VADODARA : બોટકાંડમાં દોષિત પાલિકાના એન્જિનિયરને આજીવન પેન્શન કાપની સજા
VADODARA : વડોદરામાં 18, જાન્યુઆરી - 2024 ના રોજ હરણી બોટકાંટની (HARNI BOAT ACCIDENT - VADODARA) ગોઝારી ઘટના બની હતી. આ ઘટનામાં ન્યુ સનરાઇઝ શાળાના 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો મળીને 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ઘટનાને એક વર્ષ પૂર્ણ થવાને એક સપ્તાહ જેટલો સમય બાકી છે. ત્યારે આ મામલે પાલિકા દ્વારા તત્કાલિન કાર્યપાલક ઇજનેર અને તાજેતરમાં રીટાયર્ડ થયેલા રાજેશ ચૌહાણ દોષિત હોવાનું ઠરતે તેની સામે આકરા પગલાં લેવાયા છે. મ્યુનિસિપલ કમિશનરે તેઓના પેન્શનમાં દર મહિને રૂ. 5 હજારનો આજીવન કાપ કરવાનો હુકમ કર્યો છે. જેને પગલે પાલિકાની લોબીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પેન્શન કાપની શિક્ષાનો હુકમ કર્યો
હરણી લેક ઝોનમાં લાયસન્સની પરવાનગી આપવી, ક્વોલીફાઇડ માણસો રાખવા, સુવિધાઓની તપાસ, સીસીટીવી તથા અન્ય અનેક મહત્વની બાબતો અંગેની જવાબદારી તત્કાલિન કાર્યપાલક એન્જિનિયર રાજેશ ચૌહાણની હતી. જેની નિભાવણીમાં તેમણે નિષ્કાળજી રાખી હોવાનું તપાસમાં પુરવાર થયું હતું. જે બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા જીસીએઆર (પેન્શન) ના નિયમ 2002 મુજબ પ્રતિમાસ રૂ. 5 હજારને પેન્શન કાપની આજીવન શિક્ષા કરવા અંગે ખુલાસો માંગતી નોટીસ ઇશ્યું કરી હતી. જેની સામે એન્જિનિયરે તેનો જવાબ આપ્યો હતો. આખરે મ્યુનિસિપલ કમિશનરે પ્રતિમાસ આજીવન રૂ. 5 હજારના પેન્શન કાપની શિક્ષાનો હુકમ કર્યો હતો.
ઘટના અંગે કરેલો ખુલાસો પાછળથી ખોટો નીકળ્યો
આ હુકમ 10 દિવસ પહેલા કરી દેવામાં આવ્યો છે. પરંતુ તેની વિગતો તાજેતરમાં સપાટી પર આવવા પામી છે. જેને પગલે પાલિકાની લોબીમા ખળભળાટ મચી જવા પામ્યો છે. એટલું જ નહીં રાજેશ શાહે વર્ષ 2024 માં આ ઘટના અંગે કરેલો ખુલાસો પાછળથી ખોટો નીકળ્યો હોવાનું પણ સપાટી પર આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ટુંક સમયમાં ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે, ત્યારે આજે પણ પરિવાર ન્યાયની આશા રાખી રહ્યું છે. પાલિકા દ્વારા પૂર્વ અધિકારી પર લેવાયેલાં પગલાં કાર્યવાહીની શરૂઆત ગણવામાં આવે છે. આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિ.માં મહિલાની છેડતીનો પ્રયાસ