Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD PLANE CRASH : 1 વર્ષ પૂર્વે પુત્ર અને હવે માતા-પિતાનું પ્લેન ક્રેશમાં મોત

AHMEDABAD PLANE CRASH : પિતાને કેન્સર થતા લંડનમાં રહેતા પુત્રી-જમાઇ ખબર કાઢવા માટે આવ્યા હતા, અને પરત ફરી રહ્યા હતા
ahmedabad plane crash   1 વર્ષ પૂર્વે પુત્ર અને હવે માતા પિતાનું પ્લેન ક્રેશમાં મોત
Advertisement
  • વાઘેલા પરિવાર માટે આંચકાજનક ઘટના
  • એક વર્ષ પૂર્વે પરિવારને પુત્ર અને હવે માતા-પિતાનું પ્લેન ક્રેશમાં મોત
  • પુત્ર કોમર્શિયય પાયલોટની ટ્રેઇનીંગમાં હતો, દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું

AHMEDABAD PLANE CRASH : ગતરોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ઉડાન ભરતાની સાથે જ ક્રેશ (AHMEDABAD PLANE CRASH) થઇ ગઇ હતી. આ ફ્લાઇટમાં જામનગર (JAMNAGAR) માં કેન્સર ગ્રસ્ત પિતાની મુલાકાતે આવેલી પુત્રી અને જમાઇ પણ સવાર હતા. જેઓ બંનેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પરિવાર માટે દુખદ ઘટના એ રહી કે, એક વર્ષ પૂર્વ મૃતક દંપતીના પુત્રનું પ્લેન ક્રેશમાં મૃત્યું થયું હતું. અને હવે માતા - પિતાનું ક્રેશમાં મૃત્યું થયું છે. પોતાના પતિ સાથે પરત જવા માટે પુત્રીએ ફ્લાઇટની ટિકિટ મોડી કરાવી હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે.

જલ્દી જવાનું માંડી વાળ્યું

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા હરિહરભાઇ બક્ષીને પ્રોસ્ટેટનું કેન્સર થતા તેમની લંડનમાં રહેતી પુત્રી નેહલ અને જમાઇ શૈલેષભાઇ પરમાર તેમની ખબર કાઢવા માટે આવ્યા હતા. પુત્રી ગત માસની અંતિમ તારીખે પરત લંડન જવાની હતી. તેમના પતિ શૈલેષભાઇ પરમાર સસરાની ખબર કાઢવા માટે આવ્યા હોવાથી તેમણે જલ્દી જવાનું માંડી વાળ્યું હતું, અને પતિ જોડે જવા માટેની ટિકિટ બુક કરાવી દીધી હતી.

Advertisement

દંપતી પુત્ર ગુમાવ્યાના સદમામાંથી માંડ બહાર આવ્યું હતું

ગુરૂવારે દંપતી એકસાથે અમદાવાદથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠા હતા. ફ્લાઇટ ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઇ જતા બંને દંપતીએ જોડે જ અંતિમ શ્વાસ લીધા હતા. બંનેના પ્રેમ લગ્ન થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, દંપતીએ એક વર્ષ પહેલા જ પોતાના કોમર્શિયલ પાયલોટ પુત્ર હિતને પ્લેન ક્રેશમાં ગુમાવ્યો હતો. દંપતી પુત્ર ગુમાવ્યાના સદમામાંથી માંડ બહાર આવ્યું હતું. તેવામાં બંને પતિ-પત્ની અનંતની યાત્રાના સફરે જોડે જ નીકળ્યા હતા. નેહલ બેને ફ્લાઇટમાં બેસતા પહેલા સોશિયલ મીડિયામાં એક મેસેજ મુક્યો હતો. જેમાં તેમણે લખ્યું કે, તમારા બધાના પ્રેમ માટે હરિનો ખૂબ આભાર, સાદાય આશીર્વાદ રાખજો અને જલદી પાછા મળીશું. હરિ તમને બધાને ખૂબ ખૂબ ખુશ રાખે.

Advertisement

આ પણ વાંચો --- AHMEDABAD PLANE CRASH : બહેન સાથેનો આખરી સંવાદ યાદ કરીને ભાઇના આંસુ સુકાતા નથી

Tags :
Advertisement

.

×