AAPA GIGA વિવાદ: વર્ષે 500 કરોડના ભ્રષ્ટાચાર મામલે આવ્યું મોટું નિવેદન
- Amreli AAPA GIGA ની જગ્યાના વિવાદ મામલે નવો વળાંક
- વિજય બાપુએ કૌભાંડીઓને કાઢ્યા તેથી તેમના પેટમાં દુખાવો છે
- વિજય બાપુ દ્વારા કોઇ ભ્રષ્ટાચાર નહી થયો હોવાનો આપા ગીગાના વંશજનો બચાવ
Amreli News : અમરેલીમાં આવેલા પ્રસિદ્ધ સતાધારમાં હાલ ગાદી વિવાદ ચાલી રહ્યો છે. જેમાં હાલના ગાદીપતિ વિજયબાપુ સામે અનેક પ્રકારના આક્ષેપો થઇ રહ્યા છે. વિજયગીરી બાપુ સામે કરોડો રૂપિયાની ઉચાપત સહિતના આક્ષેપો મંદિરના જ પૂર્વ વહીવટદાર નીતિન મોહનભાઇ ચાવડા દ્વારા કરવામાં આવ્યા છે. આ અંગેનો પત્ર તેમણે મુખ્યમંત્રીને પણ પાઠવ્યો છે.
પૂર્વ વહીવટદાર દ્વારા કરાયા હતા આક્ષેપ
પૂર્વ વહીવટદાર નીતીન ભાઇ દ્વારા કરાયેલા આક્ષેપો અનુસાર મંદિર પાસે કૂલ 1200-1300 વિઘા જમીન છે. જેની વાર્ષિક આવક 50 કરોડથી પણ વધારે છે. આ ઉપરાંત ધર્માદાની 100 કરોડ કરતા વધારે આવક છે. આ ઉપરાં બિનકાયદેસર 60 દુકાનો છે જેનું વાર્ષિક ભાડુ 2 થી 2.50 લાખ ભાડું છે. જો કે આ તમામ નાણાનો ગેરમાર્ગે ઉપયોગ થઇ રહ્યાનો આક્ષેપ પૂર્વ વહીવટદાર નીતીન ભાઇ ચાવડાએ લગાવ્યો છે.
આ પણ વાંચો : પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પુરૂષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની ઉંમરે મુંબઈમાં અવસાન
આપા ગીગાનો પરિવાર આવ્યો સામે
આ અંગે હવે આપા ગીગાના વંશજ મોટાભાઇ સવટ મીડિયા સામે આવ્યો છે. જેમાં તેમણે મહંત વિજય બાપુનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, છેલ્લા 20 વર્ષથી સતાધારના મહંત એક ષડયંત્રના ભાગ રૂપે ઇરાદા પૂર્વક લોકોને મોકલાઇ રહ્યા છે. સતાધારની રચના થઇ ત્યારથી વિવાદો ઉભા કરવામાં આવી રહ્યા છે. જો કે દરેક વિવાદમાં સતાધારના મહંતનો વિજય થયો છે. વિવાદ કરવા વાળા ખોટા છે. વિજયબાપુ એક પરિપક્વ સંત છે. પુજ્ય આપાગીગા બાદ સરમણ બાપુ, શાળમાજી બાપુ, જીવરાજ બાપુ વખતે પણ વિવાદો ઉભા કરવામાં આવ્યા હતા.
વિજય બાપુ વિવાદોથી પર છે
જો કે તેમણે કહ્યું કે, આવા વિવાદોથી આ જગ્યા વધારે પરિપક્વ અને મજબુત થાય છે. સતાધારનો મુળ મંત્ર જીવ માત્રની સેવાનો રહ્યો છે. વિજય બાપુના આવ્યા બાદ સતાધારનો વિકસ થયો છે. ગાદી વિકસી છે અને અનેક વિકાસના કામો થયા છે. શિક્ષિત મહંત આવવાથી વિકાસને વેગ મળ્યો છે. જો કે વિજય બાપુ જે પ્રકારે કડક હાથે કામલઇ રહ્યા છે તેના કારણે કેટલાક ભ્રષ્ટાચારીઓના હિત સંતોષાતા નથી. જેના કારણે આ લોકો હવે આક્ષેપો કરી રહ્યા છે. વિજય બાપુને ગાદીમાંથી હટાવે તેવી કોઇની તાકાત નથી.
આ પણ વાંચો : એન્જિનિયર અતુલ સુભાષના સુસાઈડ પર કંગનાએ કહ્યું- 99 ટકા પુરુષો..!
કૌભાંડીઓને કાઢ્યા તેઓ જ હવે કૌભાંડના આક્ષેપ કરે છે
અહીં જ પડ્યા પાથર્યા રહેતા લોકોને ઘરભેગા કરવામાં આવતા તેઓને હવે પેટમાં દુખાવો થઇ રહ્યો છે. ભ્રષ્ટાચાર હતો તો અત્યાર સુધી તમને ખબર નહોતી કે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. વિજયબાપુ મહંત પહેલા નાગાબાવા હતા. નાગા બાવા વિજયબાપુના ગુરુને પૂજ્ય મુક્તાનંદબાપુ, વલકુબાપુ, જીવરાજબાપુ એ વિનંતી કરી પછી એમના ગુરુએ સતાધારને સોંપ્યું છે. અત્યારે જે આક્ષેપો ચારિત્ર્ય વિશે કરો છો તે નાગાબાવા વિશે એ ક્યારેય ટકે નહીં તેવો પણ દાવો મોટાભાઇ સવટે કર્યો હતો. તેમણે કહ્યું કે, વિજયબાપુએ સતાધારમાં કોઈ આર્થિક વ્યવહાર કર્યો નથી. જેમના અમે સાક્ષીઓ છીએ. વિજયબાપુએ સતાધારમાં જે સાફસૂફી કરી તેનાથી જે પડ્યા પાર્થાયા રહેતા હતા, ખોટા ધંધા કરતા હતા, દુષણો ફેલાવતા હતા તેનો કંટ્રોલ વિજયબાપુએ મેળવી લીધો છે. સતાધારના પૈસે પૈસાવાળા થયા છે એમની યાદી અમારી પાસે છે. સતાધાર આપા ગીગા ના છઠ્ઠી પેઢીના વંશજ મોટાભાઈ સવટ મીડિયા સમક્ષ આવીને નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો : RAJKOT માં TRP ગેમઝોનકાંડ કરતા પણ મોટો કાંડ! ફરી એકવાર ઢાંકપીછોડાના પ્રયાસો