ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરત મહાનગરપાલિકાની કાર્યવાહી, ફૂડ કોર્ટ સીલ કર્યું

અહેવાલ : આનંદ પટણી સુરત મહાનગરપાલિકાના રિઝર્વ પ્લોટ પર અડાજણ વિસ્તારમાં લા મેલા નામની એક ફૂડ કોર્ટ બનાવવામાં આવી હતી. જો કે ફૂડ કોર્ટ ભાડે લેનારે પેટા ભાડુઆતો આ ફૂડ કોર્ટમાં અલગ અલગ દુકાનો શરૂ કરી હતી. જોકે ભાડે લેનારે...
03:25 PM May 03, 2023 IST | Dhruv Parmar
અહેવાલ : આનંદ પટણી સુરત મહાનગરપાલિકાના રિઝર્વ પ્લોટ પર અડાજણ વિસ્તારમાં લા મેલા નામની એક ફૂડ કોર્ટ બનાવવામાં આવી હતી. જો કે ફૂડ કોર્ટ ભાડે લેનારે પેટા ભાડુઆતો આ ફૂડ કોર્ટમાં અલગ અલગ દુકાનો શરૂ કરી હતી. જોકે ભાડે લેનારે...

અહેવાલ : આનંદ પટણી

સુરત મહાનગરપાલિકાના રિઝર્વ પ્લોટ પર અડાજણ વિસ્તારમાં લા મેલા નામની એક ફૂડ કોર્ટ બનાવવામાં આવી હતી. જો કે ફૂડ કોર્ટ ભાડે લેનારે પેટા ભાડુઆતો આ ફૂડ કોર્ટમાં અલગ અલગ દુકાનો શરૂ કરી હતી. જોકે ભાડે લેનારે 12 લાખ જેટલી રકમનું ભાડું પાલિકાને ન ચૂકવતા આખરે પાલિકાએ આ ફૂડ કોર્ટને સીલ કરી છે.

સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયા જાટક છે. ત્યારે આવકના નવા નવા સ્ત્રોત ઊભા કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પાલિકાની જગ્યાઓ ભાડે આપીને આવક ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં સુરત મહાનગર પાલિકાના રિઝર્વેશનનો પ્લોટ પાલિકાએ ફૂડ કોર્ટ માટે ભાડે આપ્યો હતો પરંતુ આ પ્લોટ ભાડે લઈને પેટા ભાડુઆત મૂકી લા મેલા નામની ફૂડ કોર્ટ શરૂ કરી દીધી હતી. જોકે ત્યારબાદ પ્લોટ ભાડે લેનાર વ્યક્તિ દ્વારા પાલિકાને ભાડું ચૂકવવામાં આવ્યું ન હતું. ફૂડ કોર્ટ ભાડે લેનારે ભાડા માટે 12 લાખનો એક ચેક પણ આપ્યો હતો પરંતુ આ ચેક બાઉન્સ થયા બાદ 45 દિવસની વધારાની મુદ્દત ભાડું ભરવા માટે આપવામાં આવી હતી પરંતુ પ્લોટ ભાડે લેનારે ભાડું ન ભરતા અંતે પાલિકા દ્વારા આ પ્લોટને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 10ના વોર્ડ પ્રમુખ સુરેશ પટેલ દ્વારા આ ફૂડ કોર્ટ ભાડે રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જગ્યા પર લા મેલા નામની એક ફૂડ કોર્ટ શરૂ કરી પેટા ભાડુઆત મૂકવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2022થી સુરેશ પટેલ દ્વારા ફૂડ કોર્ટનું ભાડું સુરત મહાનગરપાલિકાને ચૂકવવામાં આવ્યું ન હતું અને માર્ચ 2023માં બાકી નીકળતાં નાણાનો છે કે સુરેશ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો. આ ચેક બાઉન્સ થતાં રાંદેર ઝોનના અધિકારી દ્વારા સુરેશ પટેલના બાબતે જાણ કરવામાં આવી હતી અને ચેક બાઉન્સ થયા બાદ પણ ભાડાની રકમ ભરવા માટે મુદત આપવામાં આવી હતી.

સુરેશ પટેલે ભાડું ભરવામાં આનાકાની કરતા આખરે મહાનગરપાલિકા દ્વારા આ ફૂડ કોર્ટ સીલ કરવામાં આવ્યું છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે આ પ્લોટની ભાડાની મુદત 27 તારીખે પૂર્ણ થઈ ગઈ છે છતાં 11,71,309 રૂપિયા ભાડું બાકી છે. મહત્વની વાત છે કે સ્થાયી સમિતિ ચેરમેન દ્વારા પડતર પ્લોટોથી પાલિકાને આવક થાય તે માટે આ પ્લોટને ટૂંકી મુદ્દતે ભાડે આપવાનો નિર્ણય કરાયો હતો. જો કે મળતીયાઓને આ પ્લોટો ફાળવવામાં આવતા હોવાની પણ એક ચર્ચા ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, લા મેલા ફૂડ કોર્ટ અગાઉ બે વખત સીલ મારવામાં આવ્યું હતું.

Tags :
food courtGujaratMunicipalitySurat
Next Article