ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: રાણીપની લિપ સ્કૂલને પ્રવાસ કરાવવા મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની નોટિસ

Ahmedabad: અમદાવાદના રાણીપ વિસ્તારની લિપ સ્કૂલ દ્વારા સ્થાનિક પ્રવાસ કરાવવા મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી છે.
10:36 AM Oct 24, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad: અમદાવાદના રાણીપ વિસ્તારની લિપ સ્કૂલ દ્વારા સ્થાનિક પ્રવાસ કરાવવા મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી છે.
Ahmedabad
  1. શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળાને નોટિસ આપીને ખુલાસો માંગ્યો
  2. શું સ્થાનિક પ્રવાસ બાબતે શિક્ષણ વિભાગની મંજૂરી લેવાઈ હતી?
  3. શિક્ષણ વિભાગે શાળા પાસે પ્રવાસ અંગે ખુલાસો માંગ્યો છે

Ahmedabad: અમદાવાદના રાણીપ વિસ્તારની લિપ સ્કૂલ દ્વારા સ્થાનિક પ્રવાસ કરાવવા મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી છે. રાણીપના ગાયત્રી મંદિર નજીક ગાયત્રી શિક્ષણ સંકુલમાં કાર્યરત લિપ સ્કૂલ દ્વારા ઓગસ્ટ મહિનામાં એટલે કે શ્રાવણ માસ દરમિયાન અમદાવાદ શહેરના અલગ અલગ ધાર્મિક સ્થળો એટલે કે મંદિરોમાં દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Tapi: જીવના જોખમે અંતિમ યાત્રા કાઢવા માટે લોકો મજબૂર, નથી પહોંચ્યો અહીં વિકાસ!

શિક્ષણ અધિકારીએ શાળા પાસે માંગ્યો ખુલાસો

જોકે મહત્વની બાબત એ છે કે, શાળા દ્વારા શિક્ષણ વિભાગને સ્થાનિક પ્રવાસ બાબતે વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. જેને લઈને અમદાવાદ (Ahmedabad ) શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળાને નોટિસ આપીને ખુલાસો કરવા માટે સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે શિક્ષણ વિભાગે અત્યારે શાળા પાસેથી આ પ્રવાસ અંગે ખુલાસો માંગ્યો છે કે, આખરે આ પ્રવાસ કોની મંજૂરીથી કરવામાં આવ્યો હતો?

આ પણ વાંચો: આગામી સાત દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી, ખેડૂતો માટે રાહતના  સમાચાર

AMTS બસમાં જ પ્રવાસ લઈ જવામાં આવ્યો હતોઃ આચાર્ય

શાળાના આચાર્યનું કહેવું છે કે, ‘આ માત્ર સ્થાનિક પ્રવાસ હતો, શ્રાવણ માસનો સમય હતો. જેથી બાળકોમાં ધાર્મિક ભાવના કેળવાય અને શહેરના મંદિરો વિશે માહિતગાર બને, તે હેતુથી 70 જેટલા બાળકોને પ્રવાસ લઈ જવામાં આવ્યો હતો. અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકા દ્વારા AMTS બસમાં જ પ્રવાસ લઈ જવામાં આવ્યો હતો જે માટે કોઈને પણ દબાણ કે ફરજિયાતપણું કરવામાં ન આવ્યું હતું. જે બાળકોના વાલીઓની ઈચ્છા હતી એ જ બાળકો પ્રવાસમાં આવ્યા હતા.’

લિપ સ્કૂલ શાળાના આચાર્ય દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, બાળકોને તેમના વાલીઓની મંજૂરી સાથે જ પ્રવાસમાં લઈ જવામાં આવ્યાં હતા. કોઈના પર દબાણ કરવામાં આવ્યું નથી. જો કે,  બાબતે શિક્ષણ વિભાગની મંજૂરી લેવામાં નથી આવી તેથી શિક્ષણ વિભાગે શાળાનો નોટિસ આપીને આ મામલે ખુલાસો માંગ્યો છે.

આ પણ વાંચો: Cyclone Dana : 500 થી વધુ ટ્રેનો રદ, 10 લાખ લોકો બેઘર; આ રાજ્યોમાં રેડ એલર્ટ

Tags :
AhmedabadAhmedabad Latest NewsAhmedabad NewsGujaratGujarati NewsGujarati SamacharLeap international SchoolLeap international School RanipVimal Prajapati
Next Article