ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AHMEDABAD : અમદાવાદથી સુરત જઈ રહેલા પેસેંજરને બિસ્કિટ ખવડાવીને લૂંટી લેવાયો, વાંચો સમગ્ર ઘટના

અહેવાલ: પ્રદિપ કચીયા અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અશોકભાઈ ઝડફિયા 7 ડિસેમ્બરના રોજ 10 વાગ્યાની આસપાસ પોતાના સામાજિક પ્રસંગના કારણે સુરત જવા માટે નીકળ્યા હતા. સુરત જતા રસ્તામાં એક 40 વર્ષીય યુવક દ્વારા બિસ્કિટ ખવડાવીને સોનાની ચેન અને રોકડ રકમ...
04:43 PM Dec 10, 2023 IST | Harsh Bhatt
અહેવાલ: પ્રદિપ કચીયા અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અશોકભાઈ ઝડફિયા 7 ડિસેમ્બરના રોજ 10 વાગ્યાની આસપાસ પોતાના સામાજિક પ્રસંગના કારણે સુરત જવા માટે નીકળ્યા હતા. સુરત જતા રસ્તામાં એક 40 વર્ષીય યુવક દ્વારા બિસ્કિટ ખવડાવીને સોનાની ચેન અને રોકડ રકમ...
અહેવાલ: પ્રદિપ કચીયા
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અશોકભાઈ ઝડફિયા 7 ડિસેમ્બરના રોજ 10 વાગ્યાની આસપાસ પોતાના સામાજિક પ્રસંગના કારણે સુરત જવા માટે નીકળ્યા હતા. સુરત જતા રસ્તામાં એક 40 વર્ષીય યુવક દ્વારા બિસ્કિટ ખવડાવીને સોનાની ચેન અને રોકડ રકમ લૂંટી લેવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગુરુવારે સાંજે અશોકભાઈ તેમના પરિવારના એક સામાજિક પ્રસંગ માટે સુરત જઈ રહ્યા હતા. ઘરેથી 10 વાગે નીકળીને સુરત જવા માટે CTM ચાર રસ્તા નજીક તેઓ પહોંચ્યા જ્યાંથી રામદેવ ટ્રાવેલ્સમાં ડબલના સોફામાં બેઠા હતા. થોડી વાર પછી એ સોફામાં અન્ય એક વ્યક્તિ આવે છે અને તેમની બાજુમાં બેશે છે. મોડી રાત્રે બસ જયારે હોટેલ ખાતે ઉભી રહી ત્યારે અશોકભાઈ અને તેમની સાથે બેઠોલો વ્યક્તિ ચા અને નાસ્તો કરવા માટે ગયા હતા.
હોટેલ ખાતેથી લગભગ 2 વાગ્યાને 30 મિનિટે સુરત તરફ આગળ વધી ત્યારે બસમાં સોફામાં બાજુમાં બેઠેલા વ્યક્તિએ પહેલા વેફર આપી અને બાદમાં તેને એક બિસ્કિટ આપ્યું હતું. જે બિસ્કિટ ખાધા પછી તરત જ અશોકભાઈ ઝડફિયા બેભાન થઇ ચુક્યા હતા. અને તેમના પાસે રહેલું સોનાનું મંગલસૂત્ર, સોનાની ચેઇન અને વીટી સહિત રોકડ મળીને કુલ 3 લાખ 40 હજારનો મુદ્દામાલ લઈને તે વ્યક્તિ ફરાર થઇ ચુક્યો હતો. જયારે અશોકભાઈ હજુ પણ બસમાં બેભાન હતા.

સુરત ખાતે લગ્ન પ્રસગમાં અશોકભાઈના પહોંચતા તેમના પરિવારને જાણ કરવામાં આવી અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન 24 કલાક કરતા વધારે સમય થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તાપસ કરતા અશોકભાઈનું લોકેશન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલું ખાનગી બસના પાર્કીંગનું બતાવતા હતા. અશોકભાઈ અમદાવાદથી સુરત અને ફરી સુરતથી અમદાવાદ આવતા લગભગ 40 કલાક કરતા વધારે સમયથી બેભાન અવસ્થામાં બસમાં સુતા હતા. પરિવારના સભ્યો ત્યાં પહોંચ્યા ત્યારે અશોકભાઈ બેભાન અવસ્થામાં બસના છેલ્લા શોફામાં સુતા હતા. ત્યારે તત્ત્કાલિક તેમને નિકોલની સરદાર હોસ્પિટલમાં દાખલ કરતા તેમને હોશ આવતા નિકોલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો --  BOTAD : કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને ગોધાવટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાય
Tags :
AhmedabadGujarat PoliceRobbedSuratThieftravels
Next Article