Ahmedabad: સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ, અંગદાન થકી 713 વ્યક્તિને મળ્યું નવજીવન
- Ahmedabad Civil Hospital એ 222 અંગદાતાઓ પાસેથી 735 અંગો મેળવ્યા
- 713 દર્દીઓને નવું જીવન અપાયું
- તાજેતરમાં 222મું ગુપ્તદાન, 44 વર્ષીય પુરુષનું 1 લીવર 2 કિડની દાન
- 23 વર્ષીય શ્વેતાબેનના ચક્ષુદાનથી બે વ્યક્તિને દૃષ્ટિ મળશે
Ahmedabad:અમદાવાદ સિવિલ હોસ્પિટલે(Ahmedabad Civil Hospital) અંગદાનના ક્ષેત્રમાં એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. હોસ્પિટલમાં તાજેતરમાં ગુપ્તદાન સ્વરૂપે 222મું અંગદાન(Organ donation) થયું, જેના થકી એક લીવર અને બે કિડનીનું દાન મળ્યું છે. આ અવિરત સેવા દ્વારા હોસ્પિટલે કુલ 735 અંગોનું દાન મેળવીને 713 જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન પ્રદાન કર્યું છે.
ગુપ્તદાન સ્વરૂપે થયેલું 222મું અંગદાન
Ahmedabad Civil Hospita માં ગુપ્તદાન સ્વરૂપે થયેલા 222મા અંગદાનની વિગતો જોઈએ તો સિવિલના આઇસીયુમાં દાખલ મધ્યપ્રદેશના 44 વર્ષીય પુરુષ દર્દી સારવાર દરમિયાન 25 નવેમ્બરના રોજ બ્રેઈનડેડ જાહેર થયા હતા. હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. મોહિત ચંપાવત દ્વારા દર્દીના સગાઓને સમજાવતા તેઓએ અંગદાનની સંમતિ આપી હતી. આ અંગદાનથી મળેલી બે કિડની અને એક લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
ચક્ષુદાન થકી પરિવારે દીકરીને અન્યોની દ્રષ્ટિમાં જીવંત રાખી
ચક્ષુદાન(Eye donation) સ્વરૂપે થયેલા અંગદાનના બીજા એક કિસ્સામાં અમદાવાદના અમરાઈવાડીના 23 વર્ષીય શ્વેતાબેન પ્રજાપતિ નામના દર્દી મૃત્યુ પામતા સ્ટાફ દ્વારા આઈ ડોનેશન માટે સમજાવતા પરિવારજનોએ તેમની આંખોનું દાન કર્યું હતું. આ મળેલી બે આંખોનું દાન સિવિલ મેડિસિટી કેમ્પસની જ એમ. એન. જે. આઈ. હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.
અંગદાનની શરૂઆતથી અંત સુધીની મેરેથોન પ્રક્રિયા
આજદિન સુધીમાં અંગદાનમાં મેળવેલ અંગો અને પેશીઓની વિગતો
• કુલ અંગદાતાઓ: 222
• કુલ અંગોનું દાન: 735 (જેમાં 196 લીવર, 408 કિડની, 71 હૃદય, 18 સ્વાદુપિંડ, 34 ફેફસાં, 6 હાથ, 2 નાનાં આંતરડાંનો સમાવેશ થાય છે.
• કુલ પેશીઓનું દાન: 187 (જેમાં 160 ચક્ષુ અને 27 ચામડીનો સમાવેશ થાય છે.)
• અંગો અને પેશીઓનું કુલ દાન: 922
આ 735 અંગો થકી અત્યાર સુધી 713 વ્યક્તિઓને નવું જીવન પ્રદાન થયું
અહેવાલઃ સંજય જોશી
આ પણ વાંચોઃ Ahmedabad Airport : અમદાવાદ એરપોર્ટ પર નવા પેરેલલ ટેક્સીવેથી કાર્યક્ષમતામાં વધારો થશે