અભિનેતા Aamir Khan એકતાનગર પહોંચ્યા, સરદાર સાહેબની વિશાળ પ્રતિમા નિહાળી અભિભૂત થયા
- અભિનેતા Aamir Khan એકતાનગરની મુલાકાતે
- સરદાર સાહેબની વિશાળ પ્રતિમા નિહાળી અભિભૂત થયાં અભિનેતા
- સરદાર સાહેબમાંથી પ્રેરણા અને દિશા મળે છે : આમિર ખાન
- પ્રજાસત્તાક પર્વની ઉજવણી, આમિર ખાને રાષ્ટ્રધ્વજને સલામી આપી
એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનાં સાંનિધ્યમાં ઉજવાયેલા 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બોલિવૂડનાં જાણીતા અભિનેતા આમિર ખાન (Aamir Khan) સહભાગી બન્યા હતા. તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં (Statue of Unity) સમગ્ર પરિસરની મુલાકાત લઇ સરદાર સાહેબને ભાવવંદના કરી હતી.
ખાદીનાં ફેશનેબલ વસ્ત્રો ધારણ કરી આવેલા આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પરિસરમાં ચેરમેન મુકેશ પૂરીનાં હસ્તે થયેલા ધ્વજવંદનમાં સહભાગી બની રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક સલામી આપી હતી. ઉજવણીમાં ભાગ લઇ રહેલા સીઆઇએસએફની પ્લાટૂન સાથે તેમણે તસવીરો પણ ખેંચાવી હતી. તેઓ તેમના ચાહકોને પણ મળ્યા હતા.
બાદમાં તેઓ પ્રદર્શન ગેલેરી નિહાળવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભારતનાં એકીકરણ અને તેમાં પડેલી મુશ્કેલીઓને સરદાર સાહેબે કુનેહપૂર્વક તેને કેવી રીતે પાર પાડી હતી, તે સહિતની બાબત જાણી હતી. ઉપરાંત, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું કેવી રીતે નિર્માણ થયું ? એની માહિતી આમિર ખાનને (Aamir Khan) આપવામાં આવી હતી. અહીં તેમણે એકતા સંકલ્પ પણ લીધો હતો. તેમણે વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમને (Sardar Sarovar Dam) પણ નિહાળ્યો હતો. આ તકે એસઓયુ પરિસરનાં અધિકારીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આમિર ખાને પરિસર સ્થળમાં બેસી સરદાર સાહેબના જીવની પરનાં પુસ્તકનું વાંચન કર્યું હતું. તેમણે પિન્ક રિક્ષામાં બેસી વિશ્વ વનની મુલાકાત લીધી હતી અને અહીં તેમણે કેસુડાનો છોડ રોપ્યો હતો. વિશ્વ વન પરિસરમાં તેમને ખાટી ભિંડીનું સરબત, બાજરી અને મકાઇનાં થેપલા, મકાઇનાં મુઠિયા અને ચૂરમાનાં લાડુનું ભોજન પીરસવામાં આવ્યું હતું. માધ્યમો સાથેની વાચચીતમાં આમિર ખાને (Aamir Khan) પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, ભારતમાં પ્રાચીન સ્થળો તો અનેક છે, પણ આવું મોર્ડન સ્થળ પ્રથમ વખત જોયું છે. રાષ્ટ્રીય પર્વનાં દિવસે (76th Republic Day) જ અહીં આવી શક્યો એ માટે મારી જાતને ભાગ્યશાળી માનું છું અને સરદાર સાહેબને વંદન કરૂ છું.
આ પણ વાંચો - Ahmedabad : બાવડામાં ગત રાતે ઘરમાં લાગી વિકરાળ આગ, ઘરવખરી-રોકડ-દાગીના બળીને ખાખ
આવી વિશાળ પ્રતિમાને સાકાર કરવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) આભાર માનું છું. આ પ્રતિમાને પહેલી વખત જોઇ ત્યારે રોમાંચિત થઇ ગયો હતો અને મારા રૂંવાટા ઊભા થઇ ગયા હતા. દેશનાં દરેક વ્યક્તિએ આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઇએ. મારા દાદા મૌલાના આઝાદ (Maulana Azad) પણ એક સ્વાતંત્ર્ય સેનાની હતા. આઝાદી માટે દેશનાં નાગરિકોએ કેવા સંઘર્ષો કર્યા, તેનો ખ્યાલ આ પરિસરની મુલાકાતથી આવી શકે છે. હું મારા બાળકોને લઇ ફરી અહીં આવીશ. અહીંની મુલાકાતથી સરદાર સાહેબ વિશે જાણવા, વાંચવા મળશે અને તેનાથી પ્રેરણા, નવી દિશા મળે છે.
આ પણ વાંચો - Gondal તાલુકા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ પાટીદડ ગામ ખાતે યોજાયો, આ લોકોનું સન્માન કરવામાં આવ્યું
તેમણે વધુમાં જણાવ્યું કે, અહીંનું વાતાવરણ અદ્દભૂત છે. હું આ વિસ્તારમાં ઘણી વખત આવી ચૂક્યો છું. આટલા દાયકામાં ઘણા પરિવર્તન આવ્યા છે. વડોદરા (Vadodara) પણ બહું વિશાળ થઇ ગયું છે. મોર્ડર્ન શહેર બની ગયા છે. ગુજરાત હિસ્ટોરિકલ પ્રાંત છે. સાથે, અહીં કુદરતી સૌંદર્ય પણ ભરપૂર છે. ફિલ્મોદ્યોગનું કામ અહીં થતું રહ્યું છે અને હજુ પણ ફિલ્મ શૂટ થઇ રહી છે. ગુજરાત અદ્દભૂત રાજ્ય છે, ફિલ્મોદ્યોગ માટે અહીં વિશાળ તકો રહેલી છે. અભિનેતા આમિર ખાનની (Aamir Khan) આ મુલાકાત વેળાએ ધારાસભ્ય દર્શનાબેન દેશમૂખ, સીઇઓ ઉદિત અગ્રવાલ, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માધુ સહિતનાં અધિકારીઓ જોડાયા હતા.
આ પણ વાંચો - Bhavnagar: બુટલેગરના ત્રાસથી નિર્દોષ વ્યક્તિએ આત્મહત્યા કરી, તળાજા પોલીસની કામગીરી ઉપર ઊઠ્યા સવાલ