Ahmedabad શહેરમાં વધુ એક ખૂની ખેલ ખેલાયો, બુટલેગર અને તેના સાગરીતોએ કરી એક યુવકની હત્યા
- શહેરના કાગડાપીઠ વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા કરાઈ
- નાનકો ઠાકોરના નામના યુવકની કરવામાં આવી હત્યા
- ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી
Ahmedabad: અમદાવાદમાં શહેરમાં ક્રાઈમની ઘટનાઓ ખુબ જ વધી રહીં હોય તેવા સમચાર છાસવારે સામે આવી રહ્યાં છે. શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદ (Ahmedabad)ના કાગડાપીઠ (Kagdapith ) વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. છરીના ઘા મારીને યુવકની હત્યા કરાઈ હોવાનું પણ અત્યારે સામે આવ્યું છે. આ મામેલે પોલીસે અત્યારે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: Patan: મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓ સામે નોંધાઈ ફરિયાદ
કાગડાપીઠ વિસ્તારમાં આવેલા જયેન્દ્ર પંડિત નગર પાસે બની ઘટના
હત્યાની ઘટનામાં વધારે વિગતે વાત કરવામાં આવે તો, કાગડાપીઠ પોલીસ સ્ટેશન (Kagdapith Police Station) વિસ્તારમાં આવેલા જયેન્દ્ર પંડિત નગર પાસે ઘટના બની હતી. જેમાં વિદેશી દારૂનો વેપાર કરતા બિલ્લો નામના બુટલેગરે તેના સાગરીતોએ સાથે મળીને હત્યા કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. આ આરોપીઓએ નાનકો ઠાકોર નામના યુવતની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ઝોલાછાપ તબીબોનું સૌથી મોટું કારસ્તાન! પાંડેસરામાં શરૂ કરી હોસ્પિટલ, આમંત્રણ પત્રિકામાં...
શું ગુનેગારોને અત્યારે કાયદા કે પોલીસનો કોઈ ડર નથી?
આ પહેલા પણ અમદાવાદ (Ahmedabad) શહેરમાં અનેક હત્યાની ઘટનાઓ બની ગઈ છે. જેમાં સરાજાહેર લોકોની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જો કે, તે મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યાં હતા. પરંતુ મહત્વની વાત એ છે કે, ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે, ગુનેગારોમાં અત્યારે કાયદા કે પોલીસનો કોઈ ડર રહ્યો નથી. એટલું જ નહીં પરંતુ શહેરમાં બુટલેગરોનો પણ ત્રાસ ખુબ જ વધી રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કરોડોનો દારૂ વેચાઈ રહ્યો છે? તેમાં પોલીસની કારગીરી પર સવાલો થઈ જ રહ્યાં છે પરંતુ અત્યારે એક બુટલેગરે તેના સાગરીતો સાથે મળીને એક વ્યક્તિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Surat: ઝોલાછાપ તબીબોનું સૌથી મોટું કારસ્તાન! પાંડેસરામાં શરૂ કરી હોસ્પિટલ, આમંત્રણ પત્રિકામાં...