ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Plane Crash : આવતીકાલે એક દિવસનો રાજકીય શોક, રાજકોટમાં આ માર્ગ રહેશે બંધ

04:14 PM Jun 15, 2025 IST | Vipul Sen
VijayRupani_gujarat_first

Ahmedabad Plane Crash : અમદાવાદમાં 12 જૂન 2025 નાં રોજ બપોરનાં સમયે એર ઇન્ડિયાનું (AirIndia) બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું અને મેઘાણીનગર વિસ્તાર નજીક આવેલ બીજે મેડિકલ કોલેજની (BJ Medical College) મેસ વાળી બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં વિમાનામાં સવાર 240 થી વધુ લોકોનાં મોત નીપજ્યા છે. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (Vijaybhai Rupani) પણ આ વિમાનમાં સવાર હતા. દુર્ઘટનામાં તેમનું પણ દુ:ખદ અવસાન થયું હતું. દુર્ઘટનાનાં 70 કલાક બાદ વિજય રુપાણીનું DNA મેચ થયા છે. રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ સ્વ. વિજયભાઈ રૂપાણીનાં નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પરિવાર સાથે વાત કરી હતી.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ડીએનએ મેચ થયા અંગે સત્તાવાર રીતે માહિતી આપી હતી. DNA મેચ થતાં હવે પૂર્વ CM વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવાશે. રાજકોટ (Rajkot) ખાતે તેમની અંતિમ વિધિ કરાશે, જે અંગેની માહિતી સ્વ. વિજયભાઈ રૂપાણીનાં પરિવારજનો દ્વારા ટુંક સમયમાં આપવામાં આવશે.

 

રાજકોટ પોલીસે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

June 15, 2025 8:01 pm

રાજકોટ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પણ નાગરિકોને માહિતી આપવામાં આવી છે. જે રૂટ પર વાહનો માટે પ્રવેશ બંધી અને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે તે રૂટની સમગ્ર માહિતી આપવામાં આવી છે.

રાજકોટ પોલીસનું જાહેરનામું, અંતિમ યાત્રાનો રુટ પર વાહનોની પ્રવેશબંધી

June 15, 2025 7:58 pm

ગુજરાતનાં પૂર્વ સીએમ સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિને લઈ રાજકોટ પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, અંતિમ યાત્રાનાં રૂટ પર તમામ વાહનોની પ્રવેશબંધી તેમ જ 'નો પાર્કિંગ' ઝોન રહેશે. ગ્રીનલેન્ડ ચોકડીથી વિજયભાઈ રૂપાણીનાં ઘર સુધીનાં રૂટ માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદથી હવાઈ માર્ગે પાર્થિવ દેહને રાજકોટ લવાશે.

આવતીકાલે એક દિવસનો રાજકીય શોક જાહેર

June 15, 2025 7:26 pm

રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આક્સમિક મોત બાદ સમગ્ર રાજ્ય શોકમગ્ન છે. વિજયભાઈ રૂપાણીના નિધન પર એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં આવતીકાલે એટલે કે16 જૂનનાં દિવસે એક દિવસીય રાજકીય શોક જાહેર કરાયો છે. આથી, રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.

વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીનું નિવેદન

June 15, 2025 7:03 pm

ગુજરાતના પૂર્વ સીએમ સ્વ. વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મૃત્યુ પામેલ બધા જ લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. સમગ્ર રૂપાણી પરિવાર તરફથી બધાનો આભાર માનીએ છીએ.

મંત્રી ઋષિકેશ પટેલ, પરષોત્તમ રૂપાલા અને ઋષભ રૂપાણીએ આપી માહિતી

June 15, 2025 6:11 pm

આવતીકાલે સ્વ.વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા આવતીકાલે રાજકોટ ખાતે યોજાશે. રાજકોટમાં અંતિમવિધિને લઇ તૈયારીઓ કરાઇ રહી છે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આવતીકાલે પરિવારજનોને સિવિલમાંથી મૃતદેહ મળશે. એરલાઈન્સ મારફતે મૃતદેહ રાજકોટ લવાશે. રાજકોટમાં સ્વ.વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ કરાશે. સવારે 11.00 વાગે નિવાસસ્થાનેથી પરિવાર સિવિલ હોસ્પિટલ જશે. જ્યારે સાંસદ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું કે, અમારા પ્રિય સાથીદાર વિમાન દુર્ઘટનાના ભોગ બન્યા છે. રાજકોટમાં વિદ્યાર્થી નેતાથી પ્રસ્થાપિત થયેલા હતા.

Ahmedabad Plane Crash : આવતીકાલે પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લઈ જવાશે, જાણો રૂટ અંગે

June 15, 2025 5:09 pm

> આવતીકાલે 16 જૂન, 2025 નાં રોજ સવારે 11 કલાકે પરિવારજનો ગાંધીનગર નિવાસસ્થાનેથી સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે. > 11.30 કલાકે પરિવારજનોને સ્વ. વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ સોંપવામાં આવશે. > 11.30 થી 12.30 વાગ્યા દરમિયાન સિવિલ હોસ્પિટલથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે. > બપોરે 12.30 થી 2.00 કલાક દરમિયાન અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ જવા રવાના થશે. > 12.00 થી 2.30 કલાક દરમિયાન રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી પહોંચશે. > 2.30 થી 4.00 કલાકે ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને જવા રવાના થશે. દરમિયાન, ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસ બાપુ આશ્રમ, ત્યાંથી સામેનાં રોડથી બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ, પૂજીત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ, ઝેન > ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કુલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, નિર્મલા કોન્વેન્ટ રોડ, પ્રકાશ સોસાયટી થઈને નિવાસ સ્થાન :- પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, ખાતે પહોંચશે. > 4.00 થી 5.00 નિવાસસ્થાને પાર્થીવદેહના દર્શન કરી શકાશે. 5 વાગ્યા બાદ અંતિમયાત્રા યોજાશે. > 5 થી 6 વાગ્યા વચ્ચે અંતિમયાત્રા નીકળશે, સાંજે 6 વાગ્યે પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર થશે.

આવતીકાલે રાજકોટમાં સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ

June 15, 2025 4:50 pm

આવતીકાલે સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ રાજકોટ ખાતે યોજાશે. CM ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીયમંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી રાજકોટ જશે. સંગઠન મહામંત્રી, આગેવાનો, નેતાઓ અંતિમવિધિમાં જોડાશે. પંજાબથી પણ રાજકીય આગેવાનો રાજકોટ આવશે. કેન્દ્રીય મંત્રી મંડળમાંથી મંત્રીઓ અંતિમ વિધિમાં રાજકોટ આવશે.

સ્વ. વિજયભાઈ રૂપાણીનાં ઘરે પહોંચ્યા મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા

June 15, 2025 4:14 pm

ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા સ્વ. વિજયભાઈ રૂપાણીના ઘરે પહોચ્યા છે. ઋષિકેશ પટેલે કહ્યું કે, ભાજપ અને ગુજરાતે એક સમાજસેવી આગેવાન ગુમાવ્યાં છે. વિદ્યાર્થીકાળથી જ સંઘર્ષ કરતા રહ્યા હતા. આ દુઃખદ પળોમાં સૌને શક્તિ મળે તેવી પ્રાર્થના છે.

CM ભૂપેન્દ્ર પટેલે સ્વ. વિજયભાઈ રૂપાણીનાં નિવાસસ્થાને પરિવારજનો સાથે કરી મુલાકાત

June 15, 2025 4:14 pm

CM ભૂપેન્દ્રભાઇ પટેલે સ્વ. વિજયભાઇ રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કરી પરિવારજનોને સાંત્વના આપી છે. CM ભૂપેન્દ્રભાઇ પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી ઉપસ્થિત રહ્યા. ઉપરાંત, જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા. વિમાન દુર્ઘટનામાં પૂર્વ CM વિજયભાઇ રૂપાણીનું નિધન થયું છે. વિજયભાઇ રૂપાણીના પરિવારજનો હાલ ગાંધીનગર નિવાસસ્થાને હાજર છે.

Next Article