Ahmedabad : AAP યોજશે 'કિસાન મહાપંચાયત', પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આપી માહિતી
- રાજ્યનાં અન્ય શહેરોમાં AAP 'કિસાન મહાપંચાયત' યોજશે
- AAP નાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કરી જાહેરાત
- "9 નવેમ્બરે ખંભાળિયાનાં ભાણવડમાં કિસાન મહાપંચાયત"
- "11 નવેમ્બરે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયત યોજાશે : ઈસુદાન ગઢવી
- "સરકાર લોલીપોપની માનસિકતામાંથી બહાર આવી નથી"
- "મહારાષ્ટ્રમાં સરકાર દેવું માફ કરી શકે તો ગુજરાતમાં કેમ નહીં? : ઈસુદાન ગઢવી
Ahmedabad : રાજ્યમાં કમોસમી વરસાદનાં કારણે (Unseasonal Rains) પાક નુકસાનીનો સામનો કરી રહેલા ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર પાસે સહાય પેકેજ જાહેર કરવા માગ કરાઈ રહી છે. સરકારે પણ ખેડૂતોની સ્થિતિ સમજી સરવે સહિતની યોગ્ય કામગીરી હાથ ધરી છે. પરંતુ, આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રાજ્યનાં વિવિધ શહેરોમાં 'કિસાન મહાપંચાયત' નું (Kisan Mahapanchayat) આયોજન કરવામાં આવ્યું છે. 9 નવેમ્બરે ખંભાળિયાનાં ભાણવડમાં જ્યારે 11 નવેમ્બરે ગીર સોમનાથમાં (Gir Somnath) કિસાન મહાપંચાયત યોજાશે તેમ AAP ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ (Ishudan Gadhvi) જાહેરાત કરી છે.
આ પણ વાંચો - Vadodara : વડોદરા જિલ્લા ભાજપમાં ભડકો! બેઠકમાં ધારાસભ્યો નારાજ થયાની ચર્ચા
રાજ્યના અન્ય શહેરોમાં AAP યોજશે કિસાન મહાપંચાયત | Gujarat First
AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કરી જાહેરાત
"9 નવેમ્બરે ખંભાળિયાના ભાણવડમાં કિસાન મહાપંચાયત"
"11 નવેમ્બરે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયત યોજાશે"
"સરકાર લોલીપોપની માનસિકતામાંથી બહાર આવી નથી"
"ઉ. ગુજરાત, દ. ગુજરાત… pic.twitter.com/rwMQcMzCJF— Gujarat First (@GujaratFirst) November 4, 2025
9 નવેમ્બરે ખંભાળિયાનાં ભાણવડમાં કિસાન મહાપંચાયત : ઈસુદાન ગઢવી
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં માવઠાની માર સહન કરી રહેલા ખેડૂતો માટે સરકાર (Gujarat Government) જલદી યોગ્ય રાહત પેકેજ જાહેર કરે તેવી માગ સાથે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રાજ્યનાં વિવિધ શહેરોમાં 'કિસાન મહાપંચાયત' નું આયોજન કરવામાં આવ્યું છે. AAP ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ માહિતી આપતા જણાવ્યું કે, 9 નવેમ્બરે ખંભાળિયાનાં (Khambhaliya) ભાણવડમાં જ્યારે 11 નવેમ્બરે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયત યોજાશે. તેમણે કહ્યું કે, ઉ. ગુજરાત, દ. ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મહાપંચાયત યોજાશે.
આ પણ વાંચો - Kumarbhai Kanani : સાવરકુંડલામાં બેનર લાગતા રાજકારણ ગરમાયું! MLA કુમારભાઈ કાનાણીની પ્રતિક્રિયા
મહારાષ્ટ્રમાં સરકાર દેવું માફ કરી શકે તો ગુજરાતમાં કેમ નહીં? : AAP પ્રદેશ પ્રમુખ
AAP ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કહ્યું કે, સરકાર લોલીપોપની માનસિકતામાંથી બહાર આવી નથી. મહારાષ્ટ્રમાં (Maharashtra) ખેડૂતોનાં દેવા માફીની જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં મહારાષ્ટ્ર કરતા પણ ખેડૂતોની હાલત ખરાબ છે. મહારાષ્ટ્રમાં સરકાર દેવું માફ કરી શકે તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતનાં ખેડૂતોનું પણ દેવું માફ કરવામાં આવે તેવી અમારી માગ છે.
આ પણ વાંચો - Amreli : કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતની પ્રતિક્રિયા, કહ્યું- પોસ્ટ મુદ્દે મારે..!


