Ahmedabad: સનાથલ વિસ્તારમાં આવેલા ભંગારના મોટા ગોડાઉનમાં લાગી ભીષણ આગ
- આદેશ આશ્રમ પાસે ખુલ્લા પ્લોટમાં આગની ઘટના
- ફાયરની 18 ગાડી થકી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ
- સનાથલ થી ચાંગોદર રોડ પણ આવેલ ગોડાઉનમાં લાગી આગ
Ahmedabad: અમદાવાદના સનાથલ વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યાં છે. આદેશ આશ્રમ પાસે ખુલ્લા પ્લોટમાં આગની આ ઘટના બની છે. નોંધનીય છે કે, ફાયરની 18 ગાડી થકી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી દેવામાં આવ્યો છે. સનાથલથી ચાંગોદર રોડ પણ આવેલ આદેશ આશ્રમ પાસે ગોડાઉનમાં આગ લાગી છે.વિગતે એવી પણ મળી રહીં છે કે, પેપરના મોટા ગોડાઉનમાં આગ લાગી છે. જેથી આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: APPLICATION માં વધુ વળતરની લાલચ આપી 29 લાખ પડાવ્યાં, Dahod police એ કરી ગઠિયાની ધરપકડ
2 કલાક બાદ પણ નથી લેવાયો આગ પર કાબુ
છેલ્લા બે કલાકથી આગ પર કાબુ લેવાનો પ્રસાય થઈ રહ્યો છે, પરંતુ આગ કાબુમાં આવી નથી. નોધનીય છે કે, અત્યારે આશરે 18 જેટલી ફાયર વિભાગની ગાડીઓ આગ પર કાબુ લેવાનો પ્રયત્ન કરી રહીં છે. અહીં સનાથલથી ચાંગોદર રોડ આલેવા ગોડાઉનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, ગોડાઉનમાં પેપર પડ્યા હોવાથી આગ વધારે વિકરાળ બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. રાહતની વાત એ છે કે, હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી