Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Adani Group ની કંપનીઓએ ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં આજ સુધીનો સૌથી મોટો Capex નોંધાવ્યો

અદાણી પોર્ટફોલિયોએ નાણા વર્ષ-26માં રૂ. 1,52,967 કરોડનો ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો કોર્પોરેટ મૂડીખર્ચ નોંધાવ્યો છે. ગ્રુપનો કુલ એબિડટા રૂ. 94,834 કરોડની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો છે. નવી મુંબઈ એરપોર્ટ, ગંગા એક્સપ્રેસવે અને ખાવડા બેટરી સ્ટોરેજ જેવા મોટા માળખાકીય પ્રોજેક્ટ્સ કાર્યરત થવાથી ગ્રુપની કુલ અસ્કયામતો વધીને રૂ. 7,85,098 કરોડ થઈ છે.
adani group ની કંપનીઓએ ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં આજ સુધીનો સૌથી મોટો capex નોંધાવ્યો
Advertisement

Adani Capex Record: ભારતના અગ્રણી માળખાકીય અને ઉપયોગીતા જૂથ અદાણી પોર્ટફોલિયો (Adani Portfolio) દ્વારા નાણાકીય વર્ષ-2026 (FY26) ના વાર્ષિક પરિણામોનો ક્રેડિટ સારાંશ બહાર પાડવામાં આવ્યો છે. અદાણી સમૂહની કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં આજ સુધીનો સૌથી મોટો મૂડીખર્ચ (Capex) નોંધાવીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. નાણા વર્ષ-26 માં સમૂહે કુલ રૂ. 152,967 કરોડ (16.1 અબજ ડોલર) નો વિક્રમી મૂડીખર્ચ કર્યો છે. આ જંગી રોકાણ સાથે ગ્રુપની કુલ સંપત્તિનો આધાર વધીને રૂ. 785,098 કરોડ (82.8 અબજ ડોલર) પર પહોંચી ગયો છે.

સર્વકાલીન ઉચ્ચ એબિડટા મજબૂત 

સર્વકાલીન ઉચ્ચ એબિડટા (EBITDA) અને મજબૂત નાણાકીય સ્થિતિ આ નાણાકીય વર્ષ દરમિયાન અદાણી પોર્ટફોલિયોનો કુલ એબિડટા (EBITDA) વાર્ષિક ધોરણે 5.6% ના વધારા સાથે રૂ. 94,834 કરોડ (10 અબજ ડોલર) ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. સમૂહના 'કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર' (Core Infrastructure) પ્લેટફોર્મનો આ કમાણીમાં સિંહફાળો એટલે કે 87% રહ્યો છે. રેટિંગ્સમાં સતત સુધારાને કારણે કંપનીના કરજનો ખર્ચ ઘટ્યો છે, જે નાણાકીય વર્ષ-19 માં 10.3% હતો તે ઘટીને નાણાકીય વર્ષ-26 માં 7.8% થઈ ગયો છે. અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (Adani Enterprises Ltd.) એ રાઇટ્સ ઇશ્યૂ દ્વારા રૂ. 24,930 કરોડ ઊભા કરીને પોતાની ઇક્વિટી વધુ મજબૂત કરી છે. માર્ચ 2026 ના અંતે ગ્રુપ પાસે રૂ. 55,852 કરોડનું રોકડ બેલેન્સ ઉપલબ્ધ હતું.

Advertisement

Adani Capex Record_GUJARAT_FIRST

Advertisement

કી-પ્રોજેક્ટ્સ અને વ્યૂહાત્મક સંપત્તિઓ કાર્યરત

નાણાકીય વર્ષ 26 દરમિયાન અદાણી ગ્રુપના અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક શરૂ થયા છે, જે આગામી સમયમાં મજબૂત રોકડ પ્રવાહ આપશે. મુખ્ય પ્રોજેક્ટ્સની વિગત નીચે મુજબ છે:

  • ગ્રીન એનર્જી: અદાણી ગ્રીન એનર્જી લિ. (Adani Green Energy Ltd.) ની કાર્યકારી ક્ષમતા વધીને 19.3 ગીગાવોટ થઈ છે. ખાવડા (Khavda) ખાતે કાર્યરત વિશ્વની સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) ની ક્ષમતા પ્રતિ કલાક 3.37 ગીગાવોટ પર પહોંચી છે.

  • એવિએશન અને રોડ ટ્રાન્સપોર્ટ: નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Navi Mumbai International Airport) અને ગુવાહાટી ટર્મિનલ (Guwahati Terminal) કાર્યરત થયા છે. આ સાથે એપ્રિલ 2026 માં ભવ્ય ગંગા એક્સપ્રેસવે (Ganga Expressway) પ્રોજેક્ટ પણ શરૂ કરી દેવાયો છે.

  • મેટલ ઉદ્યોગ: પ્રાઇમરી ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં મોટો પ્રોગ્રેસ કરતા માર્ચ-2026 માં નવો કોપર સ્મેલ્ટર (Copper Smelter) પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે.

Adani Capex Record_GUJARAT_FIRST

Adani Capex Record: વિવિધ સેક્ટર્સનું શાનદાર પ્રદર્શન

અદાણી પોર્ટ્સ (APSEZ) એ આ વર્ષે 500.8 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું ઐતિહાસિક પરિવહન કર્યું છે, જે 11% નો વાર્ષિક ગ્રોથ દર્શાવે છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા (Australia) ના NQXT નું હસ્તાંતરણ પૂર્ણ કરાયું છે. સિમેન્ટ બિઝનેસમાં અંબુજા સિમેન્ટ્સ (Ambuja Cements) દ્વારા ઓરિએન્ટ સિમેન્ટ (Orient Cement) નું સંપાદન કરાતા વેચાણ વોલ્યુમમાં 16.1% નો વધારો નોંધાયો છે. પાવર સેક્ટરમાં અદાણી પાવર (Adani Power) નો પ્લાન્ટ લોડ ફેક્ટર 67% રહ્યો છે. વીજ વિતરણ ક્ષેત્રે અદાણી એનર્જી સોલ્યુશન્સે (Adani Energy Solutions) 1 કરોડ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવાનો મોટો માઈલસ્ટોન પાર કર્યો છે.

આ પણ વાંચો: S-400 Sudarshan Deal : હવે દુશ્મનોની ખેર નહીં, ભારતમાં આવી પહોંચ્યું S-400 સુદર્શનનું ચોથું સ્ક્વોડ્રન

Tags :
Advertisement

.

×