Ahmedabad: નશામાં ધૂત Ripal Panchal ના તેવર તો જુઓ! ઘટના અંગે કોઈ અફસોસ પણ નથી
- નાણાં અને નશાના મદમાં બેફામ નબીરાને જોઈ લો!
- આવા તત્વો કાયદાને શું સમજે છે તેનો બોલતો પુરાવો!
- કેમરા સામે પોતે નશામાં હોવાનો કરે છે એકરાર
- મારી પાસે નશો કરવાની પરવાનગી છેઃ રિપલ પંચાલ
Ahmedabad: અમદાવાદમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં અત્યારે નવો એક વળાંક સામે આવ્યો છે. આરોપી સામે આ પહેલા પણ Drink & Drive ના કેસ નોંધાઈ ચૂક્યો છે. આવા નબીરાઓને ના તો કાયદાનો કોઈ ડર છે કે, ના તો પોલીસનો! રૂપિયા અને નશાના મદ થયેલો રિપલ પંચાલને કાયદાનો કોઈ ડર નથી તેનો આ બોલતો પુરાવો છે. જો કે, આરોપી રિપલ અગાઉ બોડકદેવમાં Drink & Drive કેસમાં પકડાઈ ચૂક્યો છે. અત્યારે પણ તેને આ અકસ્માતનો કોઈ અફસોસ નથી તેવું મીડિયા સામે બોલી રહ્યો છે.
અનેક વાહનોને અડફેટે લીધા બાદ સિગારેટના કશ ખેંચ્યા
નોંધનીય છે કે, અમદાવાદમાં ધોળા દિવસે નશેડી નબીરાએ આતંક મચાવ્યો છે. નશામાં ધૂત રિપલ પંચાલે બોપલમાં અનેક વાહનોને અડફેટે લીધા બાદ સિગારેટના કશ ખેંચ્યા હતો. વીડિયો જોતા એવું લાગી રહ્યું છે કે તે થોડો પણ ભાનમાં નથી. સંપૂર્ણ રીતે નશામાં ધૂત હોય તેવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે,રિપલ પંચાલે ઓડીની રફ્તારમાં અનેકને ઉડાવ્યા છે. અકસ્માતા સર્જ્યા બાદ નશાની હાલતમાં બહાર નીકળી રિપલ પંચાલ સ્પ્રે છાંટતો હતો.
આ પણ વાંચો: Ahmedabad: રફ્તારનો આતંક! કારચાલક નબીરાએ 5 કાર સહિત અનેક વાહનોને મારી ટક્કર
‘જે અવેલેબર હતો એ પીધો’ મીડિયા સમક્ષ રિપલ પંચાલનો જવાબ
પોલીસ પકડમાં હોવા છતાં આરોપીને રૂપિયાનો ઘમંડ છે. બોપલ હીટ એન્ડ રન કેસના આરોપીની નિર્લજ્જતા સામે આવી છે. મીડિયાના સવાલોના જવાબ આપવા જેટલું પણ તેના ભાન નહોતું. અત્યારે પોલીસે આરોપી રિપલ પંચાલ સામે કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન મીડિયાએ સવાલ કરતા કહ્યું કે, ‘મારો વકીલ જવાબ આપશે’. મતલબ કે, આરોપીને રૂપિયાનો કેટલો ઘમંડ છે. એટલું જ નહીં પરંતુ આ ઘટના અંગે કોઈ અફસોસ પણ નથી. જ્યારે મીડિયાએ સવાલ કર્યો કે, કયો દારૂ પીધો છે? ત્યારે રિપલ પંચાલે કહ્યું કે, જે અવેલેબર હતો એ પીધો’ ગુજરાતમાં દારૂ બંધી છે છતાં પણ રિપલ પંચાલ નશામાં ધૂત થઈ ડ્રાઈવ કરી રહ્યો હતો.
આ પણ વાંચો: VADODARA : MSU ના આર્કિટેક્ચર વિભાગમાં પ્રોફેસરની નિમણૂંક શંકાના દાયરામાં