ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: દોરીથી મોતની વધુ એક ઘટના સામે આવી, ઘટના CCTV માં થઈ કેદ

Ahmedabad શહેરમાં દોરીથી ગળુ કપાવાની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં દોરીથી ગળુ કપાઈ જતા બાઈકચાલકનું મોત નીપજ્યું છે.
12:53 PM Nov 24, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad શહેરમાં દોરીથી ગળુ કપાવાની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં દોરીથી ગળુ કપાઈ જતા બાઈકચાલકનું મોત નીપજ્યું છે.
Ahmedabad
  1. ઘોડાસર વટવા કેનાલ રોડ પરના બનાવના CCTV આવ્યા સામે
  2. ગળાના ભાગે દોરી વાગતા બાઈકચાલક નીચે પટકાયો અને થયું મોત
  3. ગળાના ભાગે દોરી વાગતા બાઈકચાલકનું થયું મોત

Ahmedabad: ઉત્તરાયણ શરૂ થવાને હજી બે મહિનાની વાત છે, છતાં લોકોએ પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું છે. પતંગની દોરીની કારણે લોકોના ગળા કપાવવાની ઘટનાઓ સામે આવવા લાગી છે. અમદાવાદ શહેરમાં દોરીથી ગળુ કપાવાની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં દોરીથી ગળુ કપાઈ જતા બાઈકચાલકનું મોત નીપજ્યું છે. મળતી વિગતો પ્રમાણે ઘોડાસરના વટવા-કેનાલ રોડ પર ચંદ્રલોક બંગ્લોઝ પાસે આ ઘટના બની હતી.

આ પણ વાંચો: Surat: ઉત્તરાયણના બે મહિના પહેલા જ યુવકનું ગળું કપાયું, પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

વિગતે વાત કરીએ તો, બાઈક ચાલકનું દોરીથી ગળુ કપાઈ જતા તેનું મોત નીપજ્યું છે. તો આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. અગાઉ પણ સુરતમાં ચાઈનીઝ દોરીથી એક યુવકનું ગળુ કપાવાની ઘટના બની હતી. જે બાબતે સુરત પોલીસ દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે હવે બીજી ઘટના સામે આવતા સવાલો ઉઠ્યા છે કે, ઉત્તરાયણ આવતા પહેલા કેટલાના ભોગ લેશે ચાઈનીઝ દોરી? આ દોરીના કારણે અનેક પક્ષીઓ પણ મોતને ભેટતા હોય છે છતાં તેનો વપરાશ વધી રહ્યો છે.

આ પણ વાંચો: Panchmahal: સગીર વયના કિશોર સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને કરી હત્યા

આ લોકો સામે કાર્યવાહી થવી ખુબ જ અનિવાર્ય!

આખરે આ દોરી પર પ્રતિબંધ હોવા છતાં તે બજારમાં કઈ રીતે વેચાય છે? આમની સામે કાયદેસરની કાર્યવાહી થવી ખુબ જ જરૂરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, શહેરી વિસ્તારોમાં આ દોરીનું વેચાણ વધી રહ્યું છે અને તેના કારણે નિર્દોશ લોકોના મોત થઈ રહ્યાં છે. ઉત્તરાયણ પહેલા જ બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેથી આગામી સમયમાં બાઈક પર જતા લોકોને ખાસ તકેદારી રાખવાની જરૂર છે.

આ પણ વાંચો: VADODARA : નદીની કોતરોમાંથી આવી આંટાફેરા મારતા તસ્કરો, મગરોથી બેખોફ

Tags :
AhmedabadAhmedabad Local NewsAhmedabad NewsAhmedabad Policeincident captured on CCTVLatest Ahmedabad NewsLocal Gujarati NewsVimal Prajapati
Next Article