ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: શહેરમાંથી વધુ એક મહાઠગ ઝડપાયો, નકલી IAS બની છેતરપિંડી કરતો હતો મેહુલ શાહ

Ahmedabad: રાજ્યમાં અત્યારે નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ, નકલી પોલીસ, નકલી અધિકારી અને બોગસ કચેરીનો રાફડો ફાટ્યો છે.
02:49 PM Nov 24, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad: રાજ્યમાં અત્યારે નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ, નકલી પોલીસ, નકલી અધિકારી અને બોગસ કચેરીનો રાફડો ફાટ્યો છે.
Ahmedabad
  1. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી નકલી IAS ની ધરપકડ
  2. ક્રાઈમ બ્રાન્ચે IAS બનીને ફરતા મેહુલ શાહની કરી ધરપકડ
  3. અનેક લોકો સાથે આરોપીએ આચરી હતી ઠગાઈ

Ahmedabad: રાજ્યમાં અત્યારે નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ, નકલી પોલીસ, નકલી અધિકારી અને બોગસ કચેરીનો રાફડો ફાટ્યો છે. આ રેસમાં ફરી એક નવો નકલી આઈપીએસ અધિકારી ઝડપાયો છે. વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરમાં કિરણ પટેલની જેમ વધુ એક મહાઠગ સામે આવ્યો છે. અત્યારે ઝડપાયેલો મેહુલ શાહ શહેરમાં નકલી IAS બની છેતરપિંડી કરતો હતો. નોંધનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચે મેહુલ શાહ નામના શખ્સની ધરપકડ કરી લીધી અને તેની સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: Patan: 10 પાસ શખ્સે શરૂ કરી હોસ્પિટલ, દત્તક બાળક વેચી દેવાની પણ ફરિયાદ નોંધાઈ

આરોપી સરકારી ઓળખ આપીને ઠગાઈ આચતો હતો

મળતી જાણકારી પ્રમાણે અનેક લોકોને ઠગનાર મોરબી વાંકાનેરના મેહુલ પી.શાહ સામે ફરિયાદ નોંધાઈ હતી. આરોપી સરકારી ઓળખ આપીને ઠગાઈ આચતો હતો. એટલું જ નહીં પરંતુ મહેસુલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપી હતી. ટ્રાવેલ્સ એજન્સીના માલિક પાસેથી ભાડે ઇનોવા કાર લીધી અને ચેરમેન ઓફ ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલોપમેન્ટના સહી વાળો લીટર આપ્યો. ઇનોવા ગાડીમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ લગાવ્યું હતું.

આ પણ વાંચો: Ahmedabad: દોરીથી મોતની વધુ એક ઘટના સામે આવી, ઘટના CCTV માં થઈ કેદ

પોલીસે આવા અધિકારી સામે હાથ ધરી કાર્યવાહી

અત્યારે આવા કેસો ખુબ જ વધવા લાગ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જે પ્રકારે પોલીસ કાર્યવાહી કરી રહીં ત્યારે આવા કેસો સામે આવી રહ્યાં છે, આવા અધિકારીઓ અનેક લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. બોગસ વ્યક્તિઓના કારણે અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે, અસલી અધિકારી પર પણ વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ ગયો છે. આવા લોકો સત્વરે ઝડપાય તે માટે પોલીસે સઘન તપાસ કરાવી જોઈએ. જેથી સામાન્ય લોકો સુખ-શાંતિથી જીવી શકે.

આ પણ વાંચો: Panchmahal: સગીર વયના કિશોર સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને કરી હત્યા

Tags :
AhmedabadAhmedabad Crime BranchAhmedabad Crime NewsAhmedabad Fake IPSAhmedabad NewsAhmedabad PoliceBogus IPSBogus IPS Mehul ShahDuplicate IPSDuplicate IPS Mehul Shahfake IASGujarati NewsVimal Prajapati
Next Article