Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વધુ એક મોટી સિદ્ધિ, કાલુપુર ફ્લાયઓવર પર સેગમેન્ટલ બ્રિજનું કામ પૂર્ણ

અમદાવાદના હૃદય સમાન કાલુપુર વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક એવો એન્જિનિયરિંગ ચમત્કાર જોવા મળ્યો છે, જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. ભારે ટ્રાફિક વચ્ચે 25 મેના રોજ 1200 મેટ્રિક ટન વજન ધરાવતા આ વિશાળ સ્ટ્રક્ચરને જે રીતે હવામાં સ્થાપિત કરવામાં આવ્યું, તેની પાછળ કઈ અદભુત વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થયો છે અને બાકી બચેલા રેલવે ક્રોસિંગનું ભવિષ્ય શું છે તેની રોમાંચક વિગતો સામે આવી છે.
ahmedabad  બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વધુ એક મોટી સિદ્ધિ  કાલુપુર ફ્લાયઓવર પર સેગમેન્ટલ બ્રિજનું કામ પૂર્ણ
Advertisement

Ahmedabad Bullet Train Project: અમદાવાદમાં મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) ની કામગીરી રોકેટ ગતિએ આગળ વધી રહી છે, જેમાં વધુ એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા મળી છે. શહેરના વ્યસ્ત ગણાતા કાલુપુર ફ્લાયઓવર (Kalupur Flyover) પર બુલેટ ટ્રેનના સ્પેશિયલ સેગમેન્ટલ બ્રિજ (Segmental Bridge) નું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂરું કરી લેવામાં આવ્યું છે. આ અતિ જટિલ કામગીરી પૂર્ણ થતાં જ પ્રોજેક્ટના આગળના તબક્કા માટેનો માર્ગ મોકળો બન્યો છે.

સ્પાન બાય સ્પાન પદ્ધતિથી અદભુત લોન્ચિંગ

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કાલુપુર ફ્લાયઓવરની ઉપર વાયડક્ટ (Viaduct) નું લોન્ચિંગ અત્યાધુનિક 'સ્પાન બાય સ્પાન' પદ્ધતિ (Span by Span Method) થી કરવામાં આવ્યું હતું. ઇજનેરો અને ટેકનિકલ ટીમની રાત-દિવસની મહેનત બાદ ગત ૨૫ મેના રોજ આ ભગીરથ કામગીરીને આખરી ઓપ આપી દેવાયો હતો. આ બ્રિજની ખાસિયત એ છે કે તેના નિર્માણ માટે કુલ 19 ગર્ડર સેગમેન્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જે ટેકનિકલ દ્રષ્ટિએ ખૂબ જ પડકારજનક માનવામાં આવતું હતું.

Advertisement

Ahmedabad: 1200 મેટ્રિક ટન વજન ધરાવતો ભવ્ય સ્પાન

આ પ્રોજેક્ટની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કાલુપુર ફ્લાયઓવર પર લોન્ચ કરાયેલા આ આખેઆખા સ્પાનનું કુલ વજન આશરે ૧૨૦૦ મેટ્રિક ટન (1200 Metric Tonnes) જેટલું થવા જાય છે. આટલા ભારેખમ સ્ટ્રક્ચરને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં સુરક્ષિત રીતે સ્થાપિત કરવું એ એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ સાથે જ રેલવે લાઈન અને રોડ નેટવર્કને જોડતા જિલ્લાના કુલ 33 અતિ મહત્વના ક્રોસિંગમાંથી અત્યાર સુધીમાં 23 ક્રોસિંગનું કામ પણ સફળતાપૂર્વક પૂરું કરી લેવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે અમદાવાદમાં હાઈ સ્પીડ રેલનું સપનું હવે ઝડપથી સાકાર થવા તરફ આગળ વધી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો: IPL 2026 Eliminator : RR vs SRH માટે આજની મેચ કરો યા મરો જેવી! જાણો આ મહત્વપૂર્ણ મેચમાં Toss કોણે જીત્યો

Tags :
Advertisement

.

×