Ahmedabad Crime Branch : વર્ષ 1992માં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો! આરોપીએ હત્યા કરી મૃતદેહને દાટી દીધો હતો
- Ahmedabad Crime Branch નું સૌથી મોટું ડિટેકશન
- અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 1992માં થયેલ હત્યાનો ભેદ ઉકેલ્યો
- પ્રેમ પ્રકરણમાં થઈ હતી હત્યાની ઘટના
- આરોપીએ વટવા વિસ્તારમાં ઘરના કુવામાં લાશનો નિકાલ કરી દીધો હતો
- ક્રાઈમ બ્રાંચ પોલીસે આરોપીની પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો
Ahmedabad Crime Branch : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સૌથી મોટા ગુનાના ભેદ ઉકેલતી હોય છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી હતી અને આ આરોપીએ વર્ષ 1992માં પ્રેમ (love) પ્રકરણને લઈ હત્યા કરી નાખી હતી ત્યારે આ સમગ્ર માહિતી પોલીસને આરોપીએ જણાવી હતી અને ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેસીબી (jcb) મશીન સાથે પહોંચી હતી વટવા વિસ્તારમાં અને જે જગ્યાએ મૃતદેહને દાટયો હતો તે જગ્યાએ શોધખોળ શરૂ કરી હતી.
Ahmedabad Crime Branch : વટવાના કુતુબનગરમાં મૃતદેહનો નિકાલ કર્યો હતો
તો મહત્વની વાત તો એ છે કે, સમગ્ર ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે, જો અવશેષો મળી આવશે તો હત્યાનો ગુનો નોંધાઈ શકે છે, પરંતું 30 વર્ષ કરતા પણ વધુ સમય થયો છે ત્યારે અવશેષો મળશે કે નહી તેને લઈ પણ સવાલ ઉભા થયા છે, આરોપીએ મહિલાના મૃતદેહનો નિકાલ કર્યો હતો તે સ્થાન પર અવશેષ મેળવવા માટે તપાસ શરૂ કરાઈ છે અને વટવા કુતુબનગરમાં જ્યાં મૃતદેહ નિકાલ કર્યો હતો તે સ્થળ પર ખોદકામ શરૂ કર્યું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે
તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ બાતમી મળી હતી અને તેના આધારે કામગીરી કરાઈ રહી છે, સવારથી લઈ અત્યાર સુધી આ ઘટનામાં હજી કોઈ અવશેષ મળ્યા નથી, પરંતુ એક બાતમી અને ક્રાઈમ બ્રાન્ચ એલર્ટ થઈ હતી અને તેના આધારે તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર ઘટનામાં મૃતદેહ મળે છે કે નથી મળતો અને જો મળે છે તો પછી પોલીસની કાર્યવાહી શું રહેશે.
આ પણ વાંચો : શું ખૂલશે નવા રહસ્યો? Pradip Jotangiya સહિતના આરોપીઓના રિમાન્ડ પૂરા


