ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા દેશમાં સૌ પ્રથમ સાયબર ક્રાઈમ કરતા સર્વર સાથે દિલ્હી અને મુંબઈ ખાતેથી 2 આરોપીની ધરપકડ કરી

અહેવાલ - પ્રદીપ કચિયા એપ્લિકેશન માધ્યમથી લોન મેળવનાર લોકોની સાથે ઠગાઈ કરતી ગેંગની કમર સાયબર ક્રાઇમ એ તોડી છે. સાઇબર ક્રાઇમ એ નોઈડાથી ઓપરેટ થતું એક સર્વર ઝડપી પાડ્યું. સાથે જ નોઈડા અને પુનાથી બે લોકોની ધરપકડ કરી છે.જે આરોપી...
04:21 PM Aug 26, 2023 IST | Hardik Shah
અહેવાલ - પ્રદીપ કચિયા એપ્લિકેશન માધ્યમથી લોન મેળવનાર લોકોની સાથે ઠગાઈ કરતી ગેંગની કમર સાયબર ક્રાઇમ એ તોડી છે. સાઇબર ક્રાઇમ એ નોઈડાથી ઓપરેટ થતું એક સર્વર ઝડપી પાડ્યું. સાથે જ નોઈડા અને પુનાથી બે લોકોની ધરપકડ કરી છે.જે આરોપી...

અહેવાલ - પ્રદીપ કચિયા

એપ્લિકેશન માધ્યમથી લોન મેળવનાર લોકોની સાથે ઠગાઈ કરતી ગેંગની કમર સાયબર ક્રાઇમ એ તોડી છે. સાઇબર ક્રાઇમ એ નોઈડાથી ઓપરેટ થતું એક સર્વર ઝડપી પાડ્યું. સાથે જ નોઈડા અને પુનાથી બે લોકોની ધરપકડ કરી છે.જે આરોપી ચાઈનામાં બેઠલા એક ભારતીય નાગરિક દ્વારા આ લોન ફોર્ડના નેટવર્ક સાથે સંકળાયેલા હતા.

દેશભરમાં થતા લોન ફ્રોડ અને તે બાદ અપાતી ધમકીઓમાં થોડા ઘણા અંશે રાહત મળે તેવી કામગીરી અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે. સાયબર ક્રાઇમની ટીમે લોન ફોર્ડ અને બ્લેકમેઇલ કરતી ગેંગનું નેટવર્ક ઝડપીને બે આરોપીની ધરપકડ કરી છે. દેશભરમાં એપ્લિકેશન થી ઈંસ્ટન્ટ લોન મેળવ્યા બાદ લોકોને બ્લેકમેઇલ કરીને રૂપિયા પડાવતી ગેંગની અનેક ફરિયાદો સામે આવી રહી હતી. જેમાં અમદાવાદમાં પણ અનેક લોકો આ ગેંગનો ભોગ બની રહ્યા હતા.જેથી સાયબર ક્રાઇમની ટીમે ટેક્નિકલ એનાલિસીસ દ્વારા કોલિંગ કરનાર સર્વિસ અને ડેટાનું સર્વર ઝડપી પાડ્યું છે સાથે જ નોઈડા અને પુનામાં રેડ કરી આ નેટવર્ક ચલાવનાર બે ની ધરપકડ કરી છે. પુનાથી વિજયકુમાર કુંભાર અને નોઈડાથી ગૌરવસિંગની ધરપકડ કરવામાં આવી છે. તેમની તપાસમાં આ નેટવર્ક ચાઈનાથી ઓપરેટ થતું હોવાનું ખુલ્યું છે. સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપી પાસેથી ચાર મોબાઇલ અને બે લેપટોપ કબ્જે કરી તેમની પાસે રહેલો 50 ટીબી ડેટા મળી આવ્યો છે.જે ડેટામાં કરોડોની સંખ્યામાં લોકોના નામ અને સરનામાં સાથેની આખી પ્રોફાઈલ વાળા ડેટા મળી આવ્યા છે.

સાયબર ક્રાઈમના ACP J. M. યાદવે જણાવ્યુ હતું કે એપ્લિકેશન માં ચાલતી ઈંસ્ટન્ટ લોન નેટવર્કનું સિસ્ટમ ચાઈનાથી ઓપરેટ થતું હતું. જ્યારે તેનું મેનેજમેન્ટ ભારતમાં જુદા જુદા શહેરોમાં ચાલતા કોલ સેન્ટર દ્વારા થતું હતું..પરતું જે કોલિંગ માટેનું સર્વર નોઈડાથી ઓપરેટ કરાવામાં આવતું હોવાની હકિકત સામે આવી હતા.. જેનો માસ્ટર માઈન્ડ વિજયકુમાર કુંભાર હતો જે આઇટી કંપની આડમાં સર્વર મેનેજ કરતો હતો..જે સર્વર સિસ્ટમનું કનેક્શન નોઈડના ગૌરવસિંગ પાસે રહેતું હતું.અને આરોપી ગૌરવસિંગ વેબ વર્ક્સ ડેટા સેન્ટરની આડમાં સર્વર ચાલતું હતું..આ સર્વરનું ઓપરેટ સિસસ્ટમ ચાઈનામાં બેઠેલો ભારતીય નાગરિક કરતો હતો..જેની સાથે બે ચાઈનીઝ વ્યક્તિ પણ સંડોવાયેલા હોવાનુ સામે આવ્યું છે. તેઓ લોન લેનાર વ્યક્તિ ના પ્રોફાઈલ ડેટા ચોરી કરીને તેમના ફોટો પરથી અશ્લીલ ફોટો મોર્ફ કરીને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવતા હતા.જેમાં અનેક લોકો બ્લેકમેઇલ થી આપઘાત પણ કરી ચુક્યા હોવાની ઘટના સામે આવી છે. જોકે આ સિસ્ટમ નું માસ્ટર માઈન્ડ ચાઈનામાં બેસી ચલાવી રહ્યો છે.

પકડાયેલ બે આરોપીની પૂછપરછ માં છેલ્લા બે વર્ષથી આ સર્વર ઓપરેટ કરતા હતા..જેમાં બે લાખ સુધીનો પગાર ચૂકવામાં આવતો હતો. સાયબર ક્રાઈમની ટીમે લોન નેટવર્ક સર્વર પકડયું છે પરતું તેનુ કનેક્શન દેશના જુદાજુદા શહેરોમાં કોલ સેન્ટર થકી લોકોને ફોન કરી બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યા છે.. ત્યારે બ્લેકમેઇલ ના પૈસા પર ભારત થી ચાઈના ક્રિપટો કરન્સીમાં પહોંચી રહ્યા છે. જેને પકડવા માટે પણ સાયબર ક્રાઇમ ટીમ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે અમદાવાદ સાયબર ક્રાઇમ દેશની પહેલી એજન્સી છે જે લોન ફ્રોડના મૂળ સુધી પહોંચી છે.

આ પણ વાંચો - રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી અવાવરૂં જગ્યા ઉપર લઈ જઈને લૂંટ કરતા બે વ્યક્તિની નારોલ પોલીસે કરી ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Ahmedabad Newscyber crimeFraudNoida
Next Article