ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: ગુજરાત HC માં ન્યાયાધીશ માટે કોલેજિયમે 8 નામોની ભલામણ કરી, જુઓ યાદી

ગુજરાત રાજ્યની ન્યાયિક પ્રક્રિયામાં વધારો થશે. હાઈકોર્ટમાં 8 ન્યાયાધીશના નામો પર સુપ્રીમ કોર્ટ દ્વારા ભલામણ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યામાં વધારો થશે.
06:00 PM Mar 20, 2025 IST | Vishal Khamar
ગુજરાત રાજ્યની ન્યાયિક પ્રક્રિયામાં વધારો થશે. હાઈકોર્ટમાં 8 ન્યાયાધીશના નામો પર સુપ્રીમ કોર્ટ દ્વારા ભલામણ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યામાં વધારો થશે.
ahmedabad gujarat High Court First Gujarat

ગુજરાત રાજ્યની ન્યાયિક પ્રક્રિયામાં આગામી સમયમાં વધારો થવાનો છે. હાઈકોર્ટમાં 8 ન્યાયાધીસના નામો પર સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ભલામણ કરવામાં આવી છે. મંજૂરી બાદ હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 40 થશે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે આઠ ન્યાયિક અધિકારીઓની નિમણૂકની ભલામણ કરી છે. બુધવાર (૧૯ માર્ચ) ના રોજ યોજાયેલી કોલેજિયમની બેઠકમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશો તરીકે નીચેના ન્યાયિક અધિકારીઓની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.


(1) લિયાકાથુસૈન શમસુદ્દીન પીરઝાદા,

(2) રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી,

(3) જયેશ લખનશીભાઈ ઓડેદરા,

(4) પ્રણવ મહેશભાઈ રાવલ,

(5) મૂળચંદ ત્યાગી,

(6) દિપક મનસુખલાલ વ્યાસ,

(7) ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ,

(8) રોહનકુમાર કુંદનલાલ ચુડાવાલા.

આ પણ વાંચોઃ Gujarat : જળસંપત્તિ વિભાગને નવી યુવાશક્તિનું સામર્થ્ય અને કૌશલ્ય મળ્યા

ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે કુલ 52 મંજૂર જગ્યા જેની સામે હાલ 32 ન્યાયાધીશ કાર્યરત છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હાઇકોર્ટ ન્યાયાધીશોની સંખ્યા 40 થશે.

આ પણ વાંચોઃ Gujarat : જળસંપત્તિ વિભાગને નવી યુવાશક્તિનું સામર્થ્ય અને કૌશલ્ય મળ્યા

Tags :
Ahmedabad Gujarat High CourtAhmedabad NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarat High Court Judge AppointmentGujarat High Court. Appointment of Judges. Collegium ResolutionSupreme Court Collegium
Next Article