Ahmedabad: AMC માં અધિકારીઓએ જમાવ્યો છે અડ્ડો! કેમ નથી કરવામાં આવી રહીં બદલી?
- ભ્રષ્ટાચારનું કારણ એટલે એક જ જગ્યા પર નોકરી!
- એક જ જગ્યા પર નોકરી કરી રહ્યા છે અનેક અધિકારીઓ
- શા માટે નથી કરવામાં આવતી આ અધિકારીઓની બદલી?
Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)માં ભોજક જેવા અનેક અધિકારીઓ છે જેની સામે ભ્રસ્ટાચારની અનેકે બૂમો આવી છે, પરંતુ જાડી ચામડીના પદાધિકારીઓ તેનું કાયમી નિરાકરણ લાવતા નથી. તેના કારણે જ ભોજક જેવાની નવી પાંખો નીકળે છે અને કરોડોનો ભ્રષ્ટાચાર આચરે છે. આખરે ભોજક જેવા ભેજાબાજની હવે તો બદલીઓ કરવાની જરૂર છે. આખરે શા માટે વર્ષો સુધી એકની એક પોસ્ટ પર અધિકારીને રાખવામાં આવે છે?
આ પણ વાંચો: Gujarat: ફોરેસ્ટ ગાર્ડની ભરતીના મોટા સમાચાર, 25 ટકા ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે
એક જ જગ્યા પર અધિકારીઓ કરી રહ્યા છે નોકરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)માં વર્ષોથી અનેક અધિકારીઓ એક જ જગ્યા પર નોકરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. લગભગ કોઈ વિભાગ એવા બાકી નથી કે જેમાં અધિકારીઓ વર્ષો સુધી એક જ હોદ્દા પર રહી અડ્ડો ના જમાવ્યો હોય! અધિકારીઓને જે તે જગ્યા જાણે કે પેઢે પડી ગઈ હોય એમ એક જ જગ્યા પર રહી નોકરી કરી રહ્યા છે. સરકાર વાતો તો કરે છે કે, 3 વર્ષથી વધારે સમયથી એક જ જગ્યા પર નોકરી કરી રહ્યા હોય તેવા અધિકારીઓની બદલી કરી દેવામાં આવશે પણ વર્ષો વિતિ ચૂક્યા છે છતાં પરિણામ શૂન્ય જ છે! આખરે શા માટે અધિકારીઓની બદલી થતી નથી? વિગતે વાત કરીએ તો, અત્યારે વર્ગ 1 ના 54 અધિકારીઓ કે જે 4 વર્ષથી વધારે સમયથી એક જ જગ્યા પર ફરજ પર છે, વર્ગ 2 ના 100 અધિકારીઓ છે જે 3 વર્ષથી વધારે સમયથી એક જ જગ્યા પર બેઠા છે.
આ પણ વાંચો: વેપારીએ પોતાના પરિવાર સાથે જીવનલીલા સંકેલી, બે દિવસ પહેલા હતો પુત્રનો જન્મદિવસ
મહત્વના વિભાગોમાં અધિકારીઓ જમાવીને બેઠા છે અડિંગો
અત્યારે જેના પર સૌથી વધારે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યો છે તે એસ્ટેટ અને TDO વિભાગ છે. અને આ વિભાગમાં હર્ષદ ભોજક પણ હતો. તે વિભાગના આસી. એસ્ટેટ અને આસી. TDO સુરેશ ભોલોવાલીયા વર્ષ 2013 થી આજ વિભાગમાં છે. તો એ વિભાગના અન્ય 5 અધિકારીઓ વર્ષ 2020થી અહીં જ ફરજ પર છે. હજી સુધી આ અધિકારીઓની બદલી કરવામાં આવી નથી. AMC ના નાણાં વિભાગ HOD અમીષ શાહ વર્ષ 2014 થી આજ જગ્યા પર ફરજ બજાવી રહ્યા છે.
આ પણ વાંચો: એસટી ડેપોમાં હોમ ગાર્ડ જવાને એક મહિલાને ઢસેડી, Video થયો Viral
ભ્રષ્ટાચાર રોકવા માટે અધિકારીઓની બદલી કરવી ખુબ જ જરૂરી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, BRTS અને અમૃત સરોવર વિભાગના વડા ભાવિન પંડયા વર્ષ 2017 થી આજ જગ્યા પર ફરજ છે. વિજિલન્સ વિભાગ કે જેની ભ્રષ્ટાચારી પર લગામ કસવાની જવાબદારીઓ સૌથી વધારે હોય તેના વડા હિના ભાથાવાલા 2017 થી આજ જગ્યા પર ફરજ પર જે છે. આ સાથે CNCD વિભાગના વડા નરેશ રાજપૂત આજ સ્થળ પર વર્ષ 2019 થી અહીં જ ફરજ પર છે. તો તેમની સાથે ઇજનેર વિભાગમાં 5 અધિકારીઓ પણ 5 કે 6 વર્ષથી આજ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં બડકેલી હિંસાએ ગુજરાતની ચિંતા વધારી, કરોડોના ઓર્ડર થંભી ગયા
આટલા વર્ષો બાદ પણ નથી કરવામાં આવી બદલી
શહેરમાં લાઈટ વિભાગના ક્લાસ 1 અને 2 ડેપ્યુ. ઈજનેર અબ્દુલ સમદ મલ વર્ષ 2015 થી કિરીટ ડેલોલીયા વર્ષ 2017 થી આજ વિભાગમાં ફરજ પર છે. આરોગ્ય વિભાગની જવાબદારી જેના શિરે છે એ વિભાગમાં 2 ક્લાસ 1 અધિકારીઓ ભાવિન જોશી અને ભાવિન સોલંકી 2019 થી આજ વિભાગમાં ફરજ પર તો આરોગ્ય વિભાગ હેઠળ આવતી લેબોરેટરીમાં પણ અધિકારીઓ વર્ષોથી એ જ વિભાગમાં જાણે કે અડિંગો જમાવીને બેઠા છે. જેમાં એક પણ અધિકારીની બદલી કરવામાં આવી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) નહીં પરંતુ અડ્ડો જમાવ કંપની બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે. એક અધિકારી એક જ સ્થળ પર વર્ષો સુધી ફરજ બજાવે છે. જેથી ઘણા અધિકારીઓમાં ભ્રષ્ટાચારવધે છે અને તેનો ભોગ ટેક્ષ ચુકવનારા લોકો બનતા હોય છે.