Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'પૈસા આપો માર્કશીટ લઈ જાઓ' ગુજરાતના શિક્ષણ જગતનું વધુ એક કૌભાંડ ઉજાગર થયું

(અહેવાલ : કિશનસિંહ રાઠોડ) ગુજરાતના શિક્ષણ જગતને હચમચાવી દેતા પેપરલીકની ઘટના તથા ડમી ઉમેદવારની ઘટના હજુ ઠરી નથી ત્યાં વધુ એક શિક્ષણ જગતના કૌભાંડ સામે આવ્યું છે. ખેડા જિલ્લામાંથી સમગ્ર રાજયને‌ હચમચાવી મુકતુ બોગસ‌ માર્કશીટ અને સર્ટીફીકેટનુ કૌભાંડ બહાર આવ્યું...
 પૈસા આપો માર્કશીટ લઈ જાઓ  ગુજરાતના શિક્ષણ જગતનું વધુ એક કૌભાંડ ઉજાગર થયું
Advertisement

(અહેવાલ : કિશનસિંહ રાઠોડ)

ગુજરાતના શિક્ષણ જગતને હચમચાવી દેતા પેપરલીકની ઘટના તથા ડમી ઉમેદવારની ઘટના હજુ ઠરી નથી ત્યાં વધુ એક શિક્ષણ જગતના કૌભાંડ સામે આવ્યું છે. ખેડા જિલ્લામાંથી સમગ્ર રાજયને‌ હચમચાવી મુકતુ બોગસ‌ માર્કશીટ અને સર્ટીફીકેટનુ કૌભાંડ બહાર આવ્યું છે.

Advertisement

આર્થિક ફાયદા માટે સર્ટિફિકેટનો વેપાર
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક વ્યક્તિને દબોચી સમગ્ર કૌભાંડ પરથી પડદો ઉચક્યો છે. SSC, HSC સહિત અન્ય ફીલ્ડના દેશની નામાંકિત સરકારી શૈક્ષણિક સંસ્થાઓના બોગસ‌ માર્કશીટો અને‌ સર્ટીફીકેટ મળી આવ્યા છે. જેમાં ઠાસરાના નેસ, ઉમરેઠના થામણા અને ઉત્તરપ્રદેશના શખ્સ સામે ગુનો નોંધાયો‌ છે. આ પૈકી ઠાસરાના નેસના યુવાનની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

કડક પુછપરછમા કિરણ ભાંગી પડ્યો અને આ માર્કશીટો ફર્જી હોવાની કબૂલાત કરી
ખેડા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માણસોએ ચોક્કસ બાતમીના આધારે ગતરોજ ગુરુવારે જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં સરકારી દવાખાના પાસેથી એક શંકાસ્પદ ઈસમને ઝડપી લીધો હતો.‌ જેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ કિરણભાઇ પ્રતાપભાઇ ચાવડા (ઉ.વ.23 રહે. નેશ, તા.ઠાસરા) હોવાનું જણાવ્યું હતું.‌ તેની પાસે રહેલી એક બેગમાંથી શંકાસ્પદ માર્કશીટો અને કોલેજ પાસ કરેલાના સર્ટિફિકેટ મળી આવતાં પોલીસે આ કિરણને રાઉન્ડ અપ કરી પુછપરછ હાથ ધરી હતી. કડક પુછપરછમાં કિરણ ભાંગી પડ્યો અને આ માર્કશીટો અને સર્ટીફીકેટ ફર્જી હોવાની કબૂલાત કરી હતી.

SSC, HSC, B.A., B.com., B.C.A.ની કુલ 60 બોગસ માર્કશીટ સર્ટીફીકેટ મળ્યા
તો વધુ પુછપરછમાં આ કિરણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેના રહેણાંક મકાનમાં પણ આ રીતના અલગ અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાના ડુપ્લીકેટ સર્ટીફીકેટ છે. જેથી પોલીસે ઘરે જઈને તપાસ કરતાં આ રીતના બનાવટી સર્ટીફીકેટ અને માર્કશીટો મળી આવી હતી. જેમાં SSCના માર્કસીટ, પ્રોવિઝન સર્ટિફીકેટ, માઇગ્રેસને સટીફીકેટ કુલ- 39 તથા HSCના માર્કસીટ, પ્રોવિઝન સર્ટીફીકેટ, માઇગ્રેસન સર્ટીફીકેટ ફૂલ-9, સ્વામી વિવેકાનંદ સુર્ભાથી યુનીવર્સીટી મેરઠ, યુ.પી, બી.એની માર્કશીટો કુલ-3, બી.કોમ ની માર્કશીટો કુલ-3 તથા બી.સી.એની માર્કશીટો કુલ 6 મળી કુલ માર્કશીટ નંગ- 60 કબ્જે કરાઈ હતી. આ તમામ માર્કશીટો કુરિયર દ્વારા મોકલાયેલી હોવાનું પોલીસનું અનુમાન છે.

આણંદના થામણાનો શખ્સ અને ઉત્તરપ્રદેશના શખ્સની સંડોવણી બહાર આવી
આ બનાવટી માર્કશીટો અને સર્ટીફીકેટ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના થામણા ગામના નયનકુમાર જયેશભાઈ પરમાર મારફતે મળી હતી. અને ઉત્તરપ્રદેશના ડો. અખીલેશ પાન્ડેનાઓ પાસેથી મેળવ્યા હોવાની હકીકત પકડાયેલા કિરણે જણાવ્યું હતું. વધુમાં આ સરકારી શૈક્ષણિક સંસ્થાના સર્ટીફીકેટની જરૂરીયાત ધરાવતા જુદા-જુદા ગામડાના વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી માર્કશીટ દિઠ અલગ અલગ રૂપીયા લઇ પરીક્ષા પાસ કરેલ સર્ટી બનાવવામાં આવતા હતા. આર્થિક ફાયદા માટે આ ધિકતા ધંધા પર હાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કિરણભાઇ પ્રતાપભાઇ ચાવડા, નયનકુમાર જયેશભાઈ પરમાર અને ઉત્તરપ્રદેશના ડો. અખીલેશ પાન્ડે સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરદેશ તેમજ અન્ય આર્થિક લાભ માટે આ રીતના કાવતરાને અંજામ અપાતો
બહાર જવાની લાલચમાં મોટી કિંમત ચૂકવી આ રીતના બોગસ‌ માર્કશીટનો વેપલો કરવામાં આવતો હતો. જિલ્લાના ડાકોરમાંથી પ્રકાશમાં આવેલા આ જાલી માર્કશીટના ધિકતા ધંધા પરથી પડદો ઊંચકાતા તટસ્થ તપાસ થાય તો કેટલાય મોટા માથાઓ ખુલ્લા પડે એમ છે અને આ તત્વોને કડકમાં કડક સજા થાય તેવી માંગ જાગૃત લોકોએ કરી છે.

આ પણ વાંચો : આણંદથી ખંભાત વચ્ચે ઈલેક્ટ્રીક મેમુ ટ્રેન દોડશે,સાંસદે આપી લીલી ઝંડી

Tags :
Advertisement

.

×