ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ABVP : સુરતમાં 6 થી 9 જૂન દરમિયાન યોજાશે ABVP ની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક

ABVP : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક તા. 6-7-8-9 જૂનના રોજ માહેશ્વરી ભવન, પરવત પાટિયા, સુરત ખાતે યોજાવા જઈ રહી છે. રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગામી કાર્યક્રમો, રાષ્ટ્રીય શૈક્ષણિક વિષયો અને સામાજિક...
03:43 PM May 27, 2024 IST | Vipul Pandya
ABVP : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક તા. 6-7-8-9 જૂનના રોજ માહેશ્વરી ભવન, પરવત પાટિયા, સુરત ખાતે યોજાવા જઈ રહી છે. રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગામી કાર્યક્રમો, રાષ્ટ્રીય શૈક્ષણિક વિષયો અને સામાજિક...
surat abvp

ABVP : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક તા. 6-7-8-9 જૂનના રોજ માહેશ્વરી ભવન, પરવત પાટિયા, સુરત ખાતે યોજાવા જઈ રહી છે. રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગામી કાર્યક્રમો, રાષ્ટ્રીય શૈક્ષણિક વિષયો અને સામાજિક વિષયો પર ચર્ચા ચિંતન થશે. આ બેઠક‌માં સમગ્ર ભારતભર‌માંથી બધા જ રાજ્યોમાંથી વિધાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

સમગ્ર દેશમાંથી વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓ સુરત આવશે

આ રાષ્ટ્રીય કારોબારી બેઠક શરૂ થયા પહેલા, વિદ્યાર્થી પરિષદના વિવિધ સમૂહની બેઠકો તા. ૧ થી ૫ જુન સુધી યોજાશે, જેમા સંગઠનના વિવિધ સ્તરના કાર્યકર્તાઓની બેઠકો પણ થશે. સમગ્ર દેશમાંથી વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓ સુરત આવનાર હોઈ ત્યારે સુરત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો ની ઉપસ્થિતિમાં 6 જુનના રોજ 'નાગરીક સત્કાર સમારંભ' યોજાશે, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ દ્વારા આ કાર્યક્રમનો ઉત્સવ જેવો માહોલ રહેશે.

surat abvp

સામાજિક, શૈક્ષણિક અને સંગઠનાત્મક વિષયો પર ચર્ચા અને ચિંતન

7 જુનના રોજ રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક ઉદઘાટન સત્ર સાથે પ્રારંભ થશે. સમગ્ર દેશના વિધાર્થી પ્રતિનિધિઓ સામાજિક, શૈક્ષણિક અને સંગઠનાત્મક વિષયો પર ચર્ચા અને ચિંતન કરશે. ત્રિદિવસીય આ બેઠક‌મા શૈક્ષણિક અને સામાજિક વિષયો અને પ્રશ્નોના સમાધાન હેતુ પ્રસ્તાવો પારિત કરવામાં આવશે અને પરિષદ કાર્ય ની આગામી યોજનાઓ પણ નક્કી કરવામાં આવશે.

'Best from Waste' નો સંદેશ

અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, "ગુજરાતની પવિત્ર ભૂમિ પર રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠકના આયોજન અને પ્રતિનિધિઓના સ્વાગત હેતુ અભાવિપ ગુજરાત ના કાર્યકર્તાઓ છેલ્લા મહિના થી તૈયારીઓમાં લાગેલા છે. અભાવિપ એક જવાબદાર છાત્ર સંગઠન ની ફરજ હંમેશથી ભજવતું આવ્યું છે ત્યારે, રાષ્ટ્રીય કારોબારી બેઠકના ભવ્ય આયોજનમાં પર્યાવરણને નુકશાન થતું અટકાવવા આ બેઠકમાં પ્લાસ્ટિકનો શૂન્ય વપરાશ અને કાગળ નો ન્યુનતમ વપરાશ થાય તેવા પ્રયાસો કરશે. ગુજરાતના વિવિધ શૈક્ષણિક પરિસરો માંથી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ એ 1500 થી વધુ જીન્સના પેન્ટ એકત્રિત કરી, તેના 1000 બેગ સુરતના એક મહિલા ગૃહ ઉદ્યોગમાં બનાવડાવી પ્રતિનિધિઓને આપવામાં આવશે, જેના થકી 'Best from Waste' નો સંદેશ સમાજને આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે."

આ પણ વાંચો---- Takshashila fire : ન્યાયને ઝંખી રહેલા પીડિતો…!

Tags :
ABVPABVP activistsakhil bhartiya vidhyarthi parishadCouncil meetingEco-Friendly NECGujaratGujarat FirstIndiaPaperless NECPlastic Free NECSurat
Next Article