Ahmedabad :મકરબાની DAV સ્કૂલમાં આચાર્ય અને કાઉન્સિલર માટે ખાસ તાલીમ કાર્યક્રમ યોજાયો
- મકરબાની DAV સ્કૂલમાં તાલીમ કાર્યક્રમ યોજાયો
- રાજ્યમાં 100 થી વધુ શાળાઓ છે
- રાજ્યની તમામ શિક્ષકો માટે ખાસ તાલીમ કાર્યક્રમ યોજાયો
Ahmedabad: CBSE એટલે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓમાં પરીક્ષા અને અભ્યાસને લઈ જોવા મળતા તણાવના કિસ્સા બાબતે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં ગુજરાત સહિત દેશભરની CBSE હસ્તગત શાળામાં વિદ્યાર્થીઓના કાઉન્સિલિંગ માટે કાઉન્સિલર (Councillor)અને આચાર્યોને (Principal)તૈયાર કરવામાં આવશે. બોર્ડના ધ્યાને આવ્યું હતું કે કેટલીક એવી શાળાઓ છે કે જે નિયમ પ્રમાણે કાઉન્સિલર નિયમથી નથી કરતી. જેથી હાલ કોમ્પિટિશન અને દેખાદેખીના સમયમાં વિદ્યાર્થીઓ સતત ભણાવવામાં રહેતા હોય છે અને કોઈને કહી નથી શકતા. જેથી બોર્ડ દ્વારા હવે કેન્દ્રીય સ્તરે નિષ્ણાંત તેવા મનોચિકિત્સકોને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.
મકરબાની DAV સ્કૂલમાં યોજાયો તાલીમ કાર્યક્રમ
હાલ આ પાયલોટ પ્રોજેક્ટ સંદર્ભે ગુજરાતની શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશમાં હાલ 28, 000 જેટલી CBSE શાળાઓ (CBSE Schools)કાર્યરત છે. જ્યારે રાજ્યમાં 100 થી વધારે જેટલી શાળાઓ છે. રાજ્યની તમામ સીબીએસસી શાળા(State schools)ના આચાર્ય અને કાઉન્સિલર તરીકે ફરજ બતાવતા શિક્ષકો માટે ખાસ તાલીમ કાર્યક્રમ અમદાવાદ(Ahmedabad)ના મકરબા (Makarba)વિસ્તારમાં આવેલ DAV સ્કૂલમાં (DAV School) તાલીમ કાર્યક્રમ યોજાયો.
આ પણ વાંચો -Gujarat Police : પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં અરજીઓનું વાવાઝોડું! હસમુખ પટેલે આપી ચોંકાવનારી માહિતી!
શાળામાં હકારાત્મક વાતાવરણ હોવું જરૂરી
વર્તમાન સમયમાં શાળામાં અભ્યાસ સાથે એક હકારાત્મક વાતાવરણ હોવું જરૂરી બન્યું છે. તેમાં પણ ખાસ કોરોના પછી 12 થી 18 ટકા લોકો તળાવ ગ્રસ્ત અવસ્થામાં રહેતા હોવાની બાબત સામે આવી છે. જોકે આવા વિદ્યાર્થીઓ નહોતો કોઈ સારવાર લઈ રહ્યા છે, જમને પોતાની મેન્ટલ હેલ્થ અંગે જાગૃતતાનો અભાવ રહેતો હોય છે. આ સ્થિતિમાં શાળામાં જ્યારે બાળકો જાય છે ત્યારે શિક્ષકો તેમના સારી રીતે સમજી શકે અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય ! જેથી બોર્ડ દ્વારા બાળકોના વ્યવહારને કેવી રીતે સમજવો અને તેને કેવી રીતે ઉકેલ લાવી શકાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
અહેવાલ -અર્પિત દરજી-અમદાવાદ