Ahmedabad ક્રાઈમ બ્રાંચનું સૌથી મોટું ઓપરેશન, ‘ખ્યાતિકાંડ’ના 5 ફરાર આરોપી ઝડપાયા
- અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પાર પાડ્યું સૌથી મોટું ઓપરેશન
- ખ્યાતિના ડાયરેક્ટર ચિરાગ રાજપૂતની કરાઈ ધરપકડ
- ખ્યાતિકાંડના ફરાર પાંચ મોટા માથા પોલીસના સકંજામાં
Ahmedabad: ખ્યાતિકાંડને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. આ કાંડને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂતની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યારે પોલીસે ચાર ફરાર આરોપી ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને મિલિન્દ પટેલની ધરપકડ કરી લીધી છે. જેથી ખ્યાતિકાંડના ફરાર પાંચ મોટા માથા પોલીસના સકંજામાં આવ્યાં છે.
Ahmedabad Khyati Hospital Case : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા #ahmedabad #khyatihospital #ahmedabad #chiragrajput #gujaratfirst@AhmedabadPolice @GujaratPolice pic.twitter.com/oq487wxZzM
— Gujarat First (@GujaratFirst) November 26, 2024
ચેરમેન કાર્તિક પટેલ પણ હજુ પોલીસ પકડથી બહાર
જો કે, ખ્યાતિ હોસ્પિટલના સર્જન ડૉ.સંજય પટોળિયા હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ડૉ.સંજય પટોળિયા આગોતરા જામીન માટે અરજી કરી ચૂક્યો છે. એટલું જ નહીં પરંતુ ડૉ. સંજય પટોળિયા સાથે ચેરમેન કાર્તિક પટેલ પણ હજુ પોલીસ પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ‘ખ્યાતિકાંડ’ ના બે મોટા માથા હજુ પણ પોલીસ પકડથી બહાર છે.
હર્ષ સંઘવીએ કડક કાર્યવાહીના આપ્યા હતા આદેશ
નોંધનીય છે કે, ‘ખ્યાતિકાંડ’ને લઈને ગૃહ રાજ્ય મંત્રીએ પોલીસને કાર્યવાહી કરવામાં ખાસ કહ્યું હતું. સતત આ ઘટના પર તેઓ વિગતો માંગતા રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ આ કાંડના દરેક આરોપીને સજા કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. નોંધનીય છે કે, ગૃહ રાજ્ય મંત્રી દ્વારા ‘ખ્યાતિકાંડ’ના આરોપીઓને ઝડપી પડકી પાડવા માટે પોલીસને કડક શબ્દોમાં સૂચનાઓ પણ આપી હતી. જેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં આવી અને અત્યારે આ ‘ખ્યાતિકાંડ’ ના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યાં છે.
આ પણ વાંચો: Khyati Hospital નો વધુ એક 'કાંડ'! ઓપરેશન કર્યાનાં માત્ર 3 જ મહિનામાં 1 વ્યક્તિનું મોત