ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: Fake judge મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અને તેના કારનામાના આંતરરાષ્ટ્રીય સ્તરે પડ્યા પડઘા

Ahmedabad: અમદાવાદમાં મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન (Morris Samuel Christian ) નામના ભેજાબાજે આર્બિટ્રેટર કોર્ટ (Court of Arbitrator) તરીકે હુકમ કરી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું.
11:09 AM Oct 24, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad: અમદાવાદમાં મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન (Morris Samuel Christian ) નામના ભેજાબાજે આર્બિટ્રેટર કોર્ટ (Court of Arbitrator) તરીકે હુકમ કરી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું.
Ahmedabad fake judge
  1. મોરીસ સેમ્યુઅલ ક્રરીશ્ચયનના વધુ એક કાંડનો પર્દાફાશ
  2. આરોપી મોરીસ સેમ્યુઅલનાં કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સીટીના ફોટો વાયરલ
  3. યુનિવર્સિટી દ્વારા નકલી ડિગ્રી અંગે નોટિસ જાહેર કરવામાં આવી

Ahmedabad: અમદાવાદમાં મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન (Morris Samuel Christian ) નામના ભેજાબાજે આર્બિટ્રેટર કોર્ટ (Court of Arbitrator) તરીકે હુકમ કરી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું. આ નકલી જજ (Fake judge) અને તેના કારનામાંના પડધા આંતરરાષ્ટ્રીય સ્તરે પડ્યા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, મોરીસ સેમ્યુઅલ ક્રરીશ્ચયન (Morris Samuel Christian )ના વધુ એક કાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આરોપી મોરીસ સેમ્યુઅલનાં કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટીના ફોટો વાયરલ થયા હતાં.

જો કોઈપણ છેતરપીંડી થાય તો યુનિવર્સિટીની જવાબદારી રહેશે નહીંઃ CVU

ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટી (Commonwealth Vocational University) ‘ઘાના’ રાષ્ટ્રના ટોંગોમાં આવેલી છે. યુનિવર્સિટી દ્વારા ભારત દેશમાં નકલી ડિગ્રી અંગે નોટિસ જાહેર કરવામાં આવી છે. ફેક સર્ટીફીકેટ અને અન્ય મામલાઓને લઈને ચેતવણી આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટીએ કહ્યું કે, ‘જો કોઈપણ છેતરપીંડી થાય તો યુનિવર્સિટીની જવાબદારી રહેશે નહીં.’

આ પણ વાંચો: ભારે કરી..! આ ભેજાબાજે ઊભી કરી દીધી નકલી કોર્ટ, બોગસ વકીલ, સ્ટાફ પણ રાખ્યો!

CVU એ કેવું DISCLAIMER આપ્યું?

કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટીએ નોટિસ જાહેર કરી અને લખ્યું કે, ‘અમારા ધ્યાને આવ્યું છે કે, યુનિવર્સિટીના પ્રતિનિધિ હોવાનો દાવો કરતા ભારતના કેટલાક લોકો દિલ્હી - ભારતમાં અપ્રસ્તુત તારીખો પરની ઘટનાઓ વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટીના નામે નકલી પ્રમાણપત્રો પણ જારી કરી રહ્યા છે. યુનિવર્સિટીને તેમની સાથે કોઈ જોડાણ નથી અને તેમાંથી ઉદ્ભવતા કોઈપણ નુકસાન અથવા કપટપૂર્ણ પ્રવૃત્તિના કિસ્સામાં તે જવાબદાર રહેશે નહીં.’

આ પણ વાંચો: Ahmedabad : નકલી જજ મોરિસ ઠગાઈનો અઠંગ ખેલાડી! એક પછી એક થયા ચોંકાવનારા ખુલાસા!

શું ખરેખર મોરીસ સેમ્યુઅલ પાસે આ યુનિવર્સિટીની ડિગ્રી છે?

મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નામના આરોપી સામે તરરાષ્ટ્રીય લો ડીગ્રી સામે પણ સવાલો થઈ રહ્યાં છે. શું ખરેખર મોરીસ સેમ્યુઅલ પાસે આ યુનિવર્સિટીની ડિગ્રી છે? પ્રશ્ન એ પણ છે કે, શું કારંજ પોલીસ કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સીટીનો સંપર્ક કરશે? કારણે કે, આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન સામે કારંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો: Ahmedabad : નકલી જજને કોર્ટમાં રજૂ કરાયો, આરોપીએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!

અનેક કલમો હેઠળ આરોપી સામે ગુનો નોંધાયો

કારંજ પોલીસ સ્ટેશનમાં (Karanj Police Station, Ahmedabad) મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે નોંધાયેલી ફરિયાદમાં થયેલા આરોપ મુજબ, મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને વિવાદિત જમીન પચાવી પાડવા માટે આર્બિટ્રેટર કોર્ટ જેવો માહોલ ઊભો કર્યો હતો અને હુકમ કર્યો હતો. આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અને તેની સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ વિરુદ્ધ IPC કલમ 420, 465, 467, 471,120 (બી) અંગે ગુનો દાખલ કરવા કોર્ટે હુકમ કર્યો છે.

Tags :
Ahmedabad fake judgeAhmedabad fake judge NewsAhmedabad fake judge UpdateCommonwealth Vocational UniversityCommonwealth Vocational University DISCLAIMERFake judge Morris Samuel Christianfake JUdge newsFake Judge UpdateGujarati NewsMorris Samuel ChristianMorris Samuel Christian Update
Next Article