ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: ગેસ ગળતરની ઘટનામાં વધુ એક વ્યક્તિનું થયું મોત, 6 લોકો હજુ સારવાર હેઠળ

Ahmedabad: ગેસ ગળતરની ઘટનામાં ઘટનામાં વધુ એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
03:27 PM Oct 29, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad: ગેસ ગળતરની ઘટનામાં ઘટનામાં વધુ એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
Ahmedabad
  1. અમદાવાદના નારોલમાં ગેસ ગળતર થવાનો કેસ
  2. ગેસ ગળતર ઘટનામાં વધુ એક વ્યક્તિનું થયું મોત
  3. સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું

Ahmedabad: અમદાવાદના નારોલ વિસ્તારમાં બે દિવસ પહેલા ગેસ ગળતરની ઘટના બની હતી. જેમાં 9 લોકોને અસર થઈ હતી અને તેમાંથી 2 કર્મચારીઓનું મોત થયું હતું. અત્યારે તે બાબતે દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. ગેસ ગળતરની ઘટનામાં ઘટનામાં વધુ એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. નારોલ ગેસ ગળતરની ઘટનામાં મોતનો આંક અત્યારે 3 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: ગેસ ગળતરની ઘટના મામલે દેવી સિન્થેટિક કંપનીના સંચાલક સામે ફરિયાદ

6 શ્રમિકો એલ.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગેસ ગળતરની ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. જેથી તેમના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, હજુ પણ 6 શ્રમિકો એલ.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જેમની હાલત પણ નાજૂક હોવાનું જણાયું છે. નોંધનીય છે કે, આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ગેસ ગળતરની ઘટનાને લઈને અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: ધનતેરસ અને દિવાળીના પગલે ફૂલોની માંગ વધી તો ભાવમાં પણ વધારો જોવા મળ્યો

ગેળ ગળતરની ઘટનામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી

મળતી વિગતો પ્રમાણે દેવી સિન્થેટિક કંપનીના સંચાલક સામે ગઈ કાલે ફરિયાદ નોંધાઈ અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વિનોદ અગ્રવાલ અને સુપરવાઇઝર મંગલસિંહ રાજપુરોહિત સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. નોંધનીય છે કે, કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા બાબતે બેદરકારી બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 3 કર્મચારીઓનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Rajkot: સત્યનારાયણની કથા બંધ કરાવવા મામલે જયંત પંડ્યા સામે ફાટ્યો આક્રોશ

Tags :
AhmedabadAhmedabad NewsGas leak incidentGas leak incident AhmedabadGas leak incident NarolGas leak incident UpdateGujarati NewsLatest Ahmedabad NewsNarolNarol gas leak incidentઅમદાવાદગેસ ગળતરનારોલ
Next Article