Ahmedabad: વિદેશી મહિલાએ હોટલમાં મચાવ્યો હોબાળો, CID ક્રાઈમની ટીમને ધોઈ નાખી!
- અમદાવાદની શૈલી હોટલમાં CID ક્રાઈમે પાડી હતી રેડ
- CID ક્રાઈમની ટીમ પર એક વિદેશી યુવતીએ હુમલો કર્યો
- ક્રાઈમ બ્રાન્ચ પર હુમલો કરી દેતા મામલો વધારે ઉગ્ર બન્યો
Ahmedabad: અમદાવાદમાં અત્યારે અનેક જગ્યાએ સ્પા અને હોટલો ચાલી રહીં છે. પરંતુ આ સ્પા અને હોટલની આડમાં માલિકો વેશ્યાવૃત્તિનો ધંધો કરી કરતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આવા જગ્યાઓ પર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. પરંતુ ઘણી વારે ક્રાઇમ બ્રાન્ચના લોકોને પણ પરેશાનીનો સામનો કરવો પડતો હોયો છે.વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદ (Ahmedabad)ની એક હોટેલમાં CID ક્રાઈમની ટીમ રેડ પાડવા માટે પહોંચી હતી. પરંતુ અહીં હોટલમાં CID ક્રાઈમની ટીમ પર એક વિદેશી મહિલાઓ હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: Rajkot: વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવા મામલે મધુ ટાઢાણીની ધરપકડ
શૈલી હોટલમાં CID ક્રાઈમે પાડી હતી રેડ
આ હુમલાની ઘટનાનો એક વીડિયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો શહેર (Ahmedabad:)ની વસ્ત્રાપુરમાં આવેલ શૈલી હોટલમાં CID ક્રાઈમ બ્રાન્ચની ટીમ રેડ કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન હોટેલમાં CID ક્રાઈમની ટીમને બે વિદેશી મહિલાઓ જોવા મળી હતી, જે સિગારેટ પી રહીં હતી, આ મહિલાઓ પાસે CID ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરી દસ્તાવેજ માંગ્યા તો મહિલાઓ તેમના પર ગુસ્સે થઈ ગઈ હતી. એક વિદેશી મહિલાઓ તો CID ક્રાઈમ બ્રાન્ચ પર હુમલો કરી દેતા મામલો વધારે ઉગ્ર બન્યો હતો.
- અમદાવાદની શૈલી હોટલમાં CID ક્રાઈમે પાડી હતી રેડ
- CID ક્રાઈમની ટીમ પર એક વિદેશી યુવતીએ હુમલો કર્યો
- ક્રાઈમ બ્રાન્ચ પર હુમલો કરી દેતા મામલો વધારે ઉગ્ર બન્યો#ahmedabad #GujaratiNews #hotal #CIDcrime— Gujarat First (@GujaratFirst) August 2, 2024
આ પણ વાંચો: Chhotaudepur: આદિવાસીઓમાં દિવાસાના તહેવારની ભારે આસ્થાભેર ઉજવણી, પ્રથા એવી કે...
રેડ દરમિયાન વિદેશી યુવતીએ કર્યો ટીમ પર હુમલો
નોંધનીય છે કે, આ ઘટનાનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ વિદેશી મહિલાઓ પાસે CID ક્રાઈમની ટીમે દસ્તાવેજો માંગ્યા હતા. પરંતુ તે વિદેશી મહિલાઓ દસ્તાવેજ બતાવવાની જગ્યાએ ટીમ પર હુમલો કરી દીધો હતો. જેથી અત્યારે CID ક્રાઈમની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. પરંતુ અત્યારે કોઈ વિગતો સામે નથી આવી કે તેમની પર શું કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Surat: પરવાના વગર આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર તંત્રના દરોડા, લાખોનો મદ્દામાલ જપ્ત