ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં 166 મું અંગદાન, પતિએ કર્યું બ્રેઇન ડેડ પત્નિના અંગોનું દાન

AHMEDABAD : અમદાવાદ સિવિલ હોસ્પિટલ (AHMEDABAD CIVIL HOSPITAL) ખાતે થયેલ ૧૬૬માં અંગદાન (166 TH ORGAN DONATION) ની વિગતો જોઈએ તો, મહેસાણા જીલ્લાના કડી ખાતે રહેતા રંજનબેનને બ્રેઇન હેમરેજ થતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ...
07:06 PM Sep 25, 2024 IST | PARTH PANDYA
AHMEDABAD : અમદાવાદ સિવિલ હોસ્પિટલ (AHMEDABAD CIVIL HOSPITAL) ખાતે થયેલ ૧૬૬માં અંગદાન (166 TH ORGAN DONATION) ની વિગતો જોઈએ તો, મહેસાણા જીલ્લાના કડી ખાતે રહેતા રંજનબેનને બ્રેઇન હેમરેજ થતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ...

AHMEDABAD : અમદાવાદ સિવિલ હોસ્પિટલ (AHMEDABAD CIVIL HOSPITAL) ખાતે થયેલ ૧૬૬માં અંગદાન (166 TH ORGAN DONATION) ની વિગતો જોઈએ તો, મહેસાણા જીલ્લાના કડી ખાતે રહેતા રંજનબેનને બ્રેઇન હેમરેજ થતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૨૨-૦૯-૨૦૨૪ ના રોજ ડોક્ટરોએ રંજનબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે હાજર તેમના પતિ જીગરભાઇને સિવિલ હોસ્પિટલના ડોકટરો એ અંગદાન વિષે સમજાવતા બ્રેઇન ડેડ પત્નીના અંગોનુ દાન કરવાનો નિર્ણય કર્યો.

હકીકત ને સ્વીકારી પરોપકારી નિર્ણય કર્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલ નાં અધિક તબીબી અધિક્ષક ડૉ.રજનીશ પટેલે જણાવ્યું હતું કે રંજનબેન ના પતિ જીગરભાઈ એ અચાનક આવી પડેલી દુઃખ ની ઘડી માં પણ હકીકત ને સ્વીકારી પરોપકારી નિર્ણય કરી ચાર લોકો ની જીંદગી બચાવવા નો ઉમદા નિર્ણય કર્યો છે જે ખુબ જ સરાહનીય છે. સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૬૬ અંગદાતાઓ થકી કુલ ૫૩૬ અંગો નું દાન મળેલ છે. જેના થકી ૫૨૦ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.

યુ એન મેહતા હોસ્પિટલ માં દર્દી ને પ્રત્યારોપણ કરવામાં આવશે

રંજનબેન ના અંગદાનથી મળેલ બે કીડની અને એક લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓમાં તેમજ હ્રદયને અમદાવાદની યુ એન મેહતા હોસ્પિટલ માં દર્દી ને પ્રત્યારોપણ કરવામાં આવશે. આમ આ અંગદાન થી કુલ ચાર લોકોની જીંદગી બચી સકશે.

અહેવાલ - સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો -- VADODARA : રાજ્યમાં પ્રથમવાર આયુર્વેદના સિધ્ધાંત મુજબ પોષણના કક્કા અને ABCD ની પરેડ યોજાઇ

Tags :
166AhmedabadCivildonationfemaleFourHospitalLifeneedyoforgansaveth
Next Article