Ahmedabad: આરોપી રિપલ પંચાલને માત્ર 24 કલાકમાં જ મળી ગયા જામીન, પોલીસે નહોતા માંગ્યા રિમાન્ડ
- આરોપી રિપલ પંચાલને કોર્ટે આપ્યા જામીન
- 15 હજારનાં શરતી જામીન પર આરોપી રિપલ પંચાલને મુક્ત
- નશામાં ધૂત આરોપી રિપલ પંચાલે સર્જ્યો હતો અકસ્માત
Ahmedabad: અમદાવાદમાં ગઈ કાલે મોટી હિટ અન્ડ રનની ઘટના બની હતી. નશામાં ધૂત આરોપી રિપલ પંચાલે ઇસ્કોન આંબલી રોડ પર અકસ્માત સર્જ્યો હતો. નોંધનીય છે કે, પોલીસ દ્વારા આરોપી રિપલ પંચાલની ધરપકડ કરી લેવામાં આવી હતી. જો કે, આરોપી રિપલ પંચાલને અત્યારે કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યાં છે. માત્ર 24 કલાકમાં જ આરોપી રિપલ પંચાલને જામીન મળી ગયાં છે. અકસ્માત બાદ આરોપી રિપલ પંચાલને કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસે રિમાન્ડ માંગ્યા નહોતા.
આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં વધુ એક ‘તથ્યકાંડ’ થતા રહી ગયો! પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
આખરે કેમ પોલીસે રિપલ પંચાલના રિમાન્ડ ના માંગ્યા?
નોંધનીય છે કે, પોલીસે રિમાન્ડ માંગ્યા નહોતા. જેથી આરોપીએ મુકેલી જામીન અરજી પર કોર્ટે નિર્ણય આપ્યો અને રૂપિયા 15 હજારનાં શરતી જામીન પર આરોપી રિપલ પંચાલને મુક્ત કરી દીધો છે. આરોપી રિપલ પંચાલ સેન્કો વાલ્વ પ્રાઇવેટ લિમિટેડનો ડિરેક્ટર છે. એટલું જ નહીં પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, અક્સ્માત સર્જનાર ઓડી કાર સેન્કો વાલ્વ પ્રાઇવેટ લિમિટેડના નામે છે. પોલીસ દ્વારા હિટ એન્ડ રન કેસના આરોપી રિપલ પંચાલના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યાં હતાં. પરંતુ અત્યારે સામે આવેલા સમાચાર પ્રમાણે રિપલ પંચાલને કોર્ટે જામીન આપી દીધા છે.
આ પણ વાંચો: નશેડી Ripal Panchal જીવે છે વૈભવી લાઇફસ્ટાઇલ