Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: ભારે બફારા બાદ શહેરમાં પડ્યો ધોરમાર વરસાદ, મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ ભારે પવન સાથે અમદાવાદમાં શરૂ થયો વરસાદ એસજી હાઈવે, ગોતા વિસ્તારમાં વરસાદ Ahmedabad: અમદાવાદમાં લાંબા વિરામ બાદ ધોરમાર વરસાદ થયો છે. ગુજરાત પરની વરસાદી સિસ્ટમ નબળી પડી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અમદાવાદ (Ahmedabad)માં...
ahmedabad  ભારે બફારા બાદ શહેરમાં પડ્યો ધોરમાર વરસાદ  મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
  1. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ
  2. ભારે પવન સાથે અમદાવાદમાં શરૂ થયો વરસાદ
  3. એસજી હાઈવે, ગોતા વિસ્તારમાં વરસાદ

Ahmedabad: અમદાવાદમાં લાંબા વિરામ બાદ ધોરમાર વરસાદ થયો છે. ગુજરાત પરની વરસાદી સિસ્ટમ નબળી પડી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અમદાવાદ (Ahmedabad)માં અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. આજે બપોરેથી શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર પછી અમદાવાદ (Ahmedabad)માં અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. નોંધનીય છે કે, અમદાવાદ (Ahmedabad)માં કાળા ડિબાંડ વાદળો સાોથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં ભારે વરસાદ સાથે વરસાદ શરૂ થયો છે.

Advertisement

આ પણ વાંચો: આગામી 6 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, દરિયામાં જોવા મળશે ભારે કરંટ

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ થયો

વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદ (Ahmedabad) શહેરમાં ધોધમાર વરસાદ થયો હતો. જેમાં એસજી હાઈવે, ગોતા વિસ્તાર, રાણીપ, વાડજ, આશ્રમ રોડ અને નિકોલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. નોંધનીય છે કે, રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદી વાતાવરણ હતું પરંતુ વરસાદ થઈ રહ્યો નહોતો. આજે વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી છે.

Advertisement

આ પણ વાંચો: નેશનલ હાઇ-વે પર ટ્રાફીક જામ, રસ્તા પરના ખાડા જવાબદાર

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં યલો એલર્ટ

અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો, હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે રાજ્યમાં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, રાજ્યમાં 4 દિવસ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણાં દિવસોથી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત જોવા મળી રહીં છે. જો કે, અત્યારે ઓફશૉર ટ્રફ સક્રિય હોવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Congress Nyay Yatra : કોંગ્રેસનાં નેતાઓએ રાજ્ય સરકારને આડે હાથ લીધી! BJP નેતાઓએ કર્યો વળતો પ્રહાર

Tags :
Advertisement

.