીરનો વિશ્વાસ કેળવી અમેરિકા વર્ક પરમીટ પર મોકલવાની ખાતરી આપી હતી. તેમજ અમેરિકા કાયમી સ્થાયી થવા માટે 75,00,000 ખર્ચ થાય અને તેમાં રોકડા 20,00,000 આપવા પડશે તેમજ તમે સમાજના છો એટલે 10,00,000 રોકડા આપજો એમ કહી એજન્ટોએ કહી વિશ્વાસ કેળવ્યો હતો.
mahesana
એકાએક સુધીર પટેલનો ફોન બંધ
સુધીર પટેલે બે હપ્તે 10,00,000 એજન્ટ દિવ્યેશને આપ્યા હતાં. આ 10,00,000 સુધીર સગા સંબંધીઓ પાસેથી લાવ્યા હતા.15 ડિસેમ્બર 2022ના રોજ સુધીર ભાઈ મહેસાણા થી મુંબઈ પહોંચ્યા હતા.અને તેઓ સાથે અન્ય 8 લોકો એટલે કે કુલ 9 વ્યક્તિઓ પણ હોવાનું સામે આવ્યું છે. 12 જાન્યુઆરી 2023ના રોજ સુધીર પટેલે પોતાના ભાઈ સુનિલને મુંબઈ થી ફોન કરી કહ્યું કે આવતી કાલે સવારે નેધરલેન્ડ જવાનું છે. સુધીર પોતાના ભાઈ ને રોજ વિડિઓ કોલ પર વાત કરતા હતા. સુધીર પટેલ વોટસએપ કોલ પર પોતાના ભાઈ ને તમામ વિગતો આપતા હતા. તેઓ એમસ્ટરરડમ થી બપોરે 1.35 કલાકે પોર્ટ ઓફ સ્પેન પહોંચ્યા હતા. ત્યાંથી લુસીયા અને લુસીયા થી 20 જાન્યુઆરી 2023ના રોજ ડોમિનિકા ગયા હતા.
4 ફેબ્રુઆરી 2023 ના રોજ રાત્રે બે કલાકે સુધીર પટેલે પોતાન ભાઈ ને ફોન કર્યો હતોઅને ત્યારબાદ સુધીર ભાઈનો ફોન એકાએક બંધ થઈ ગયો હતો.
એજન્ટોએ ખોટી પાવતીઓ બતાવી સુનિલ ભાઈને છેતર્યા
સમગ્ર મામલે સુધીરના ભાઈ સુનિલે મહેસાણાના એજન્ટ દિવ્યેશ અને અન્ય એજન્ટ ન સમગ્ર મામલે જાણ કરી હતી.જોકે એજન્ટ સુનિલ પટેલને રોજ ગોળ ગોળ વાતો કરતા હતા. એજન્ટોએ સુધીરના ભાઈને જાણ કરી હતી કે વિદેશ ગયેલા લોકોને ડૉમીનિકાની પોલીસે પકડ્યા છે અને અમે તેમને છોડાવવાની કાર્યવાહી કરીયે છીએ.એજન્ટોએ સુનિલ પટેલ ને અંગ્રેજી સિવાય બીજી ભાષા માં બે ત્રણ કાગળ તેમજ પાવતીઓ બતાવી હતી. તેની ઝેરોક્ષ સુનિલને આપી હતી. એજન્ટો ખોટી ખોટી પાવતીઓ બતાવી સુનિલ ભાઈ ને પણ છેતરી રહ્યા હતા.અને તમારા ભાઈ ને છોડાવીશું તેવું આશ્વાસન આપ્યું હતું. બાદમાં એજન્ટોએ સુનિલ ને કહ્યું કે અમે સતત તમારા ભાઈ ને મુક્ત કરાવવાની કોશિશ કરી રહ્યા છીએ. અમદાવાદના એજન્ટ પણ આમાં કામ કરી રહ્યા છે.
પોલીસમાં ફરિયાદ
જોકે હાલમાં સુધીર પટેલ ક્યાં છે એ અંગે કોઈ ભાળ ન મળતા આખરે પરિવારજનોએ દિવ્યેશ ભાઈ ઉર્ફ જોની મનોજ કુમાર પટેલ, શૈલેષ ભાઈ પટેલ,મહેન્દ્ર ભાઈ ઉર્ફ એમ.ડી.બળદેવભાઈ પટેલ અને વિજય પટેલ ઉર્ફ મોટુ સામે છેતરપીંડી કરી ખોટા કાગળો ઉભા કરી વિશ્વાસ કેળવી 10,00,000 ની છેતરપીંડી કરી કલમ 420,406,114 અને 464,468 મુજબ ફરિયાદ નોંધવા મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ કરી છે.
Tags :
Advertisement

.

×