Ahmedabad : SG હાઇવે પર ફરી એકવાર 'Hit and Run', શ્રમિકનું ઘટના સ્થળ પર જ મોત
- અમદાવાદમાં (Ahmedabad) SG હાઈવે પર 'Hit and Run'
- અજાણ્યા વાહનચાલકે શ્રમિકને ટક્કર મારી ફરાર
- શ્રમિકને ટક્કર વાગતા ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું
- સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદનાં (Ahmedabad) SG હાઇવે પર 'હિટ એન્ડ રન' ની (Hit and Run) ઘટના બની છે. અજાણ્યા વાહનચાલેક શ્રમિકને અડફેટે લેતા શ્રમિકને ગંભીર ઇજાઓ થઈ હતી, જેના પગલે શ્રમિકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Adani-Ambuja : Gujarat First નાં અહેવાલ બાદ અંબુજા કંપની સામે જનતામાં રોષ! પૂર્વ MLA નો જૂનો Video વાઇરલ
એસ.જી. હાઈવે પર વધુ એક 'હિટ એન્ડ રન'
અમદાવાદનાં (Ahmedabad) SG હાઇવે પર ફરી એકવાર ગોઝારા અકસ્માતની અને 'હિટ એન્ડ રન' ની ઘટના બની છે. પ્રાથમિક માહિતી મુજબ, એસ.જી. હાઈવે પર પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહનચાલકે શ્રમિકને જોરદાર ટક્કર મારી હતી. આથી, શ્રમિક હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયો હતો. આ અકસ્માતને પગલે શ્રમિકને ગંભીર ઈજાઓ થઈ હતી.
આ પણ વાંચો - પૂર પ્રભાવિત Gujarat, મણિપુર અને ત્રિપુરા માટે કેન્દ્ર સરકારે લીધો આ મોટો નિર્ણય
- અમદાવાદમાં SG હાઈવે પર 'Hit and Run'
- અજાણ્યા વાહનચાલકે શ્રમિકને ટક્કર મારી ફરાર
- શ્રમિકને ટક્કર વાગતા ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું
- સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.
- પોલીસે અજાણવ્યા વાહનચાલકની શોધખોળ આદરી@AhmedabadPolice #SGHighWay #HitandRun #GujaratFirst— Gujarat First (@GujaratFirst) September 30, 2024
શ્રમિકનું ઘટના સ્થળ પર જ મોત, આરોપી ફરાર
SG હાઇવે પર હિટ એન્ડ રન' ની (Hit and Run) ઘટના બનતા લોકોની ભારે ભીડ ભેગી થઈ હતી. ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાય તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી તરફ અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ફરાર થયો હતો. આ અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ અને મૃતક શ્રમિકની ઓળખ અંગે તપાસ આદરી છે.
આ પણ વાંચો - Ahmedabad : આતંક મચાવી ભય ફેલાવનારા ઇસમોનું જાહેરમાં સરઘસ, બે હાથ જોડીને માફી મગાવી, જુઓ Video