AHMEDABAD: બુટલેગર દારૂ ભરેલી કાર મૂકીને ફરાર થયો
અહેવાલ - પ્રદીપ કચિયા, અમદાવાદ
આમતો રાજ્યમાં દારૂ બંધી છે પણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી 31stની પાર્ટી માટે જે દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે. તેમાં બૂટલેગરો દર વખતે નવા નવા કીમિયાઓ અપનાવે છે. અને દરેક વખતે નવા કીમિયાઓમાં બૂટલેગરો દારૂના જથ્થા સાથે પકડાઈ જાય છે. અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા મોડી રાત્રે અને દિવસ દરમિયાન પેટ્રોલિંગ વધારવા અને ચેકપોસ્ટ અંગે સૂચનો કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ પોલીસ દ્વારા મોડી રાત્રે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવે છે. અને પોતાના અંગત સોર્સ પણ મજબૂત રાખવામાં આવ્યા છે. સાથે સાથે હ્યુમન સોર્સ પણ વધારે એક્ટિવ રાખીને બાતમીના આધારે કામગીરી કરવામાં આવે છે.
બાતમીના આધારે તાત્કાલિક પોલીસ દ્વારા વોચ ગોઠવી
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આજે વહેલી સવારે એક કાર એરપોર્ટ તરફથી દારૂની બોટલો ભરીને શહેરમાં પ્રવેશ કરી રહી છે. જે અંગેની બાતમીના આધારે તાત્કાલિક પોલીસ દ્વારા વોચ ગોઠવીને રાખી હતી. ત્યારે આરોપી પોલીસની વોચ જોઈ જતા બુટલેગર ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે ગાડીની તપાસ કરતા ટાટા સફારી સ્ટ્રોમ ગાડી માંથી 1.65 લાખના દારૂ સાથે કુલ 9.65 લાખનો મુદ્દમાલ કબજે કર્યો છે.
ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી
ગુજરાતમાં પાડોશી રાજ્યમાંથી આવતા દારૂના જથ્થાને અટકાવવા માટે ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શાહીબાગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગ પર હતા. ત્યારે એક બાતમી મળી કે એરપોર્ટ તરફથી એક ટાટા સફારી સ્ટ્રોમ કાર ડફનાળા તરફ આગળ આવી રહી છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો લઈને જવામાં આવી રહ્યો છે. જ્યારે આ મેસેજ પોલીસને મળ્યો ત્યારથી એક ફિલ્મની સ્ટોરી જેમ દ્રશ્યો સર્જાયા હોય તેવું લાગ્યું.
ડ્રાઈવર કારને રિવર્સ લઈને ત્યાંથી ફરાર થયો
પોલીસે ગોઠવેલી વોચની જાણ બુટલેગરને થઈ ગઈ હતી. પોલીસને દારૂ ભરેલા ગાડીની જાણ થતાં તેમણે ટ્રાફિક રોકીને કારને પકડવા જય તે પહેલાં કારનો ડ્રાઈવર કારને રિવર્સ લઈને ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો. આ દરમિયાન પોલીસના જવાનો પણ તેમની પાછળ પાછળ ખાનગી વાહનો લઇને ગયા ત્યારે દારૂ ભરેલી કાર લઈને શાહીબાગમાં રોંગ સાઈડમાં જઈને કેન્ટોનમેન્ટ કોલોનીમાં ખુલ્લી જાહેર જગ્યા પર મૂકીને કારને લોક મારીને ત્યાંથી તે ફરાર થઈ ચૂક્યો હતો.
બનાવતી વિદેશી દારૂની બોટલો મળી આવી
શાહીબાગ પોલીસે બંધ કારની તપાસ કરતા ગાડી માંથી 331 ભારતીય બનાવતી વિદેશી દારૂની બોટલો મળી આવી કે જેની કિંમત 1.65 લાખ હતી. આ સાથે ટાટા સફારી સ્ટ્રોમ ગાડી અને ગાડીમાંથી 2 HSRP RTO નંબર પ્લેટ સહિત કુલ 9.65 લાખનો મુદ્દમાલ આરોપી સ્થળ પર મૂકીને ફરાર થયો હતો. જે કબજે કરીને શાહીબાગ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અનામત પોલીસ દળના પ્રકલ્પોનું લોકાર્પણ