Ahmedabad: ધો-12ની વિદ્યાર્થિનીનો આપઘાત, ધાર્યા કરતા ઓછુ પરિણામ આવતા ભર્યુ અંતિમ પગલું
- Ahmedabad: પરીક્ષામાં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો આપઘાત!
- નારોલ વિસ્તારમાં રહેતી ધોરણ 12ની છાત્રા કાજલ પાલે વ્હાલું કર્યું મોત
- સામાન્ય પ્રવાહમાં અપેક્ષા મુજબ 44 ટકા ન આવતા ભરી લીધું અંતિમ પગલું
- રિઝલ્ટથી નારાજ થઈને ગળેફાંસો ખાતા પરિવારમાં ફાટી નીકળ્યો કલ્પાંત
- બનાવની જાણ થતા નારોલ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી શરૂ કરી કાર્યવાહી
- પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા
અમદાવાદ (Ahmedabad) શહેરના નારોલ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં અભ્યાસ અને પરિણામના દબાણે (Academic Pressure) વધુ એક તેજસ્વી જીવનનો અંત આણ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ (Class 12 Commerce Result) બાદ અપેક્ષા મુજબના ટકા ન આવતા એક વિદ્યાર્થિનીએ મોતને વ્હાલું કર્યું છે.
ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત
વિગતો મુજબ, નારોલ (Narol) વિસ્તારમાં રહેતી કાજલ પાલ (Kajal Pal) નામની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લીધો હતો. કાજલ આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બેઠી હતી. પરિણામ જાહેર થતા તેને 44 ટકા પ્રાપ્ત થયા હતા. કાજલને તેના અભ્યાસમાં વધુ ઉંચી અપેક્ષાઓ હતી, પરંતુ ધાર્યા મુજબનું પરિણામ ન આવતા તે છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં (Depression) હોવાનું મનાઈ રહ્યું છે.
"બોર્ડની પરીક્ષા એ જિંદગીનું અંતિમ લક્ષ્ય નથી!" પરિણામ ગમે તે હોય, તમારી હિંમત અને મહેનત જ તમને આગળ લઈ જશે. Gujara First સાથેની ખાસ વાતચીતમાં MLA Rivaba Jadeja એ વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવથી દૂર રહેવા અને પોતાની ક્ષમતા પર ભરોસો રાખવા માટે ખૂબ જ સુંદર વાત કરી છે. હિંમત રાખો,… pic.twitter.com/VkiCy5HPXz
— Gujarat First (@GujaratFirst) May 5, 2026
Ahmedabad: પરિવારમાં શોકની લાગણી
આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવની જાણ થતા નારોલ પોલીસ (Narol Police) કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાલમાં અકસ્માતે મોતનો (Accidental Death) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાની ઉંમરે વિદ્યાર્થિનીએ ભરેલા આ પગલાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ છે. મનોચિકિત્સકો અને શિક્ષણવિદો ફરી એકવાર વાલીઓને અપીલ કરી રહ્યા છે કે બાળકો પર પરિણામનું દબાણ ન લાવે અને તેમને હિંમત આપે.
આ પણ વાંચો: Surat માં કરોડની છેતરપિંડીનો પર્દાફાશ, તામિલનાડુનો ભેજાબાજ ઇકો સેલની જાળમાં


