Ahmedabad: ‘પોલીસ બાપ છે બીજું કોઈ...’ હત્યાના આરોપીઓની શાન આવી ઠેકાણે
- હત્યાની ઘટના મામલે પોલીસે પંચનામાની કાર્યવાહી કરી
- ત્રણ આરોપીને સાથે રાખી ઘટના સ્થળ પર પંચનામાની કાર્યવાહી
- ‘પોલીસ જ બાપ છે’ એ પ્રકારનું રટણ રટવા લાગ્યા આરોપીઓ
Ahmedabad: અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં બનેલી હત્યાની ઘટના મામલે પોલીસે આરોપીને સાથે રાખી પંચનામાની કાર્યવાહી કરી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનની બરોબર 800 મીટર નજીક જ ન્યુ ક્લોથ માર્કેટ ગેટ નંબર 5 પાસે હત્યાની ઘટના બની હતી. જે મામલે પોલીસની નિષ્ક્રિયતા સામે આવી હતી, પરંતુ હવે પોલીસે ઘટના મામલે ઝડપાયેલ ત્રણ આરોપીને સાથે રાખી ઘટના સ્થળ પર પહોંચી પંચનામાની કાર્યવાહી કરી છે.
Ahmedabad: Police બાપ છે બીજું કોઈ બાપ નથી, આરોપીઓને કરાવ્યું કાયદાનું ભાન । Gujarat First@CMOGuj @sanghaviharsh @GujaratPolice @AhmedabadPolice #ahmedabad #ahmedabadpolice #cmo #bhupendrapatel #gujaratpolice #harshsanghvi #ahmedabadcrime #PoliceAction #crimeinvestigation… pic.twitter.com/cfKBwwPSYH
— Gujarat First (@GujaratFirst) November 21, 2024
આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વરમાં લેડી ડોન પલ્લવી પાટીલના આંતકે હદ વટાવી! કરતૂત CCTVમાં થઈ કેદ
પોલીસે આરોપી પાસે જાહેરમાં માફી પણ મંગાવી
નોંધનીય છે કે, લોકોમાં ડરનો માહોલ ન ફેલાય અને અસામાજિક તત્વો ગુનેગારોની શાન ઠેકાણે આવે તે પ્રકારે આરોપી પાસે માફી પણ મંગાવી. અત્યાર સુધી બેફામ બની લોકોને ડરાવનાર અને રોફ જમાવનાર આરોપી ડાહ્યા બની ગયા અને કહ્યું કે, ‘પોલીસ જ બાપ છે’ એ પ્રકારનું રટણ રટવા લાગ્યા હતા. એટલે કે મોડે મોડે પોલીસના સકંજામાં આવ્યા બાદ ત્રણેય આરોપીની શાન ઠેકાણે આવી ગઈ છે. પોલીસ ત્રણે આરોપીને સાથે રાખીને હત્યા પાછળનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: VADODARA : પૂર્વ કોર્પોરેટરના પુત્રનો હત્યારો બાબર નશેડી હોવાનો વીડિયો વાયરલ
બે દિવસ પહેલા કાગડાપીઠ વિસ્તારમાં બની હતી ઘટના
આ મામલે હત્યાની ઘટનાના બે દિવસ પહેલા પણ આરોપી દ્વારા મૃતક અલ્પેશ ઠાકોર પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે ત્યારે નકર કાર્યવાહી ન કરવામાં આવી જેના કારણે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કાકડાપીઠ પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર SA પટેલને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. હત્યાની ઘટના મામલે મૃતકના પરિવારજનો આરોપ છે કે, આરોપી બુટલેગર છે, જેમને શંકા હતી કે મૃતક અલ્પેશ ઠાકોરે તેમનો માલ પકડાવી દીધો છે. જેની અદાવત રાખીને પહેલા હુમલો કર્યો હતો અને બે દિવસ બાદ હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. અત્યારે પોલીસે તેમની સામે કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: નશાના કારોબારનો પર્દાફાશ! 1.23 કિલો MD ડ્રગ્સ અને હથિયાર સાથે આરોપીની ધરપકડ