ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: નશાના કારોબારનો પર્દાફાશ! 1.23 કિલો MD ડ્રગ્સ અને હથિયાર સાથે આરોપીની ધરપકડ

Ahmedabad: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડથી વધુના ડ્રગ્સ સાથે જીસાન ઉર્ફે દત્તા પાવલે નામના એક આરોપીની ધરપકડ કરી છે.
11:50 AM Nov 21, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડથી વધુના ડ્રગ્સ સાથે જીસાન ઉર્ફે દત્તા પાવલે નામના એક આરોપીની ધરપકડ કરી છે.
Ahmedabad Crime Branch
  1. ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ સાથે 18 લાખની રોકડ પણ જપ્ત કરી
  2. ભૂતકાળમાં 8 ગંભીર ગુનામાં પણ સંડોવાયેલો છે આરોપી
  3. આરોપી પાસે ક્યાંથી આવ્યું 1.23 કિલો એમડી ડ્રગ્સ?

Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી હોવાના સમાચાર સામે આવ્યાં છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડથી વધુના ડ્રગ્સ સાથે જીસાન ઉર્ફે દત્તા પાવલે નામના એક આરોપીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચે 1.23 કિલો એમડી ડ્રગ્સ સાથે 18 લાખની રોકડ પણ જપ્ત કરી છે. મહત્વની વાત એ છે કે, આ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલ આરોપી ભૂતકાળમાં 8 ગંભીર ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: Gujarat: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર અને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીઓનું થશે સન્માન, આ રહીં યાદી...

જીસાનના ઘરેથી ડ્રગ્સની સાથે રોકડા અને પિસ્તોલ પણ મળી આવી!

અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાંથી આરોપી જીસાન ઉર્ફે દત્તા પાવલે પાસેથી 2 પિસ્તોલ અને 48 કારતૂસ મળી આવતા તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. જીસાન ઉર્ફે દત્તા પાવલેના ઘરમાંથી હથિયાર પણ મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઇ છે. નોંધનીય છે કે, શાહ આલમ સોસાયટીમાં જીસાન રહેતો હતો, તેના ઘરેથી હથિયાર મળી આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: Rajkot રેલવે તંત્રના પાપે દિવ્યાંગો પરેશાન, હાસ્ય કલાકારે વીડિયો વાયરલ કરી વ્યક્ત કર્યો રોષ

આરોપી પાસે ક્યાંથી આવ્યું 1.23 કિલો એમડી ડ્રગ્સ?

નોંધનીય છે કે, આરોપીને ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે, તેની પાસેથી મળી આવેલા 1.23 કિલો એમડી ડ્રગ્સની બજાર કિંમત આશરે 1 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. આ સાથે સાથે પોલીસ એ પણ પુછપરછ કરી રહીં છે કે, આરોપી આ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો હતો. આ દરેક મામલે અત્યારે પોલીસે પોતાની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: Rajkot સિવિલ હોસ્પિટલ સારવારને લઈને ફરી વિવાદમાં! દર્દી સાથે આવો વ્યવહાર?

Tags :
1.23 kg MD drugsAhmedabad crime branch Accused arrestedAhmedabad crime branch actionahmedabad crime branch NewsAhmedabad NewsCrime Branch AhmedabadGujarati NewsLatest Gujarati NewsMD drugs business exposedVimal Prajapati
Next Article