Ahmedabad: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જળયાત્રા, તાંબાના કળશને શણગારવામાં આવ્યાં
અમદાવાદમાં 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે યોજાનારી ભગવાન જગન્નાથની પરંપરાગત જળયાત્રાને લઈને ભારે કૌતુક સર્જાયું છે. સોમનાથ ભૂદરના આરે 108 કળશ સાથે થનારા ગંગાપૂજન અને પ્રભુના ગજવેષ શ્રૃંગારના અંતિમ દર્શન બાદ એક મોટી ધાર્મિક ઘટના બનશે જે ભક્તોને ભાવુક કરી દેશે.
Advertisement
Ahmedabad Jagannath Mandir Jal Yatra: અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ઐતિહાસિક ૧૪૯મી રથયાત્રા (Ahmedabad Rath Yatra) પૂર્વે જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની જળયાત્રા (Jal Yatra) કાઢવાની વર્ષો જૂની પરંપરા છે. આ વર્ષે જળયાત્રાને વધુ ભવ્ય બનાવવા માટે જગન્નાથ મંદિરમાં સવારથી જ મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ શરૂ થઈ ગઈ છે. ભક્તોના ભારે ઉત્સાહ વચ્ચે 108 તાંબા-પિત્તળના કળશ શણગારવામાં આવ્યા છે. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ બહેનો માથે કળશ ધારણ કરી સાધુ-સંતો સાથે સોમનાથ ભૂદરના આરે (Bhudarnoo Aro) પહોંચશે, જ્યાં શાસ્ત્રોક્ત વિધિથી ગંગાપૂજન કરી પવિત્ર જળ ભરવામાં આવશે.

