Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: શાળાના વિદ્યાર્થીઓની 4000 સાયકલ બની ભંગાર, આજુબાજુ ઉગી નિકળ્યા ઝાડી-ઝાંખરા

Ahmedabad: અમદાવાદના લાંભાની નવભારતી અનુદાનિત નિવાસી શાળાના મેદાનમાં સાયલકો ભંગાર હાલતમાં જોવા મળી છે. ચોંકાવનારી વાત એ છે કે, અહીં 100 કે 500 નહીં પરંતુ 4000 સાયકલો ધૂળ ખાઈ રહીં છે.
ahmedabad  શાળાના વિદ્યાર્થીઓની 4000 સાયકલ બની ભંગાર  આજુબાજુ ઉગી નિકળ્યા ઝાડી ઝાંખરા
Advertisement
  1. 100 કે 200 નહીં પરંતુ 4 હજારથી વધુ સાયકલ ખાઈ રહી છે ધૂળ
  2. શાળાના મેદાનમાં નવી નક્કોર સાયકલ પડી છે ભંગાર હાલતમાં
  3. જાળવણીના અભાવે સાયકલની આજુબાજુ ઉગી ગયા ઝાડી-ઝાંખરા

Ahmedabad: ગુજરાતમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે તેવી યોજના અમલમાં મુકી છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યા સરકારી સાયકલો શાળા સુધી તો પહોંચી છે પરંતુ એ સાયકલો વિદ્યાર્થીઓ સુધી પહોંચી નથી. આખરે શા માટે આટલી મોટી બેદરકારી કરવામાં આવે છે? કેમ બાળકોને સાયકલો આપવામાં નથી આવી? મળતી વિગતો પ્રમાણે અમદાવાદ (Ahmedabad)ના લાંભાની નવભારતી અનુદાનિત નિવાસી શાળાના મેદાનમાં સાયલકો ભંગાર હાલતમાં જોવા મળી છે. ચોંકાવનારી વાત એ છે કે, અહીં 100 કે 500 નહીં પરંતુ 4000 સાયકલો ધૂળ ખાઈ રહીં છે.

કેમ બાળકોને સાયકલો આપવામાં નથી આવી?

અહીં સાયકલો રાખવામાં આવી છે ત્યા આજુબાજૂ જંગલ જેવું થઈ ગયું છે. આ સાયલકો હવે કોઈ પણ કામની પણ રહીં નથી. જો આ સાયકલો બાળકોને આપવાની જ નહોતી તો પછી આટલો બધો ખર્ચો શા માટે કરવામાં આવ્યો? સરકારી પૈસાનું પાણી શા માટે કરવામાં આવ્યું છે? વિદ્યાર્થીઓને શાળાએ આવવા માટે સરળતા રહે તે માટે સરકારે સાયકલ યોજના નીકાળી હતીં પરંતુ આ યોજના તો અત્યારે ધૂળ ખાતી જોવા મળી રહીં છે. અહીં 4 હજાર જેટલી સાયકલો ભંગાર હાલતમાં પડેલી જોવા મળી છે.

Advertisement

આ પણ વાંચો: Pavagadh જતાં શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વનાં સમાચાર, આ સમયે મંદિર રહેશે બંધ!

Advertisement

શાળાના મેદાનમાં નવી નક્કોર સાયકલ પડી છે ભંગાર હાલતમાં

લાંભાની નવભારતી અનુદાનિત શાળાના મેદાનમાં 4 હજાર જેટલી નવી નક્કોર સાયલકો ભંગાર હાલતમાં સડી રહીં છે. એટલું જ નહીં પરંતુ જાળવણીના અભાવે સાયકલની આજુબાજુ ઝાડી-ઝાંખરા પણ ઉગી ગયા છે. હવે પ્રશ્ન એ થાય છે કે, આખરે શા માટે 4 હજાર જેટલી સાયકલોનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં ના આવ્યું? શા માટે સાયકલોને આવી રીતે ભંગાર હાલતમાં મેદાનમાં રાખી મુકવામાં આવી? પ્રશ્ન એ પણ થાય છે કે, કોના પાપે આ શાળાના બાળકો સાયકલોથી વંચિત રહ્યા?

આ પણ વાંચો: Ahmedabad : બાળક બાયોલોજિકલ માતા સાથે છે, ગેરકાયદે કસ્ટડી ન કહી શકાય : HC

4 હજાર સાયકલોનું વિદ્યાર્થીઓને કેમ નથી થયું વિતરણ?

નોંધનીય છે કે, આ પહેલા પણ એવી ઘણીય ઘટનાઓ સામે આવી છે. જેમાં સરકારી સાયકલો ભંગાર હાલતમાં સડી રહીં હોય. આ પહેલ ગુજરાતના અનેક જિલ્લામાં સાયકલ ધૂળ ખાઈ જોવા મળી હતી. જેમાં આણંદ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા સહિતના જિલ્લા સાયકલો ધૂળ ખાતી જોવા મળી હતી. જનતાના ટેકસ રૂપિયા કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. લોકોના પૈસાનું પાણી થતું હોય તેવું જણાઈ રહ્યું છે. સરકારે સાયકલ પછાળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે પરંતુ સાયકલો વિદ્યાર્થીઓ સુધી પહોંચી જ નથી!

આ પણ વાંચો: VADODARA : મગરના ઘર પાસે પાણીની લાઇમાં ભંગાણ, જોખમી રીપેરીંગ કાર્ય શરૂ

Tags :
Advertisement

.

×