Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad નાં પાલડી વિસ્તારમાં પાર્સલમાં ભેદી ધડાકો, પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Ahmedabad: શહેરના પાલડી વિસ્તારમાં આજે બપોરના સમયે એકાએક થયેલા ભેદી ધડાકાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો. ફાલ્કન કાર્ગોની પાર્સલ ઓફિસની બહાર બનેલી આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કાફલો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.
ahmedabad નાં પાલડી વિસ્તારમાં પાર્સલમાં ભેદી ધડાકો  પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો
Advertisement
  • અમદાવાદ (Ahmedabad)  નાં પાલડી વિસ્તારમાં પાર્સલમાં ભેદી ધડાકો
  • ફાલ્કન કાર્ગોની પાર્સલ ઓફિસ બહાર બની ઘટના
  • લ્યુબ્રિકન્ટ સ્પ્રે બોટલમાં એર પ્રેશરના કારણે ધડાકો થયો
  • બપોરે 2.40 આસપાસ બની હતી ધડાકાની ઘટના
  • જોકે સદનસીબે ધડાકામાં જોઈ જાનહાનિ નહી
  • ઝોન 7 DCP અને BDS ટીમ ઘટના સ્થળે પહોંચી

Ahmedabad: શહેરના પાલડી વિસ્તારમાં આજે બપોરના સમયે એકાએક થયેલા ભેદી ધડાકાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો. ફાલ્કન કાર્ગોની પાર્સલ ઓફિસની બહાર બનેલી આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કાફલો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.

અમદાવાદ (Ahmedabad) નાં પાલડી વિસ્તારમાં પાર્સલમાં ભેદી ધડાકો

પ્રાપ્ત વિગતો અનુસાર, પાલડીમાં આવેલી ફાલ્કન કાર્ગોની ઓફિસ બહાર કેટલાક પાર્સલ પડ્યા હતા. બપોરે અંદાજે 2:40 વાગ્યાની આસપાસ આ પાર્સલમાંથી જોરદાર ધડાકો સંભળાયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પાર્સલમાં રહેલી લ્યુબ્રિકન્ટ સ્પ્રેની બોટલોમાં એર પ્રેશર વધવાને કારણે આ બ્લાસ્ટ થયો હતો. અચાનક થયેલા અવાજને કારણે સ્થાનિકો અને ઓફિસના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

Advertisement

પોલીસ અને BDS દ્વારા તપાસ

ઘટનાની જાણ થતા જ ઝોન-7 ના DCP શિવમ વર્મા અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે BDS ની ટીમને પણ બોલાવવામાં આવી હતી, જેણે ઘટનાસ્થળે પહોંચીને તમામ પાર્સલ અને આસપાસના વિસ્તારની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

Advertisement

DCP શિવમ વર્માનું નિવેદન

સમગ્ર મામલે મીડિયાને માહિતી આપતા DCP શિવમ વર્માએ જણાવ્યું હતું કે, "અંદાજે 4 થી 5 લ્યુબ્રિકન્ટ સ્પ્રેની બોટલોમાં ધડાકો થયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના એર પ્રેશરને કારણે બની હોવાનું જણાય છે. તપાસ દરમિયાન હાલ કોઈ પણ પ્રકારની વાંધાજનક સામગ્રી મળી આવી નથી. જોકે, સુરક્ષા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને BDS ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે."

આ ઘટનામાં કોઈને ઈજા ન પહોંચતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ પોલીસ આ પાર્સલ ક્યાંથી આવ્યું હતું અને તેમાં સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે નહીં તે દિશામાં તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Studio On Wheels: પાટણના હમીરપુરા ગામનો ખેડૂત પુત્ર બન્યો IAS, IPS બન્યા બાદ પણ વિપુલભાઈ ચૌધરીએ લક્ષ્ય ન છોડ્યું, વધાર્યું ગુજરાતનું ગૌરવ

Tags :
Advertisement

.

×