Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ACCIDENT : ચોટીલા-રાજકોટ હાઇવે પર સર્જાયો જીવલેણ અકસ્માત, ત્રણ લોકોના મોત

ચોટીલા-રાજકોટ હાઇવે પર અકસ્માતમાં 3 લોકોના મોત ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ કાર સાથે અથડાઈ આપા ગીગાના ઓટલા પાસે અકસ્માત સર્જાયો અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ લોકોના મોત પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી CHOTILA - RAJKOT HIGHWAY ACCIDENT...
accident   ચોટીલા રાજકોટ હાઇવે પર સર્જાયો જીવલેણ અકસ્માત  ત્રણ લોકોના મોત
Advertisement
  • ચોટીલા-રાજકોટ હાઇવે પર અકસ્માતમાં 3 લોકોના મોત
  • ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ કાર સાથે અથડાઈ
  • આપા ગીગાના ઓટલા પાસે અકસ્માત સર્જાયો
  • અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ લોકોના મોત
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

CHOTILA - RAJKOT HIGHWAY ACCIDENT : ચોટીલા - રાજકોટ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માતની ( ACCIDENT ) ઘટના સામે આવી છે. આ જીવલેણ અકસ્માતમાં ( ACCIDENT ) 3 લોકોના મોત નિપજ્યાં હતા. આ અકસ્માત ( ACCIDENT ) ગત મોડી રાત્રે એમ્બ્યુલન્સ કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના સામે આવ્યા બાદ પોલીસ તરત જ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તેમણે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ચોટીલા-રાજકોટ હાઇવે પર ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ (ઇકો કાર) મોડી રાત્રે ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આપા ગીગાના ઓટલા પાસે સર્જાયેલ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલક અને બે મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા. આ જીવલેણ અને કરૂણ અકસ્માતમાં પ્રાપ્ત અહેવાલ અનુસાર એમ્બ્યુલન્સ જ્યારે ચોટીલાથી દર્દીઓ લઈને રાજકોટ તરફ જઈ રહી હતી તે સમય દરમિયાન સર્જાયો હતો. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સ ચાલકની સાથે સાથે અન્ય 2 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા.

Advertisement

મૃતક નામ:
૧. વિજયભાઈ બાવળીયા ઉ. વ. 39 (એમ્બ્યુલન્સ ચાલક)
૨. પાયલબેન મકવાણા ( ઉંમર વર્ષ 18)
૩. ગીતાબેન મીયાત્રા (ઉંમર વર્ષ 45)

અકસ્માતની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને પોલીસ દ્વારા હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : રાજ્યભરમાં વધી ગરમી, 4 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર

Tags :
Advertisement

.

×