ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદ : પાલડીમાં થયેલી હત્યાનો મામલો, પોલીસે આરોપીને ઝડપીને તપાસ હાથ ધરી

અમદાવાદ શહેરમાં ગુનેગારોને હવે પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન રહ્યો હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં 2 દિવસ પહેલા કાર ચડાવીને અલ્પેશ રબારી નામના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જે મામલે અમદાવાદ...
04:22 PM May 14, 2023 IST | Dhruv Parmar
અમદાવાદ શહેરમાં ગુનેગારોને હવે પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન રહ્યો હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં 2 દિવસ પહેલા કાર ચડાવીને અલ્પેશ રબારી નામના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જે મામલે અમદાવાદ...

અમદાવાદ શહેરમાં ગુનેગારોને હવે પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન રહ્યો હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં 2 દિવસ પહેલા કાર ચડાવીને અલ્પેશ રબારી નામના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જે મામલે અમદાવાદ LCB એ 3 આરોપીની ધરપકડ કરી છે. હત્યા કર્યા બાદ આરોપીઓ હત્યામાં ઉપયોગ કરાયેલ કારને લઈને ફરાર થઈ ગયા હતા, જોકે ઝોન 7 એલસીબી પોલીસ દ્વારા ઘટનામાં મુખ્ય ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં દિવસોને દિવસે નાની બાબતો અથવા તો જૂની અદાવતોને કારણે ગુનાહિત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે. પાલડી વિસ્તારમાં 2 દિવસ પહેલા જૂની અદાવતમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જૂની અદાવતની સાથે આરોપીઓને મૃતક અલ્પેશથી ઈર્ષ્યા ભાવ પણ હતો, જેની ખુન્નસ રાખીને પાલડી વિસ્તારમાં પાર્થ હોસ્પિટલ પાસે આવેલી પંકજ સોસાયટી પાસે અલ્પેશ રબારી નામના યુવક પર કાર ચડાવીને હત્યા કરી દેવામાં આવી હતી. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. મુખ્ય રસ્તા પર આરોપીઓ દ્વારા કારને પુર પાટે દોડાવીને મૃતક અલ્પેશ પર ચડાવી દેવામાં આવી હતી. જેમ આમલી એલસીબી પોલીસ દ્વારા વિશાલ દેસાઈ, આશિષ દેસાઇ અને વિક્રમ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે.

ચાર દિવસ પહેલા પાલડી વિસ્તારની પંકજ સોસાયટીમાં દિવસ દરમિયાન હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પાલડી પોલીસ સહિત ડિવિઝનના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જે વાત પાંચ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે પૈકી ધરપકડ કરવામાં આવી છે, બાકીનાની શોધખોળ ચાલુ છે. કેમ કે CCTV ફૂટેજમાં આરોપીઓ દ્વારા કાર ચડાવી દેવાની ઘટનાની સાથે સાથે રસ્તા ઉપર લાકડીઓ સાથે અન્ય લોકો પણ જોવા મળ્યા હતા. મૃતકની હત્યાનો પ્લાન વિશાલ દેસાઈ નામના આરોપીએ કર્યો હતો. મહત્વની વાત એ છે કે હત્યાના આગલા દિવસે અલ્પેશ અને વિશાલ વચ્ચે ઝઘડો પણ થયો હતો.

અહેવાલ : પ્રદિપ કચીયા

આ પણ વાંચો : અમદાવાદ : આંગડિયા પેઢીની લૂંટ મામલે થયો ચોંકાવનારો ખુલાસો, ફરિયાદી જ નીકળ્યો માસ્ટર માઈન્ડ

Tags :
AhmedabadCrimeGujaratPaladi
Next Article