ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'Action' plan on pollution : મુખ્યમંત્રીની સૂચનાથી રાજ્યભરમાં પ્રદૂષણ વિરોધી ઝુંબેશ

શિયાળાની શરૂઆત થતાં જ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા હવા પ્રદૂષણના સ્તરને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તાજેતરમાં રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચા થઈ હતી. હવા પ્રદૂષણની ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક એલર્ટ થવા અને પ્રદૂષણને અટકાવવા માટે વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કરવા ઉચ્ચ અધિકારીઓને કડક સૂચના આપી હતી
05:28 PM Dec 06, 2025 IST | Kanu Jani
શિયાળાની શરૂઆત થતાં જ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા હવા પ્રદૂષણના સ્તરને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તાજેતરમાં રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચા થઈ હતી. હવા પ્રદૂષણની ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક એલર્ટ થવા અને પ્રદૂષણને અટકાવવા માટે વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કરવા ઉચ્ચ અધિકારીઓને કડક સૂચના આપી હતી

Action' plan on pollution : શિયાળાની શરૂઆત થતાં જ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા હવા પ્રદૂષણના સ્તરને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ(CM Bhupendra Patel)ના અધ્યક્ષસ્થાને તાજેતરમાં રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચા થઈ હતી. હવા પ્રદૂષણની ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક એલર્ટ થવા અને પ્રદૂષણને અટકાવવા માટે વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કરવા ઉચ્ચ અધિકારીઓને કડક સૂચના આપી હતી.

Action' plan on pollution-શહેરી વિકાસ વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી

મુખ્યમંત્રીશ્રીની સૂચનાને પગલે શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રીએ તાત્કાલિક રાજ્યની તમામ ૧૭ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ અને ૬ પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશનરશ્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં શહેરી વિસ્તારોમાં ચાલતી બાંધકામની સાઈટ્સ પર પ્રદૂષણ નિયંત્રણના પગલાં લેવા માટે તાત્કાલિક ધોરણે ઈન્સ્પેક્શનની કામગીરી શરૂ કરવા આદેશ અપાયો હતો.

બેઠક પૂરી થયા બાદ મહાનગરપાલિકાઓએ યુદ્ધના ધોરણે સાઈટ ઈન્સ્પેક્શનની કામગીરી શરૂ કરી દીધી હતી.

Action' plan on pollution-માત્ર ત્રણ દિવસમાં ૨,૬૦૦થી વધુ સાઈટનું ઈન્સ્પેક્શન

વિભાગ દ્વારા અપાયેલી સૂચનાના માત્ર ત્રણ જ દિવસમાં મહાનગરોમાં ચાલુ હોય તેવી કુલ ૨,૯૬૧ બાંધકામ સાઈટ પૈકી ૨,૬૦૦થી વધુ સાઈટનું ઈન્સ્પેક્શન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ ઝડપી કાર્યવાહીમાં જૂની ૦૮ મહાનગરપાલિકાની ૧,૩૦૩ સાઈટ અને નવી ૦૯ મહાનગરપાલિકાની ૧,૩૦૦ સાઈટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, નગરપાલિકાઓની કચેરી હેઠળની ૭૭૧ માંથી તમામ સાઈટનું ઈન્સ્પેક્શન પણ પૂર્ણ કરાયું છે.

નિયમ ભંગ બદલ ₹૧.૨૩ કરોડથી વધુનો દંડ

આ ઝુંબેશરૂપ ઈન્સ્પેક્શન દરમિયાન પ્રદૂષણ નિયંત્રણ માટે પૂરતી તકેદારી ન રાખનારી બાંધકામ સાઈટ્સ સામે આકરાં પગલાં લેવાયા છે:

આ કાર્યવાહીમાં જૂની ૦૮ મહાનગરપાલિકાની ૫૦૬ સાઈટને દંડ કરીને ₹૧૨૨.૮૨ લાખ પેનલ્ટી વસૂલવામાં આવી છે, જ્યારે નવી ૦૯ મહાનગરપાલિકાની ૩૫ સાઈટને દંડ કરીને ₹૧.૦૫૮ લાખ પેનલ્ટી વસૂલવામાં આવી છે.

મુખ્યમંત્રીની સૂચનાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને, હાલમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા દૈનિક ધોરણે આ બાબતની સમીક્ષા તથા સઘન મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે, જેથી પ્રદૂષણ નિયંત્રણના પગલાં લાંબાગાળે અસરકારક સાબિત થાય.

આ પણ વાંચો : Narmada: સરદાર પટેલની 150મી એકતા પદયાત્રાનું આજે સમાપન

Tags :
Action' plan on pollutionCM Bhupendra PatelPollution
Next Article